સની દેઓલ સ્ટારર ફિલ્મ ગદર-2 અને અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની OMG-2 શુક્રવારે થિયેટરમાં એકસાથે રિલીઝ થઈ હતી. આ ફિલ્મના રિલીઝ થવા પહેલાં જ લાખો ટિકિટ ઓનલાઈન વેચાઈ ગઈ હતી. ગદર-2 અને OMG-2નું પહેલા દિવસનું બોક્સઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે. બંને ફિલ્મ વચ્ચે કમાણીમાં ઘણું અંતર જોવા મળી રહ્યું છે.
ગદર-2 અને OMG-2 બંને સીક્વલ ફિલ્મો હતી. ગદર-2ની સિક્વલ 22 વર્ષ બાદ રિલીઝ થઇ છે, જ્યારે OMG-2ની સિક્વલ 11 વર્ષ બાદ આવી છે. ગદર-2ના ટ્રેલર પર લોકોની પ્રતિક્રિયાઓ અને એડવાન્સ બુકિંગની શરૂઆતથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે સની દેઓલની ફિલ્મ બોક્સઑફિસ પર ધૂમ મચાવશે. જ્યારે OMG-2 સેન્સર બોર્ડના વિવાદોમાં ઘેરાયેલી હતી. ફિલ્મ રિલીઝ થવાના સમયે ગદર-2નો ક્રેઝ જોઈને લાગતું હતું કે OMG-2 તેની સરખામણીએ બોક્સ-ઑફિસ પર ચાલી શકશે નહીં.
બોક્સઑફિસ ટ્રેકર અનુસાર, સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર-2એ પહેલા દિવસે જ 40 કરોડની બમ્પર કમાણી કરી છે. જ્યારે અક્ષયકુમાર અને પંકજ ત્રિપાઠીની OMG-2એ માત્ર 10.26 કરોડની કમાણી કરી છે. આંકડા દ્વારા સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલા દિવસે ગદર-2એ OMG-2ને પછાડી દીધી છે. જો રિવ્યૂની વાત કરવામાં આવે તો સમીક્ષકો દ્વારા OMG-2 ને ગદર-2 કરતાં સારા રિવ્યૂ આપવામાં આવ્યા હતા. ગદર-2ની રિલીઝ પહેલાં જ લોકોમાં તેનો જબરો ક્રેઝ દેખાઈ રહ્યો હતો જ્યારે OMG-2 ફિલ્મ સેન્સર બોર્ડના વિવાદોમાં ઘેરાયેલી રહી હતી.
#SunnyDeol unleashes his power… All pre-release calculations / estimations go for a toss… #Gadar2 RUNS RIOT at the #BO, is SENSATIONAL on Day 1… FLYING START all over… SECOND HIGHEST OPENER OF 2023… Fri ₹ 40.10 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) August 12, 2023
Mass sectors and single screens are on a… pic.twitter.com/XGYWlDk0T9
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ-2 (OMG-2) અનેક વિવાદોમાં ઘેરાયેલી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને તેને ‘A’ પ્રમાણપત્ર આપ્યું હતું. આ પ્રમાણપત્ર 27 જેટલાં સીન્સમાં બદલાવ બાદ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેન્સર બોર્ડ દ્વારા અનેક સીન્સમાં કાપકૂપ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
જોકે, આ બંને ફિલ્મો કરતાં પણ અન્ય એક ફિલ્મે ભરપૂર સફળતા પ્રાપ્ત કરી છે. આ ફિલ્મ છે, તમિલમાં રિલીઝ થયેલી ‘જેલર.’ કારણ એ છે કે તેમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત છે. ફિલ્મે પહેલા જ દિવસે દુનિયાભરમાં 95 કરોડની કમાણી કરીને ઇતિહાસ રચી દીધો હતો. બીજા દિવસે તેણે 56 કરોડની કમાણી કરી હતી. કુલ 152 કરોડનો કારોબાર કરી લીધો છે. શનિવારે તે 200 કરોડ પાર કરી જશે તેમ લાગે છે.