Saturday, May 4, 2024
More
    હોમપેજરાજકારણ'India, That is Bharat- આ બંધારણમાં પણ લખ્યું છે': 'ભારત'નો વિરોધ કરી...

    ‘India, That is Bharat- આ બંધારણમાં પણ લખ્યું છે’: ‘ભારત’નો વિરોધ કરી રહેલા વિપક્ષી દળોને વિદેશ મંત્રી એસ જયશંકરનો જવાબ

    રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે G20 સમિટ ડિનર માટે આમંત્રણ મોકલ્યું હતું. તેમાં 'પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયા'ની જગ્યાએ 'પ્રેસિડેન્ટ ઑફ ભારત' લખવામાં આવ્યું હતું. આના પર જ વિપક્ષી દળોએ હોબાળો મચાવ્યો અને ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ પર વાંધો ઉઠાવવા લાગ્યા હતા.

    - Advertisement -

    કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર બાદ હવે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ G20 આમંત્રણ પત્રમાં દેશનું નામ ‘ભારત’ લખવા અંગે વિપક્ષી દળોની ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે બંધારણમાં ‘ઇન્ડિયા ધેટ ઈઝ ભારત’નો ઉલ્લેખ છે. તેમણે આ વાત ANIને આપેલ ઇન્ટરવ્યૂમાં કરી હતી.

    તેમણે કહ્યું કે ‘ભારત’ શબ્દના અર્થની ઝલક બંધારણમાં પણ જોવા મળે છે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરે G20 સમિટ ડિનર માટે આમંત્રણ મોકલ્યું હતું. તેમાં ‘પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયા’ની જગ્યાએ ‘પ્રેસિડેન્ટ ઑફ ભારત’ લખવામાં આવ્યું હતું. આના પર જ વિપક્ષી દળોએ હોબાળો મચાવ્યો અને ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ પર વાંધો ઉઠાવવા લાગ્યા.

    એસ જયશંકરે વિપક્ષી દળો પર પ્રહાર કરતાં કહ્યું કે,”ઇન્ડિયા, ધેટ ઈઝ ભારત, તે બંધારણમાં છે. હું દરેકને તે વાંચવા માટે આમંત્રિત કરીશ.” વિદેશ મંત્રીને જ્યારે વિપક્ષી દળોની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું કે શું સરકાર G20 શિખર સંમેલનની સાથે ઇન્ડિયાને ભારતના રૂપમાં પ્રસ્થાપિત કરવા જઈ રહી છે, તો તેમણે કહ્યું કે, “તેમણે કહ્યું કે, જ્યારે તમે ‘ભારત’ શબ્દના સંદર્ભમાં વાત કરો ત્યારે તેને સમજવા માટે એક જ અર્થ હોય છે અને તે તેની સાથે જ આવે છે. એ જ આપણા બંધારણમાં પણ પ્રતિબિંબિત થાય છે.”

    - Advertisement -

    એક તરફ વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે સરકાર આ શબ્દને લઈને ‘ડ્રામા’ કરી રહી છે કારણ કે તેમણે સાથે મળીને પોતાના જૂથને ઇન્ડિયા (I.N.D.I.A) કહ્યું છે. તો બીજી તરફ બીજેપી નેતાઓએ સરકારના આ પગલાનું પુરજોર સમર્થન કર્યું છે.

    કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પણ વિપક્ષી દળોને વળતો સવાલ કર્યો હતો કે દેશના રાષ્ટ્રપતિ ભારતના જ રાષ્ટ્રપતિ હોય છે તો ભારત લખવામાં વાંધો શું છે? તેમણે કહ્યું કે “હું ભારત સરકારમાં મંત્રી છું. તેમાં નવું કઈ નથી. G20-2023 (પોસ્ટર,લોગો) પર ભારત અને ઇન્ડિયા બંને લખવામાં આવશે. તો પછી ભારત નામ પર આપત્તિ કેમ? ભારતથી કોઈને વાંધો કેમ છે? આનાથી તેમની માનસિકતાનો ખ્યાલ આવે છે કે તે દિલથી ઇન્ડિયા અથવા તો ભારત વિરુદ્ધ છે.”

    કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને X (અગાઉનું ટ્વિટર) પર રાષ્ટ્રપતિ તરફથી રાત્રિભોજનના આમંત્રણનો એક ફોટો પોસ્ટ કરી અને રાષ્ટ્રગાનની કેટલીક પંક્તિઓ લખી હતી. તેમણે લખ્યું કે, “આ ઘણા સમય પહેલાં થઈ જવું જોઈતું હતું. તેનાથી મનને ઘણો સંતોષ મળે છે. ‘ભારત’ આપણી ઓળખ છે. આપણને તેનો ગર્વ છે. રાષ્ટ્રપતિએ ‘ભારત’ને પ્રાથમિકતા આપી છે. કોલોનિયલ માનસિકતામાંથી બહાર આવવાનું આ સૌથી મોટું નિવેદન છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં