Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆખુ બાગેશ્વર ધામ ભાવુક થયું: 58 અનાથ દીકરીઓ સહિત 125 કન્યાઓના સમૂહ...

    આખુ બાગેશ્વર ધામ ભાવુક થયું: 58 અનાથ દીકરીઓ સહિત 125 કન્યાઓના સમૂહ લગ્ન થયા, મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા

    આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, મલુક પીઠાધીશ રાજેન્દ્ર દાસજી મહારાજ, ઈંગલેંડથી આવેલા રાજરાજેશ્વર મહારાજ તેમજ અન્ય પ્રતિષ્ઠિત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -

    મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલ બાગેશ્વર ઘામ ખાતે રવિવાર ( 18 ફેબ્રુઆરી 2023 )ના રોજ સામૂહિક કન્યા વિવાહ પુરા થયા. મહાશિવરાત્રીના દિને આયજિત આ વિવાહ સંમેલનમાં 125 યુગલો લગ્નગ્રંથીએ જોડાયા હતા. આ 125 દિકરીઓના લગ્ન કરાવ્યા જેમાં 58 જેટલી દીકરીઓ એવી હતી કે જેના માતા-પિતાનું મૃત્યુ થઈ ચુક્યુ છે. આખા કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે ઉપસ્થિત લોકોની સાથે સાથે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ ભાવુક થઈ ગયા હતા.

    બાગેશ્વર ધામ ખાતે છેલ્લા ચાર વર્ષથી ‘કન્યા વિવાહ’નું આયોજન કરવામાં આવી કહ્યું છે. આ વર્ષે થયેલા વિવાહ કાર્યક્રમની તૈયારી ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવી હતી. આયોજન બાબતે ઝીણાંમાં ઝીણી બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં દરેક યુગલ માટે અલગ અલગ લગ્ન મંડપ બનાવવામાં આવ્યો હતો. ત્યાં સુધી કે યુવક યુવતીના લગ્નના કપડા પણ બાગેશ્વરધામમાંથી અગાઉથી જ આપી દેવામાં આવ્યા હતા.

    લગ્નગ્રંથીમાં જોડાવા માટે જોડાઓ સવારે 7 વાગ્યાથી જ ધામમાં પહેચી રહ્યા હતા. 10 વાગે લગ્નની તૈયારી કરવામાં આવી હતી. ત્યારે બૈંડબાજા અને મંત્રોચ્ચારથી આખુ ધામ ગુંજી ઉઠ્યુ હતું. આ સાથે જ 125 યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા.

    - Advertisement -

    આ ક્ષણે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે તેમણે ગરીબીને ખૂબ જ નજીકથી જોઈ છે, માટે જ મને ત્યારથી પ્રેરણા મળી છે. તે પ્રેરણા થકી સમૂહ લગ્ન કરાવી રહ્યા છે.

    આ લગ્ન વિધિ સંપન્ન થયા બાદ, બાગેશ્વર ધામ તરફથી તમામ જોડાઓને ગૃહસ્થ માટેની તમામ સમાન આપવામાં આવ્યો હતો. જેમાં ટીવી, ફ્રીજ, કુલર, બેડ, સોફા, ગેંસ સિલેન્ડર, વાસણો, સાડી, સોના ચાંદીમાં આભૂષણો સહિતની 70 જેટલી ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.

    આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, મલુક પીઠાધીશ રાજેન્દ્ર દાસજી મહારાજ, ઈંગલેંડથી આવેલા રાજરાજેશ્વર મહારાજ તેમજ અન્ય પ્રતિષ્ઠિત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    બાગેશ્વર ધામમાં છેલ્લા 4 વર્ષથી અન્નપૂર્ણા ભંડારો ચાલી રહ્યો છે. આ ભંડારામાં દરરોજ હજારો લોકો પ્રસાદ લે છે. ‘કન્યા વિવાહ’ના આ કાર્યક્રમ માટે અલગથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ભંડારા માટે ભોજન બનાવતી મહિલાઓ સાથે પૂરી વણતા જોવા મળ્યા હતા. 

    આ સમૂહ વિવાહ કાર્યક્રમમાં એક સાથે 125 દીકરીઓની વિદાય કરી હતી, આ ક્ષણે મંડપમાં ઉપસ્થિત બધા લોકો લાગણીશીલ થઇ ગયા હતા. બધાની જ આંખો ભીની થઇ ગઈ હતી. સાથે સાથે બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીની આંખો પણ ભીની થઇ ગઈ હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં