Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુજરાતમાં અમે શાનદાર પ્રદર્શન કર્યું એટલે…’: ગોપાલ ઇટાલિયાની ધરપકડ બાદ કેજરીવાલનું ટ્વિટ,...

    ‘ગુજરાતમાં અમે શાનદાર પ્રદર્શન કર્યું એટલે…’: ગોપાલ ઇટાલિયાની ધરપકડ બાદ કેજરીવાલનું ટ્વિટ, લોકોએ પરિણામ યાદ કરાવીને કહ્યું- આનાથી વધારે નેતાઓ તો જેલમાં છે

    લોકોએ કેજરીવાલને ચાર મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામો પણ યાદ કરાવ્યાં હતાં, જેમાં આમ આદમી પાર્ટીને 182માંથી માત્ર 5 બેઠકો મળી હતી અને તમામ મોટા નેતાઓનો કારમો પરાજય થયો હતો. 

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સોમવારે (17 એપ્રિલ, 2023) સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી હતી. જોકે, પછીથી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ વિશે આપત્તિજનક ટિપ્પણી મામલે સપ્ટેમ્બર, 2022માં નોંધાયેલા એક કેસને લઈને ઇટાલિયા સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

    એક તરફ ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઇ ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટી ચીફ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી પર આરોપો લગાવી દીધા અને ત્યાં સુધી કહી દીધું કે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું એટલે ભાજપ બૌખલાઈ ગઈ છે અને આમ તેમના નેતાઓની ધરપકડ કરી રહી છે. 

    અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ ભાજપ એ હદ સુધી બૌખલાઈ ગઈ છે કે હવે અમારા ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી લીધી છે. ભાજપનો હવે બસ એક જ મકસદ છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવામાં આવે. એક-એક કરીને તમામને જેલમાં નાંખશે આ લોકો. 

    - Advertisement -

    અરવિંદ કેજરીવાલના આ ટ્વિટ પર લોકોએ સહાનુભૂતિ તો ન દર્શાવી પરંતુ ઉપરથી મજાક ઉડાવી હતી અને પૂછ્યું હતું કે તેઓ કયા શાનદાર પ્રદર્શની વાત કરી રહ્યા છે. સાથે લોકોએ કેજરીવાલને ચાર મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામો પણ યાદ કરાવ્યાં હતાં, જેમાં આમ આદમી પાર્ટીને 182માંથી માત્ર 5 બેઠકો મળી હતી અને તમામ મોટા નેતાઓનો કારમો પરાજય થયો હતો. 

    નિશાંત નામના વ્યક્તિએ કટાક્ષ કરીને કહ્યું, શાનદાર પ્રદર્શન એ જ હતું જેમાં 182માંથી 126 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ ગઈ, 14 ઉમેદવારોને નોટાથી ઓછા મતો મળ્યા અને સીએમ ઉમેદવાર અને પાર્ટી અધ્યક્ષ ખરાબ રીતે હાર્યા. તેમણે એવું પણ ઉમેર્યું કે આમ આદમી પાર્ટી જાતે જ પોતાનાં કર્મો, જુઠ્ઠાણાં અને ભ્રષ્ટાચારના કારણે ખતમ થઇ રહી છે અને બીજી કોંગ્રેસ બની રહી છે. 

    મોહિત બાબુ નામના આઈડીએ ગુજરાત ચૂંટણીનાં પરિણામોની વિગતો દર્શાવતી તસ્વીર પોસ્ટ કરી અને સાથે લખ્યું કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જેટલી બેઠકો જીતી હતી તેના કરતા વધુ નેતાઓ તો જેલમાં છે. ઉલ્લેખનીય છે કે AAPને ગુજરાત ચૂંટણીમાં માત્ર 5 બેઠકો મળી શકી હતી. 

    અન્ય પણ કેટલાક લોકોએ ચૂંટણી પરિણામો બતાવીને કટાક્ષ કરીને કહ્યું કે, ખરેખર તેમની પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

    જતન આચાર્યે કટાક્ષ કરીને કહ્યું કે, જો આ શાનદાર પ્રદર્શન હોય તો ભાજપ ઇચ્છશે કે તમે હંમેશા આવું પ્રદર્શન કરતા રહો. તેમણે સાથે એક ન્યૂઝ આર્ટિકલ શૅર કર્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

    પાર્ટીના સોથી વધુ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાના મુદ્દે અન્ય પણ ઘણા લોકોએ કટાક્ષ કર્યો હતો. 

    વળી અમુક લોકોએ મીમ્સ શૅર કરીને કેજરીવાલના આ દાવાની મજાક ઉડાડી હતી. 

    ઘણાએ એમ પણ પૂછ્યું કે પાંચ બેઠકોને શાનદાર પ્રદર્શન ગણાવનારા પરિણામ પછી ગુજરાતમાં દેખાય કેમ નથી? અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલ લગભગ દર 15 દિવસે ગુજરાત આવતા હતા પરંતુ પરિણામો બાદ તેઓ જોવા મળ્યા નથી. 

    આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં તમામ 182 બેઠકો પર લડી હતી. જેમાંથી માત્ર 5 બેઠકો પર જીત મળી અને 128 બેઠકો પર પાર્ટીના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી. પાર્ટી અધ્યક્ષ અને સીએમ ઉમેદવાર સહિત પાર્ટીના તમામ મોટા ચહેરાઓ હારી ગયા હતા. જેમાં ગોપાલ ઇટાલિયા (કતારગામ), ઈસુદાન ગઢવી (ખંભાળિયા), અલ્પેશ કથીરીયા (વરાછા) વગેરેનો સમાવેશ થાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં