મામલો દિલ્હીથી મુરાદાબાદ આવી રહેલી રોડવેઝ બસનો છે જ્યા બસમાં મુસાફરી દરમિયાન મૌલાના દ્વારા યુવતીની છેડતી કરાઈ હતી. યુવતીએ મૌલાનાની હરકતોને ઘણી વખત અવગણી હતી પરંતુ તેણે તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. આનાથી ગુસ્સે થઈને યુવતીએ બસ રોકાવી અને મૌલાનાને ઝોયા નગરમાં ઉતારી દીધો અને ચપ્પલ વડે માર માર્યો હતો. થોડી જ વારમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ પછી, છોકરીએ માફી મંગાવી તેને છોડી દીધો હતો. આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી.
અમર ઉજાલાના જણાવ્યા પ્રમાણે ગુરુવારે એક મૌલાના દ્વારા દિલ્હીથી મુરાદાબાદ આવી રહેલી રોડવેઝ બસમાં મુસાફરી કરી રહેલી યુવતીની વારંવાર છેડતી કરાઈ રહી હતી. યુવતી ઘણા સમયથી તેને સહન કરતી હતી. બસ શહેરમાં પહોંચી ત્યા સુધીમાં યુવતીથી વધારે પજવણી સહન ન થઈ શકી ત્યારે તેણે મૌલાનાનો કોલર પકડીને તેને બસમાંથી નીચે ઉતાર્યો અને ચપ્પલ વડે માર માર્યો હતો. મૌલાના દ્વારા યુવતિના પગ પકડીને માફી માગવામાં આવતા તેને છોડી દીધો હતો. બાદમાં યુવતી પણ બીજી બસમાં બેસીને મુરાદાબાદ તરફ જતી રહી. આ કેસની માહિતી પોલીસને આપાઈ નહોતી. ઈન્સ્પેક્ટર પીકે ચૌહાણે આ બાબતની જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો.
આ પહેલા પણ મૌલાનાઓ દ્વારા મહિલાઓની પજવણી થતી રહી છે
આ પહેલા પણ ઘણા મૌલાનાઓના નામ આવા કૃત્યોમાં આવતા રહ્યા છે. આ પહેલા મુસ્લિમ મહિલાઓના કપડા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર અને પોતાની તકરીરોમાં મહિલાઓને વાસના સંતોષવાનું સાધન ગણાવતા બળાત્કારી મૌલાના જરજીસને વારાણસીની કોર્ટે 10 વર્ષની સખત કેદ ફટકારી હતી. આ સાથે મૌલાના પર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો.
મૌલાના જરજીસને કોર્ટે લગ્નના બહાને એક મહિલા પર બળાત્કાર ગુજારવા બદલ સજા સંભળવી હતી. મૌલાનાને બુધવારે (21 સપ્ટેમ્બર 2022) વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. તેના પર મહિલા પર બળાત્કાર કરવાનો અને પછી તેનો વીડિયો બનાવીને તેને ધમકી આપવાનો આરોપ હતો.
આ પહેલા દિલ્હીની મૌજપુર સ્થિત મસ્જીદમાં 10 વર્ષની બાળકીને જોઈ મૌલાના મોહમ્મદ અરમાનની અંદરનો હેવાન જાગ્યો હતો તેને બાળકીને શારીરિક અડપલા કર્યા હતા ત્યારબાદ તેની POCSO અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.