Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાનમાં લિથિયમનો ભંડાર મળ્યો હોવાના દાવા પાયાવિહોણા: જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આપ્યું...

    રાજસ્થાનમાં લિથિયમનો ભંડાર મળ્યો હોવાના દાવા પાયાવિહોણા: જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આપ્યું મહત્વનું નિવેદન, મંત્રીએ તો CM અશોક ગેહલોતને શ્રેય પણ આપી દીધો!

    રાજસ્થાનમાં લિથિયમનો મહાભંડાર મળી આવ્યાના અહેવાલોને એક તરફ જીએસઆઈ નકારી રહ્યું છે તો બીજી તરફ રાજ્યના માઈનિંગ મિનિસ્ટરે તો મુખ્યમંત્રીને ક્રેડિટ પણ આપી દીધી હતી. માઈનિંગ મિનિસ્ટર પ્રમોદ ભાયાએ જણાવ્યું હતું કે, “આ અમારું નસીબ છે કે અમારા રાજ્યમાં લિથિયમ મળી આવ્યું છે.

    - Advertisement -

    EV ઇન્ડસ્ટ્રી માટે લિથિયમનો ભંડાર કોઈ ખજાનાથી ઓછો નથી. EV કે લિથિયમ આયન બેટરીના ભવિષ્યને જોતાં દેશમાં લિથિયમની શોધ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળી ચૂક્યો છે. તો 8 મેના રોજ એવા સમાચાર હતા કે રાજસ્થાનમાં લિથિયમનો મહાભંડાર મળી આવ્યો છે. જોકે, આ અહેવાલને જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ રદિયો આપ્યો છે.

    GSIએ મંગળવારે (9 મે 2023) એવું નિવેદન આપ્યું હતું કે રાજસ્થાનમાં લિથિયમનો મહાભંડાર મળી આવ્યાના સમાચારો પાયાવિહોણા છે. GSIએ જણાવ્યું હતું કે, “રાજસ્થાનના નાગૌર જિલ્લાના ડેગાના વિસ્તારમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા લિથિયમના વિશાળ ભંડાર શોધવા અંગેના મીડિયા અહેવાલો સંપૂર્ણ પાયાવિહોણા અને ભ્રામક છે.”

    GSIએ કહ્યું કે વિવિધ અખબારોમાં રાજસ્થાનમાં લિથિયમનો મહાભંડાર મળી આવ્યા હોવાના અહેવાલો છપાયા હતા પરંતુ અમારા (GSI) પ્રાદેશિક અથવા કેન્દ્રીય હેડક્વાર્ટર તરફથી આવી કોઈ માહિતી પ્રદાન કરવામાં નથી આવી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, વિવિધ અહેવાલોમાં એવું જણાવવામાં આવ્યું હતું કે રાજસ્થાનના નાગૌર જિલ્લાની ડેગાના મ્યુનિસિપાલિટીમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે આ ભંડારથી ભારતની 80% જેટલી લિથિયમની માંગ સંતોષી શકાશે.

    રાજસ્થાનમાં તો મુખ્યમંત્રી ગેહલોતને ક્રેડિટ પણ અપાઈ ગઈ!

    ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં લિથિયમનો મહાભંડાર મળી આવ્યાના અહેવાલોને એક તરફ જીએસઆઈ નકારી રહ્યું છે તો બીજી તરફ રાજ્યના માઈનિંગ મિનિસ્ટરે તો મુખ્યમંત્રીને ક્રેડિટ પણ આપી દીધી હતી. માઈનિંગ મિનિસ્ટર પ્રમોદ ભાયાએ જણાવ્યું હતું કે, “આ અમારું નસીબ છે કે અમારા રાજ્યમાં લિથિયમ મળી આવ્યું છે. આ વખતે મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં વધુમાં વધુ સર્વે હાથ ધરવા પર ફોકસ કર્યું હતું. નાગૌરમાં મળેલો લિથિયમનો ભંડાર જમ્મુ-કાશ્મીર કરતાં પણ મોટો છે.”

    જમ્મુ-કાશ્મીરમાં મળી આવ્યો છે લિથિયમનો મોટો ભંડાર

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાંથી લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો હતો. કાશ્મીરના રિયાસી જિલ્લામાં મળી આવેલો આ જથ્થો 5.9 મિલિયન ટન હોવાનું કહેવાય છે. લિથિયમ નરમ અને ચળકતી સફેદ ધાતુ છે જેનો ઉપયોગ મોબાઈલ, લેપટોપ, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય ચાર્જેબલ બેટરીઓ બનાવવા માટે થાય છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં તેની ઉચ્ચ માંગને કારણે ધાતુને ‘સફેદ સોનું’ પણ કહેવાય છે.

    ભારત ચીનથી 53.76 ટકા લિથિયમ આયાત કરે છે

    હાલ દુનિયામાં સૌથી વધુ લિથિયમ રિઝર્વ બોલિવિયા (21 મિલિયન ટન) પાસે છે. ત્યારબાદ આર્જેન્ટિના, ચીલી અને અમેરિકાનો ક્રમ આવે છે. ચીન પાસે 5.1 મિલિયન ટન લિથિયમનો ભંડાર છે તેમ છતાં તે ગ્લોબલ માર્કેટમાં નોંધનીય સ્થાન ધરાવે છે. ભારત તેની જરૂરિયાતનું 53.76 ટકા લિથિયમ ચીનથી આયાત કરે છે એટલે દેશમાં લિથિયમની શોધ પર વધુ ભાર મૂકવામાં આવે છે જેથી અન્ય દેશો પર નિર્ભર ન રહેવું પડે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં