Sunday, September 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'બોગીને બહારથી બંધ કરીને આગ લગાડવી અને પથ્થર મારવા એ સામાન્ય ગુનો...

    ‘બોગીને બહારથી બંધ કરીને આગ લગાડવી અને પથ્થર મારવા એ સામાન્ય ગુનો નથી’: ગોધરા હિંદુ હત્યાકાંડના ગુનેગારોએ માંગ્યા હતા જામીન, સરકારે કર્યો વિરોધ

    સુનાવણીમાં સરકાર પક્ષેથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતાં સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું કે, ગોધરા હત્યાકાંડના ગુનેગારોએ જામીન ન આપવાં જોઈએ, કારણકે તે ‘માત્ર પથ્થરમારાનો કેસ નથી.

    - Advertisement -

    વર્ષ 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S-6ને બહારથી બંધ કરીને ટ્રેનમાં આગ લગાડી હિંદુ કારસેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ગોધરા હત્યાકાંડના ગુનેગારોએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને દલીલ આપી હતી કે તેઓ માત્ર પથ્થર મારવાના ગુનામાં સજા ભોગવી રહ્યા છે. જેની પર આજે (30 જાન્યુઆરી 2023) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 

    કુલ 27 ગુનેગારોએ કરેલી આ જમીન અરજીનો સરકારે વિરોધ કર્યો છે. સરકાર વતી SG તુષાર શર્માએ સર્વોચ્ચ ન્યાયાલયમાં દલીલ આપી હતી કે, આ ઘટના માત્ર પથ્થરમારો ન હતી. 

    સોમવારે (30 જાન્યુઆરી 2023) આ અરજીઓ પર થયેલી સુનાવણીમાં સરકાર પક્ષેથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતાં સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું કે, ગોધરા હત્યાકાંડના ગુનેગારોએ જામીન ન આપવાં જોઈએ, કારણકે તે ‘માત્ર પથ્થરમારાનો કેસ નથી.

    - Advertisement -

    તેમણે ગુનેગારોની ભૂમિકા વર્ણવતાં કહ્યું કે, દોષિતોએ બોગીને તાળું મારી દીધું અને બહારથી સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી અને પછી તેના પર પથ્થરમારો કર્યો જેના કારણે ટ્રેનમાં સવાર કારસેવકોનાં મોત થયાં હતાં.

    ‘આ માત્ર પથ્થરમારાનો કેસ ન હોય શકે: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    સોલિસિટર જનરલે આગળ કહ્યું કે, ગુનેગારો કહી રહ્યા છે કે આ કેસમાં તેમની ભૂમિકા માત્ર પથ્થરમારા સુધી સીમિત હતી, પરંતુ ટ્રેનની બોગીને બહારથી લોક કરીને તેમાં આગ લગાવવી અને ત્યારબાદ પત્થરમારો કરવો, તે કોઈ માત્ર પથ્થરમારાનો ગુનો ન હોય શકે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. આ બેન્ચનું નેતૃત્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ કરી રહ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, 15મી ડિસેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા ફારૂક ભાણાને જામીન આપ્યા હતા. CJI ડીવાય ચંદ્રચુડે આ આદેશ આપનારી બેંચનું નેતૃત્વ કર્યું હતું.

    આ ચુકાદો જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે માન્યું કે દોષિતને 17 વર્ષની સજા થઈ છે. કોર્ટે ચુકાદામાં એ પણ ટાંક્યું હતું કે ગોધરા સ્ટેશન પર ટ્રેન સળગાવાઈ તે સમયે ફારૂક પથ્થરમારો કરવામાં સામેલ હતો.  ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે આનો સખત વિરોધ કર્યો અને કહ્યું હતું કે, ફારૂક ભાણા સહિતના ગુનેગારોએ જઘન્ય અપરાધ કર્યો હતો.

    આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે 2002 માં ગોધરા ટ્રેન હત્યાકાંડનું કાવતરું ઘડનારા દોષી અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદનાં જ મંજૂર કરેલ જામીન લંબાવી દીધા હતા. આજીવન કેદની સજા પામેલા માજિદને 31 માર્ચ સુધી જામીન આપવામાં આવ્યા હતા. જમીન અરજીમાં તેણે કેન્સરથી પીડિત તેની પત્ની અને તેમના બાળકો વિશેષ રૂપે અક્ષમ હોવાનું કારણ આપ્યું હતું, જેને માન્ય રાખીને કોર્ટે નિર્ણય આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં