Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાનનું મોત? પાકિસ્તાની સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી "લાશનો...

    પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાનનું મોત? પાકિસ્તાની સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી “લાશનો ફોટો” કોનો? પૂર્વ પીએમને ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર કર્યા બાદ રિમાન્ડ/કસ્ટડી અપાઈ

    પાકિસ્તાનમાં ઈમરાન ખાનનું મોત નીપજ્યું હોવાના સંદર્ભમાં 2 ફોટા વાયરલ થઈ રહ્યાં હતા. એકમાં ઈમરાન સુતેલા જોવા મળી રહ્યાં છે, અને તેમની ગરદન પાસે તકિયા કે પછી સ્પંજ જેવો કોઈ સપોર્ટ આપવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઈમરાન ખાનની કોર્ટમાંથી ઢસડીને ધરપકડ (Imran Khan Arrested) કરવામાં આવી, જે બાદ “શાંતિપૂર્ણ” મઝહબ ઈસ્લામના નામે બનેલા દેશમાં ઠેકઠેકાણે હિંસાની આગ ભભૂકી ઉઠી. સેના અને પોલીસ પર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે, તેમના નિવાસસ્થાન અને સરકારી સંસ્થાઓને ભડકે બાળવામાં આવી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું મોત (death of Imran Khan) નીપજ્યું હોવાની હોવાની એક ખબર સાથે એક ફોટો વાયરલ થઈ ગયો.

    ઈમરાન ખાનના મોત સંબંધિત વાયરલ ફોટો (સાભાર ऑपइंडिया)

    ભારતના કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલોએ પણ પાકિસ્તાનમાં ઈમરાન ખાનનું મોત નીપજ્યું હોવાની પોસ્ટ સાથે એક ફોટો શેર કર્યો છે. જોકે પાકિસ્તાનમાં ચાલી રહેલા ધમાસાણના કારણે ત્યાં ઈન્ટરનેટ સીમિત કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ઈમરાન ખાનના મોતના સમાચારને 9 મે 2023ની મોડી રાત સુધી ક્રોસ ચેક નહતા કરી શકાયા.

    પાકિસ્તાનમાં ઈમરાન ખાનનું મોત નીપજ્યું હોવાના સંદર્ભમાં 2 ફોટા વાયરલ થઈ રહ્યાં હતા. એકમાં ઈમરાન સુતેલા જોવા મળી રહ્યાં છે, અને તેમની ગરદન પાસે તકિયા કે પછી સ્પંજ જેવો કોઈ સપોર્ટ આપવામાં આવ્યો છે. બીજા ફોટામાં ઈમરાન ખાનને કેટલાક લોકો ટીંગાટોળી કરીને લઈ જતા જોવા મળી રહ્યાં છે. આ બંને ફોટોની સાથે ઈમરાન ખાનની મોત વિશે કહેવામાં આવ્યું છે.

    - Advertisement -

    ઈમરાન ખાન જીવિત કે મૃત?

    ખબરની પુષ્ટિ માટે અમે આજે (10 મે 2023) પાકિસ્તાની ન્યુઝ વેબસાઈટો ખંગાળવાનું શરુ કર્યું. સવાર સવારમાં તો કશી જાણકારી ન મળી, પરંતુ બપોર પછી એક ફોટા સાથે ખબર સામે આવી, જેમાં ઈમરાન ખાનથી સંબંધિત અલ-કાદિર ટ્રસ્ટના કેસની સુનાવણી એક કોર્ટમાં કરવામાં આવી. આ સમાચારમાં જે ફોટો છે તેમાં ઈમરાન એક ખુરશી પર બેઠેલા છે, અને સાઈડમાંથી તેમનો ચહેરો દેખાઈ રહ્યો છે.

    આ ખબર સાચી છે, અને તેને પાકિસ્તાનની પ્રતિષ્ઠિત ચેનલો પર પણ ચલાવવામાં આવી છે. જેનો અર્થ તે છે કે ઈમરાન ખાન જીવિત છે. પરંતુ કઈ પરિસ્થિતિમાં છે? બ્લુટીકધારી એક ટ્વિટર યુઝરે તેની જાણકારી આપી છે. આ બ્લુટીકધારી યુઝરનું હેન્ડલ @Gene5AK છે. અને તેના મુજબ ઈમરાન ખાન જીવિત તો છે, પરંતુ તેમને છેલ્લા 24 કલાકથી કુદરતી હાજતે નથી જવા દેવામાં આવ્યાં.

    ટ્વિટર યુઝર @Gene5AKની વાતને હવામાં ઉડાવવાની જરૂર નથી. આ યુઝરે પોતાનું નામ તો જાહેર નથી કર્યું, પરંતુ માહિતી પાક્કી આપી છે. કારણકે આજે કોર્ટમાં ઈમરાન ખાને પોતે જ કહ્યું કે:

    “હું છેલ્લા 24 કલાકથી વોશરૂમ નથી ગયો. શું કોઈ મારા ડૉક્ટર ફૈઝલને બોલાવી શકે છે? હું મકસૂદ ચપરાસીની જેમ નથી મરવા માંગતો, તે ધીમી મોત આપવા માટે ઈન્જેકશન લગાવે છે.”

    પાકિસ્તાનમાં ઈમરાન ખાનનું મોત વાળો ફોટો ડીલીટ

    જે ટ્વિટર યુઝર બિન અફજલે ( @bin_afzal_ ) પાકિસ્તાનમાં ઈમરાન ખાનના મોતના સબંધમાં ફોટો અપલોડ કર્યો હતો, તેણે પણ પોતાની પોસ્ટ ડીલીટ કરી દીધી છે.

    અને એ જ સેમ-ટુ-સેમ ફોટો ચઢાવીને તેણે લખ્યું કે, આ ફોટો ત્યારનો છે, જયારે ઈમરાન ખાન સ્ટેજ પરથી ગબડી પડ્યા હતા.

    પૂર્વ પીએમને 8 દિવસની રિમાન્ડ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં

    આ બધા વચ્ચે તાજી મળતી માહિતી મુજબ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને કોર્ટે અલ-કાદિર ટ્રસ્ટના કેસની સુનવણી બાદ 8 દિવસની રિમાન્ડ/કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. આ પહેલા NABએ 14 દિવસની કસ્ટડી માંગી હતી. ત્યારે 8 દિવસની કસ્ટડી મળતા હવે NAB ઈમરાન ખાનની પૂછપરછ કરશે. તો બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીની પણ ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં