Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકંગાળ અને દેવાદાર ગયેલા પાકિસ્તાન પાસે કોઈ રસ્તો ન રહ્યો: દેવું ચૂકવવા...

  કંગાળ અને દેવાદાર ગયેલા પાકિસ્તાન પાસે કોઈ રસ્તો ન રહ્યો: દેવું ચૂકવવા ગિલગિટ-બાલ્ટીસ્તાન ચીનને લીઝ પર આપશે

  દેવાના ડુંગર નીચે દબાઈ ગયેલું પાકિસ્તાન હવે તેના ગેરકાયદેસર કબ્જા હેઠળના ગિલગીટ અને બાલ્ટીસ્તાનને ચીનને ગીરવે મુકીને નાણા ઉભા કરવાનું મન બનાવી રહ્યું છે.

  - Advertisement -

  આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાનની હાલત પણ શ્રીલંકા જેવી જ થતી જઈ રહી છે. દેશનાં માથે દેવું વધી રહ્યું છે અને ત્યાંની સરકાર પણ આ સમસ્યાઓનો ઉકેલ લાવી શકવા સક્ષમ નથી. હવે સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાન દેવું ચૂકવવા માટે તેણે અનધિકૃત રીતે કબજે કરી લીધેલાં ગિલગિટ-બાલ્ટીસ્તાન અમુક સમય માટે ચીનને આપી શકે છે. 

  એક રિપોર્ટ અનુસાર, કારાકોરમ નેશનલ મુવમેન્ટના અધ્યક્ષ મુમતાઝ નાગરીએ પણ આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન આવું પગલું લઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ગિલગિટ-બાલ્ટીસ્તાન ભવિષ્યમાં યુદ્ધનું મેદાન બની શકે છે. કાશ્મીરનો ઉત્તરનો ભાગ ચીનની સરહદ પાસે સ્થિત છે. જેથી તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આ ભાગ પાકિસ્તાન ચીનને આપી શકે છે. 

  અનધિકૃત રીતે કબજે લઇ લીધેલા ગિલગિટ અને બાલ્ટીસ્તાન ચીનને આપવાથી પાકિસ્તાનને મોટી રકમ મળી શકે છે, જેનાથી તેમને આર્થિક સંકટ સામે લડવામાં મદદ મળશે પરંતુ બીજી તરફ આ નિર્ણયથી અમેરિકા નારાજ થઇ શકે છે અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ 3 બિલિયન ડોલરની મદદ કરવાનો ઇનકાર કરી શકે છે. એટલું જ નહીં, પાકિસ્તાનના આ નિર્ણયથી વર્લ્ડ બેન્ક અને અન્ય વૈશ્વિક એજન્સીઓ પણ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી શકે છે.

  - Advertisement -

  બીજી તરફ, જો પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટીસ્તાન ચીનને આપે તો તેણે સ્થાનિકોના વિરોધનો સામનો પણ કરવો પડી શકે છે, કારણ કે અહીંની વસ્તી પહેલેથી જ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટના કારણે નારાજ છે. તેમજ આ ક્ષેત્રની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ છે.

  પાકિસ્તાની મીડિયા અનુસાર, ગિલગિટ-બાલ્ટીસ્તાન વિસ્તારમાં સતત વસ્તી ઘટી રહી છે અને લોકો પરિવાર સાથે અન્યત્ર સ્થળાંતરણ કરી રહ્યા છે. અન્ય એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં થતી કુલ આત્મહત્યાના નવ ટકા કેસો માત્ર આ વિસ્તારમાંથી નોંધાય છે. બીજી તરફ, આ વિસ્તારને આખા દિવસમાં માત્ર 2 જ કલાક વીજળી આપવામાં આવે છે. ઉપરાંત, ખાવા-પીવાની ચીજવસ્તુઓની પણ ભારે તંગી જોવા મળે છે. 

  અલ-અરેબિયાના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા આ ક્ષેત્ર ચીનના હાથમાં જવા દેવાના પક્ષમાં નથી, કારણ કે તેઓ દક્ષિણ એશિયામાં ચીનના થઇ રહેલા વિસ્તારવાદને રોકવા માંગે છે. તેમજ અમેરિકા આ વિસ્તારમાં પોતાની આઉટપોસ્ટ સ્થાપવા પણ કવાયદ હાથ ધરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

  ઉલ્લેખનીય છે કે આ જ મહિને અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના નેતા અને રોડ આઇલેન્ડ માટે અમેરિકી કોંગ્રેસના ઉમેદવાર બૉબ લેન્સિયાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પરત ખેંચવાના અમેરિકાના નિર્ણય મામલે ટિપ્પણી કરતા કહ્યું છે હતું કે જો અમેરિકાએ ભારત સાથે ભાગીદારીમાં રહીને આ મામલે કામ કર્યું હોત તો કદાચ પરિસ્થિતિ વધુ સારી થઇ શકી હોત. તેમણે એમ પણ કહ્યું કે, જો બલૂચિસ્તાન સ્વતંત્ર હોત અને ગિલગિટ અને બાલ્ટિસ્તાન ભારત પાસે હોત તો અમેરિકાને ઘણો ફાયદો થયો હોત.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં