Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુજરાતીઓ સૌથી ખરાબ, મુસ્લિમદ્વેષના કારણે જીત્યા’: ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત ન પચાવી...

    ‘ગુજરાતીઓ સૌથી ખરાબ, મુસ્લિમદ્વેષના કારણે જીત્યા’: ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત ન પચાવી શક્યા ‘લિબરલો’, ટ્વિટર પર ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર ઓક્યું

    એક વખત પાર્ટીએ 150નો આંકડો પાર કર્યા બાદ નીચે આવી જ ન હતી. બીજી તરફ ભાજપ જેમ-જેમ જીત તરફ આગળ વધતો રહ્યો તેમ-તેમ સોશિયલ મીડિયા પર ‘લિબરલો’ અને અન્ય ગુજરાતવિરોધીઓએ પરચો બતાવવાનો શરૂ કર્યો હતો. 

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડી નાંખીને ઐતિહાસિક જીત મેળવી. કુલ 182માંથી 156 બેઠકો સાથે પાર્ટીએ આજ સુધીની શ્રેષ્ઠ બહુમતી મેળવી. બીજી તરફ, ભાજપની આ લહેરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કશું જ ઉપજ્યું નહીં. બીજી તરફ, ભાજપની આ જીત જોઈને દેશના ‘લિબરલો’ અને વિરોધીઓના પેટમાં તેલ રેડાયું અને તેમણે આ માટે ગુજરાતીઓને ભાંડવાના શરૂ કરી દીધા હતા. 

    પરિણામના દિવસે મતગણતરી શરૂ થયા બાદના થોડા જ કલાકોમાં સ્પષ્ટ થઇ ગયું હતું કે ભાજપ ગુજરાત ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત મેળવવા જઈ રહ્યો છે. એક વખત પાર્ટીએ 150નો આંકડો પાર કર્યા બાદ નીચે આવી જ ન હતી. બીજી તરફ ભાજપ જેમ-જેમ જીત તરફ આગળ વધતો રહ્યો તેમ-તેમ સોશિયલ મીડિયા પર ‘લિબરલો’ અને અન્ય ગુજરાતવિરોધીઓએ પરચો બતાવવાનો શરૂ કર્યો હતો. 

    મોદીવિરોધી અને કોંગ્રેસ સમર્થક અભિનેત્રી મોના આંબેગાંઓકર ભાજપની આ જીત સ્વીકૃ શક્યાં ન હતાં અને આ બદલ મતદારોનું અપમાન કરી નાંખ્યું હતું. તેમણે એક ટ્વિટને ક્વોટ કરતાં કહ્યું કે, ગુજરાતીઓ મહિલાઓનું સન્માન કરતા નથી અને તેથી તેમણે બળાત્કારીઓ અને તેમના સમર્થકોને મત આપ્યા. 

    - Advertisement -

    ભાજપની આ જીત બાદ ડાબેરી ન્યૂઝ પોર્ટલ ‘ધ વાયર’ સાથે સંકળાયેલા પામેલા ફિલિપોઝે સંખ્યાબંધ ટ્વિટ્સ કરીને ગુજરાતીઓને ભાંડવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ટ્વિટ કરીને રોષ ઠાલવતાં કહ્યું કે, ગુજરાતમાં બળાત્કારીઓ અને હત્યારાઓ બચી શકે, ગરીબો સાથે અન્યાય થઇ શકે, પરંતુ ભાજપ અને તેની સરકાર બનવું નક્કી હોય છે. 

    અન્ય એક ટ્વિટમાં તેમણે મોરબી દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, પુલ તૂટી શકે, પૂરથી શહેરો બેહાલ થઇ શકે, માફિયાઓ દ્વારા જમીન પચાવી પડે, પણ ભાજપ સુરક્ષિત જ રહે છે. અન્ય એક ટ્વિટમાં તેમણે ‘ઓપરેશન લોટ્સ’નો ઉલ્લેખ કર્યો હતો તો અન્ય એક ટ્વિટમાં તો આડકતરી રીતે ત્યાં સુધી કહી દીધું કે આ જીત પૈસા, મીડિયા અને ‘મસલ પાવર’ના ઉપયોગથી મેળવવામાં આવી છે. 

    અન્ય એક ટ્વિટ ગઈકાલથી વાયરલ થઇ રહ્યું છે, જેમાં @Deepsealioness નામના એક યુઝરે ગુજરાતીઓને ભારતના સૌથી ખરાબ નાગરિકો કહી દીધા હતા. 

    કેટલાક યુઝરો 20 વર્ષ પાછળ જતા રહ્યા અને 2002ને યાદ કર્યું હતું. ભાજપની જીત ન પચાવી શકેલા એક યુઝરે તો ગુજરાતીઓને ‘ઇસ્લામોફોબિક’ (ઈસ્લામવિરોધીઓ/દ્વેષીઓ) ગણાવી દીધા હતા અને લખ્યું કે, ગુજરાતના બહુમતી ઇસ્લામદ્વેષી હિંદુ ગુજરાતીઓની નફરત અને 2002ના ‘નરસંહાર’ના કારણે ભાજપ વધુ એક વખત સત્તામાં આવી. તેમણે આમ આદમી પાર્ટીને ‘વોટ કાપનારી’ ગણાવી હતી. 

    એક યુઝરે ભાજપને 25 વર્ષથી મળતા સમર્થન બદલ મુસ્લિમદ્વેષને કારણભૂત ગણાવ્યો હતો. તેમણે ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને 2002ના ગુજરાત રમખાણો માટે જવાબદાર ગણાવી દીધા હતા અને કહ્યું કે તેના કારણે તેમને સત્તા મળી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક 156 બેઠકો મેળવી હતી. કોંગ્રેસને 17 જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો મળી શકી. આમ આદમી પાર્ટીના તમામ મોટા ચહેરાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભાજપે ગુજરાતમાં સૌથી વધુ બેઠકો સાથે સરકાર બનાવવાના માધવસિંહ સોલંકીના (કોંગ્રેસ) 149 બેઠકોના રેકોર્ડને પણ તોડી નાંખ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં