Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુઓના આસ્થાકેન્દ્ર ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે આરોપિત મુબારક અલીને...

  હિંદુઓના આસ્થાકેન્દ્ર ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે આરોપિત મુબારક અલીને ઝડપી પાડયો

  ઉત્તર પ્રદેશમાં આવેલા ગોરખનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સને જ્યારે ઝડપી લેવામાં આવ્યો ત્યારે તેણે આપેલી ધમકી પાછળનું કારણ જાણીએ ઉત્તર પ્રદેશ પોલીસને પણ આંચકો લાગ્યો હતો.

  - Advertisement -

  હિંદુઓના અસ્થાકેન્દ્ર ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના અહેવાલો મળી રહ્યાં છે. ધમકી મળ્યા બાદ આખા પ્રદેશમાં ખળભળાટ મચી ગયો હતો. ફેસબુકમાં પોસ્ટ દ્વારા આપવામાં આવેલી ધમકી બાદ પોલીસ પ્રશાસનમાં પણ દોડધામ મચી ગઈ હતી. મામલાની ગંભીરતા જોઈને પોલીસે સજ્જતા દાખવતા મહારાજગંજમાંથી ધમકી આપનાર મુસ્લિમ યુવક મુબારક અલીની ધરપકડ કરી હતી. જે બાદ બહાર આવેલી ધમકી પાછળની વાસ્તવિકતા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

  મળતી માહિતી મુજબ મહારાજગંજ જિલ્લાના એક મુસ્લિમ યુવકે ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ અન્ય વ્યક્તિને ફસાવવાના હેતુથી આ કૃત્ય કર્યું હતું. આરોપી યુવક મુબારક અલીએ અન્ય યુવક બસલત અલીને ફસાવવાના ઈરાદે આ કૃત્ય કર્યું હતું. મુબારક અલીએ બસલત અલીના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ફેસબુક આઈડી બનાવ્યું અને તે જ આઈડીથી ગોરખનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી અને હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ પોલીસે સક્રિયતા દાખવીને સમગ્ર ઘટનાક્રમને ઉજાગર હતો.

  40 હજાર રૂપિયા બચાવવા આપી ધમકી

  - Advertisement -

  ફેસબુક પરથી મંદિરને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસે ઊંડી તપાસ કરતાં મામલો સામે આવ્યો હતો. જે બાદ પોલીસે કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મટિહાનિયા ગામના રહેવાસી મુબારક અલીની ધરપકડ કરી હતી. મુબારક અલીએ બિલ જમા કરાવવા માટે ગામના જ બસલત અલી પાસેથી 40 હજાર રૂપિયા લીધા હતા. પરંતુ કામ ન થતાં બસલતે તેની પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું.

  અહેવાલો મુજબ મુબારક અલી બસાલતને પૈસા આપવા માંગતો ન હતો, જેના કારણે આરોપી મુબારકે મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવાની યુક્તિનો ઉપયોગ કર્યો હતો અને બસાલતને ફસાવવા માટે નકલી સીમકાર્ડ વડે ફેસબુક આઈડી બનાવી હતી. તે પછી તે આઈડી પરથી તેણે ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાડવા અને હિંદુ દેવી-દેવતાઓને વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેથી બસલત અલી ફસાઈ જાય પરંતુ તપાસ બાદ પોલીસે આરોપી મુબારક અલીની ત્વરિત ધરપકડ કરી હતી.

  સીએમ યોગીને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી

  નોંધનીય છે કે ગત 8 ઓગસ્ટ 2022ના રોજ ઉત્તર પ્રદેશ પોલીસના હેલ્પલાઈન નંબર ઉપર મુખયમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી હતી. જે મામલે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધમકી આપનાર શખ્સ ગેરકાયદે કતલખાનાં વિરુદ્ધ દેવેન્દ્ર તિવારીએ કરેલી જાહેરહિતની અરજીથી નારાજ હતો. તેણે પત્રમાં લખ્યું હતું કે, “તને કેટલી વાર સમજાવ્યો છે પણ તું માની નથી રહ્યો. તારી જાહેરહિતની અરજીથી મુસ્લિમોના પેટ પર લાત પડી છે. તારા કારણે તમામ કતલખાનાં બંધ થઇ ગયાં છે. હવે તું જો કે હું તારી શું હાલત કરું છું. તું ચાલાકીથી દેવબંદથી તો નીકળી ગયો. બાકીનાની ગરદન કાપી છે, પરંતુ તને અને યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવીશું. આગલા 15 દિવસમાં તને આનું પરિણામ મળશે.”, જે બાદ ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઓળખ સરફરાઝ તરીકે થઇ છે. લખનઉ સાયબર સેલ દ્વારા તેને રાજસ્થાનના ભરતપુરથી ઝડપી લીધો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં