Monday, September 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહસ્તમૈથુન, અપ્રાકૃતિક સેક્સ, લિંગ, આલ્કોહોલ, નગ્નતા: અક્ષય કુમારની OMG-2ને સેન્સર બોર્ડ તરફથી...

    હસ્તમૈથુન, અપ્રાકૃતિક સેક્સ, લિંગ, આલ્કોહોલ, નગ્નતા: અક્ષય કુમારની OMG-2ને સેન્સર બોર્ડ તરફથી ‘A’ પ્રમાણપત્ર મળ્યું, 27 મોટા ફેરફારો બાદ રિલીઝ માટે લીલી ઝંડી

    'સ્ત્રી કી યોની હવન કુંડ હૈ' જેવા સંવાદોને પણ દૂર કરવામાં આવ્યા છે. એક ડૉક્ટર દ્વારા કરવામાં આવતી હસ્તમૈથુનની વાતને પણ હટાવવામાં આવી છે. આ રીતે OMG-2 ફિલ્મમાં કુલ 27 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    અક્ષય કુમારની આવનારી ફિલ્મ ઓહ માય ગોડ-2 (OMG-2) અનેક વિવાદોથી ઘેરાયેલી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને તેને ‘A’ પ્રમાણપત્ર આપ્યું છે. આ પ્રમાણપત્ર 27 જેટલા દ્રશ્યોમાં બદલાવ બાદ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક સીન્સમાં કાપકૂપ પણ કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં અક્ષય કુમાર અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. OMG-2 ફિલ્મનું ટીઝર અને ગીતો રિલીઝ થઇ ચુક્યા છે. આ ફિલ્મમાં અનેક વિવાદાસ્પદ દ્રશ્યો હોવાથી સેન્સર બોર્ડે તેને દૂર કરવા જણાવ્યું હતું તેથી તેનું ટ્રેલર રિલીઝ થયું નહતું. હવે જયારે અનેક દ્રશ્યો બદલાવવામાં આવ્યા છે ત્યારે ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.

    સાભાર ऑपइंडीया

    અક્ષય કુમારે આજે(2 ઓગષ્ટ,2023) તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરી OMG-2 ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની જાણકારી આપી હતી. નોંધનીય છે કે આ વિડીયોમાં અક્ષય કુમાર કહે છે કે, ‘રખ વિશ્વાસ, તું હૈ શિવ કા દાસ’. વિડીયોમાં અક્ષય તાંડવ કરતાં નજરે પડી રહ્યા છે. અક્ષય કુમારની OMG-2 ફિલ્મને સેન્સર બોર્ડે A પ્રમાણપત્ર આપ્યું હોવાથી આ ફિલ્મ 11ઓગષ્ટે રિલીઝ થવાની છે. જેનું એડવાન્સ બુકીંગ શરુ થઇ ચૂક્યું છે.

    - Advertisement -

    27 ફેરફારો કરાયા

    ફિલ્મમાં કરવામાં આવેલા ફેરફારોની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ વહેતી થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા અક્ષય કુમાર ફિલ્મમાં ભગવાન શિવ બન્યા હતા. હવે તેમના પાત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેઓ હવે ભગવાન શંકરના એક દૂત અને શિવભક્ત તરીકે જોવા મળશે. જેમાં ‘નંદી મેરે ભક્ત… જો આજ્ઞા મેરે પ્રભુ’ સંવાદ ઉમેરવામાં આવ્યો છે. આ સાથે શિવજીના દૂતના નશામાં હોવાના દ્રશ્યોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

    આ સિવાય નાગા સાધુઓના સીનને પણ દૂર કરાયા છે. તેમની જગ્યાએ સાધુઓને દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, એક જાહેરાતના બોર્ડ પરથી નિરોધની જાહેરાતને પણ હટાવવામાં આવી છે. ફિલ્મમાં બોલાયેલા “શિવજીના લિંગ” શબ્દને શિવલિંગ કે શિવરૂપી શબ્દ સાથે બદલવામાં આવ્યા છે.

    ફિલ્માં મહિલાઓને લઈને કરવામાં આવેલી ઘોષણાના સંવાદ ‘भगवान को भक्ति महिलाएँ नहीं देख सकतीं’ થી બદલીને ‘ओ लाल शर्ट वाले भईया… बाबा का ध्यान करते रहें’ કરવાનો નોર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં જ્યાં પણ ‘સવોદય’ લખેલું છે તેને પણ બદલવાનું કહેવામાં આવ્યું છે. પ્રસાદના રૂપમાં ‘આલ્કોહોલ…વ્હિસ્કી, રમ’ ચઢાવવાની બાબતને ‘ત્યાં મદિરા ચઢે છે’ કરવામાં આવ્યું છે.

    ફિલ્મમાં કરવામાં આવેલા 27 મોટા ફેરફારોની યાદી

    ફિલ્મમાં ગણિકાઓ (સેક્સ વર્કર્સ) દ્વારા અપ્રાકૃતિક સેક્સ દર્શાવતી કલાકૃતિઓ સામે કરવામાં આવેલા પ્રશ્નને પણ બદલવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. ‘સ્ત્રી કી યોની હવન કુંડ હૈ’ જેવા સંવાદોને પણ દૂર કરવામાં આવ્યા છે. એક ડૉક્ટર દ્વારા કરવામાં આવતી હસ્તમૈથુનની વાતને પણ હટાવવામાં આવી છે.

    ફિલ્મમાં હસ્તમૈથુન કરતા છોકરાના દ્રશ્યને પણ બદલવામાં આવ્યું છે. કોર્ટમાં જજને સેલ્ફી લેતા બતાવવા અને હરામ શબ્દના બદલે પાપ શબ્દ વાપરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. આ રીતે OMG-2 ફિલ્મમાં કુલ 27 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં