Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂર્વ AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ, પછીથી...

    પૂર્વ AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ, પછીથી જામીન પર મુક્ત કરાયા

    સુરત ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી, ઉમરા પોલીસ મથકે ગુનો દાખલ થયાના સમાચાર.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સુરત પોલીસે સોમવારે (17 એપ્રિલ, 2023) ધરપકડ કરી લીધી હતી. જોકે, પછીથી તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ વિશે કરેલી આપત્તિજનક ટિપ્પણીને લઈને ગોપાલ ઇટાલિયા સામે દાખલ કરવામાં આવેલા એક કેસને લઈને આ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, થોડી વાર પછી તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીનો પ્રચાર કરતી વખતે તત્કાલીન AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને ‘પૂર્વ બુટલેગર’ કહ્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતા થઇ ગયા હતા.

    - Advertisement -

    આ વિડીયોના આધારે સપ્ટેમ્બરમાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે સુરત પોલીસ મથકે ફરિયાદ આપી હતી, જેને લઈને પોલીસે ઇટાલિયા સામે FIR દાખલ કરી હતી. તેમની સામે IPCની કલમ 469, 500, 504 અને 505(1) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    ગોપાલ ઇટાલિયાએ જ્યારે આ નિવેદનો આપ્યાં હતાં ત્યારે તેઓ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા અને તેમની આગેવાનીમાં જ પાર્ટી વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને માત્ર 5 જ બેઠકો મળી શકી હતી. 

    ગોપાલ ઇટાલિયા પોતે સુરત શહેરની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ મોટા માર્જિનથી હાર ચાખવી પડી હતી. તેમના સિવાય ખંભાળિયા બેઠક પરથી લડેલા AAPના મુખ્યમંત્રી ઉમેદવાર ઈસુદાન ગઢવી અને વરાછા બેઠક પરથી લડેલા અલ્પેશ કથીરિયા પણ ચૂંટણી હારી ગયા હતા. 

    ગુજરાત ચૂંટણીમાં કારમી હાર બાદ ગોપાલ ઇટાલિયાની જગ્યાએ પ્રદેશ પ્રમુખ હારેલા મુખ્યમંત્રી ઉમેદવાર ઈસુદાન ગઢવીને આપવામાં આવ્યું હતું જ્યારે ગોપાલને મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી આપવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં