Saturday, September 7, 2024
More
    હોમપેજદેશ‘નમાજ માટે અલગ જગ્યા (મસ્જિદ) છે, ત્યાં જાઓ..’: એરપોર્ટ પર નમાજ માટે...

    ‘નમાજ માટે અલગ જગ્યા (મસ્જિદ) છે, ત્યાં જાઓ..’: એરપોર્ટ પર નમાજ માટે અલગ રૂમ ફાળવવાની માંગ સાથે દાખલ થઈ હતી PIL, ગુવાહાટી હાઈકોર્ટે લગાવી ફટકાર

    મૌખિક ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું, સરકારે અમુક એરપોર્ટ પર આ પ્રકારના રૂમ બનાવ્યા હોય તો શું નાગરિકોને એમ કહેવાનો અધિકાર મળી જશે કે દરેક જાહેર એકમોએ આવા રૂમો હોવા જોઈએ? તો પછી એરપોર્ટ જ શા માટે? દરેક જાહેર સ્થળોએ કેમ નહીં? શું આ મૂળભૂત અધિકાર છે?

    - Advertisement -

    તાજેતરમાં આસામની ગુવાહાટી હાઈકોર્ટે એરપોર્ટ પર મુસ્લિમ સમુદાયને નમાજ માટે અલગ રૂમ ફાળવવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે અરજદારને પૂછ્યું કે આખરે આ માંગ કયા મૂળભૂત અધિકાર હેઠળ ઉઠાવવામાં આવી રહી છે. સાથે ઉમેર્યું કે, નમાજ માટે અલગ સ્થાન (મસ્જિદ) હોય છે, ત્યાં જઈને અદા કરવી જોઈએ. 

    હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ સુસ્મિતા ફૂકાન ખૌંદ મામલાની સુનાવણી કરી રહ્યા હતા. અરજદારે ગુવાહાટી એરપોર્ટ પર મુસ્લિમો માટે નમાજ અદા કરવા અલગ રૂમ ફાળવવાની માંગ કરીને દલીલ આપી હતી કે, બંધારણના આર્ટિકલ 25 અને 30 હેઠળ આ રૂમ ફાળવી શકાય તેમ છે. સાથે એમ પણ દલીલ કરી કે, રેસ્ટોરન્ટ જેવાં એકમોમાં પણ સ્મોકિંગ ઝોન વગેરે સુવિધાઓ હોય છે જેથી એરપોર્ટ પર પણ નમાજ માટે સુવિધા આપવામાં આવે. 

    સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું કે, “આર્ટિકલ 25માં ક્યાં એ અધિકાર આપવામાં આવ્યો છે કે દરેક જાહેર સ્થળ માટે એક નમાજ કે પ્રાર્થનાનો રૂમ હોવો જોઈએ? આવો કોઇ એક ચુકાદો હોય તો જણાવો. સરકારે અમુક એરપોર્ટ પર આ પ્રકારના રૂમ બનાવ્યા હોય તો શું નાગરિકોને એમ કહેવાનો અધિકાર મળી જશે કે દરેક જાહેર એકમોએ આવા રૂમો હોવા જોઈએ? તો પછી એરપોર્ટ જ શા માટે? દરેક જાહેર સ્થળોએ કેમ નહીં? શું આ મૂળભૂત અધિકાર છે? નમાજ માટે અલગ જગ્યા છે, ત્યાં જાઓ અને અદા કરો.”

    - Advertisement -

    કોર્ટે એ પ્રશ્ન પણ ઉઠાવ્યો કે આખરે માત્ર એક જ સમુદાય માટે અલાયદો ખંડ ફાળવવાની માંગણી શા માટે કરવામાં આવી રહી છે? કોર્ટે કહ્યું, “આમાં મૂળભૂત અધિકાર શું છે? આપણો દેશ સેક્યુલર છે. કોઇ એક સમુદાય માટે જ નમાજનો રૂમ શા માટે? જાહેરહિતની અરજીઓ મૂળભૂત અધિકારોના રક્ષણ માટે જ હોય છે.” 

    સ્મોકિંગ ઝોન અને રેસ્ટોરન્ટની દલીલોને લઈને કોર્ટે કહ્યું કે, “અલગ સ્મોકિંગ ઝોન એટલા માટે હોય છે કારણ કે સામાન્ય લોકોને તેનાથી કોઇ અડચણ નહીં આવે. તે જ રીતે રેસ્ટોરન્ટ વગેરે કમર્શિયલ એક્ટિવિટી કહેવાય છે. નમાજ કે પ્રાર્થના કોઇ કમર્શિયલ એક્ટિવિટી નથી.” 

    અરજદારે એવી પણ દલીલ કરી હતી કે, ઘણી વખત ફ્લાઇટ્સના સમય અને નમાજ બંને એક જ સમયે હોય છે, જેથી આ પ્રકારનો રૂમ જરૂરી છે. જેને લઈને કોર્ટે કહ્યું કે, મુસાફરી કરનાર વ્યક્તિ પાસે તે માટે વિકલ્પો હોય છે. જો તકલીફ પડતી હોય તો તે પ્રમાણે ફ્લાઇટનો સમય પસંદ કરવો જોઈએ. 

    કોર્ટે આ મામલે કોઇ પણ નોટિસ ઇસ્યુ કરવાનો ઇનકાર કરી દીધો અને અજરદારને પૂરતી તૈયારી કરીને 15 દિવસમાં જવાબ આપવા માટે જણાવ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં