Thursday, May 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટ્વિટરને અંતિમ તક: સરકારે 4 જુલાઈ સુધીનું અલ્ટીમેટમ આપી કહ્યું- આદેશોનું પાલન...

    ટ્વિટરને અંતિમ તક: સરકારે 4 જુલાઈ સુધીનું અલ્ટીમેટમ આપી કહ્યું- આદેશોનું પાલન કરો અથવા પરિણામો ભોગવવા તૈયાર રહો

    સરકારે ટ્વિટરને આ આદેશોનું પાલન કરવા માટે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે 4 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. જો પાલન નહીં થાય તો ટ્વિટર તેનું ઇન્ટરમિડીયરી સ્ટેસ્ટ ગુમાવી દેશે. જે બાદ ટ્વિટર પર યુઝરો દ્વાર પોસ્ટ થતા તમામ કોન્ટેન્ટ માટે ટ્વિટરને કાયદાકીય રીતે જવાબદાર ગણી શકાશે.

    - Advertisement -

    ભારત સરકારે માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પ્રત્યે ફરીથી કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને એક પત્ર લખીને 4 જુલાઈ સુધીનું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે જો ત્યાં સુધીમાં ટ્વિટર સરકારના નવા આઇટી નિયમોનું સંપૂર્ણપણે પાલન નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને ટ્વિટર ઇન્ટરમીડીયરી તરીકેનું સ્ટેટ્સ પણ ગુમાવી બેસશે. 

    કેન્દ્ર સરકારના આઇટી મંત્રાલયે સોમવારે ટ્વિટરને એક પત્ર મોકલ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે મંત્રાલય દ્વારા ટ્વિટરને આઇટી એક્ટની કલમ 69 (A) હેઠળ પ્લેટફોર્મ પરથી અમુક અકાઉન્ટ અને સામગ્રી હટાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં અનેક વખત કંપની આ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફ્ળ રહી છે. સરકારે કહ્યું કે, આઇટી એક્ટની ધારા કલમ 69 (A) સરકારને સોશિયલ મીડિયા કંપનીઓને બ્લોકિંગ ઓર્ડર આપવા માટે અધિકાર આપે છે. 

    કેન્દ્ર સરકારે ટ્વિટરને અલ્ટીમેટમ આ આદેશોનું પાલન કરવા માટે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે 4 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. જો પાલન નહીં થાય તો ટ્વિટર તેનું ઇન્ટરમિડીયરી સ્ટેસ્ટ ગુમાવી દેશે. જે બાદ ટ્વિટર પર યુઝરો દ્વાર પોસ્ટ થતા તમામ કોન્ટેન્ટ માટે ટ્વિટરને કાયદાકીય રીતે જવાબદાર ગણી શકાશે.

    - Advertisement -

    અહીં નોંધવું જરૂરી છે કે આઇટી એક્ટ હેઠળ ટ્વિટર, ફેસબુક જેવી સોશિયલ મીડિયા કંપનીઓને ઇન્ટરમિડીયરી સ્ટેટ્સ મળ્યું છે, જે હેઠળ આ પ્લેટફોર્મ પર યુઝરો દ્વારા અપલોડ કરવામાં આવતી સામગ્રી માટે જે-તે કંપની જવાબદાર ગણાતી નથી અને તેમને માત્ર એક માધ્યમ પૂરું પાડનાર તરીકે જોવામાં આવે છે. પરંતુ જો ટ્વિટર આ સ્ટેટ્સ ગુમાવે તો ત્યારબાદ પ્લેટફોર્મ પર અપલોડ થતી સામગ્રી માટે કંપનીને પણ કાયદાકીય રીતે જવાબદાર ગણી શકાય છે માનવામાં આવે છે કે જે-તે સામગ્રી કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સરકારે નવા આઇટી એક્ટ બનાવ્યા બાદ તમામ સોશિયલ મીડિયા કંપનીઓને તેનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ ટ્વિટરે અમુક નિયમો ન પાળતા સરકાર અને કંપની વચ્ચે વિખવાદ પણ થયો હતો અને સરકારે ગયા વર્ષે પણ ટ્વિટરને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ટ્વિટર સરકારના નિયમોનું પાલન નહીં કરે તો કડક પગલાં લેવામાં આવશે. જે બાદ ટ્વિટરે ભારતીય ગ્રિવન્સ ઓફિસરની નિમણૂંક કરતા મામલો શાંત પડ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારત સરકારના આદેશ બાદ ટ્વિટરે પાકિસ્તાનના સ્ટેટ બ્રોડકાસ્ટર ‘રેડિયો પાકિસ્તાન’ તેમજ સંયુક્ત રાષ્ટ્ર, ઈરાન, તૂર્કી અને ઇજિપ્તના પાકિસ્તાની દૂતાવાસના અધિકારીક ટ્વિટર હેન્ડલ બ્લૉક કરી દીધાં હતાં. આ ઉપરાંત ટ્વિટરે સરકારના આદેશ બાદ 80 જેટલી પોસ્ટ અને અકાઉન્ટ પણ ડીલીટ કર્યાં હતાં.

    ટ્વિટરે એક્શન લેતા સોશિયલ મીડિયા પર ભારત વિરોધી અપપ્રચાર ફેલાવતું અને લગભગ 9 લાખ ફોલોઅર્સ ધરાવતું ટ્વિટર હેન્ડલ @RadioPakistan બ્લૉક કરી દીધું હતું. આ ઉપરાંત યુએનમાં પાકિસ્તાની દૂતાવાસ તેમજ તૂર્કી, ઈરાન અને ઇજિપ્ત જેવા દેશોમાં આવેલ પાકિસ્તાનના દૂતાવાસના અધિકારીક ટ્વિટર હેન્ડલને પણ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં