Wednesday, July 24, 2024
More
  હોમપેજક્રાઈમરાજસ્થાનમાં બીફ માર્કેટ મામલે સખત કાર્યવાહી: અલીમ, અસલમ, કામિલ, સદ્દામ, ખાલીદ અને...

  રાજસ્થાનમાં બીફ માર્કેટ મામલે સખત કાર્યવાહી: અલીમ, અસલમ, કામિલ, સદ્દામ, ખાલીદ અને અન્ય 22 પર નોંધાયો ગુનો- FIRના આધારે જાણો શું હતી સમગ્ર ઘટના

  આ કેસમાં પોલીસે રતિ ખાન, સાહુન, મોસમ, હારૂન, ઈબ્બાર, અલીમ, અસલમ, કામિલ, સદ્દામ, ખાલિદ, ફકરુ, મોર્મલ, ખલ્લી, રહીસ, સલીમ, મન્નન, ખાલિદ, કાસમ, હબ્બી, અસલમ, કય્યૂમ સહિત 22 લોકોને આરોપી બનાવ્યા છે.

  - Advertisement -

  રાજસ્થાન પોલીસે રવિવારે (18 ફેબ્રુઆરી 2024) એક આખી બીફ માર્કેટનો (ગૌમાંસનું બજાર) પર્દાફાશ કર્યો હતો જે ગાયોની કતલ કરીને ગૌમાંસ વેચતી હતી. બાતમીદારે પાસેથી મળેલી માહિતી અને દૈનિક ભાસ્કરના એક અહેવાલ પરથી પોલીસને જાણવા મળ્યું હતું કે હતું કે, રાજસ્થાનમાં આવેલા અલવરના ખૈરથલ-તિજારા જિલ્લાના કિશનગઢ બાસમાં ખુલ્લામાં ગાયોની કતલ કરવામાં આવી રહી છે અને તેનું માંસ વેચવામાં આવી રહ્યું છે. અહીં એક આખી બીફ માર્કેટ ચાલી રહી છે. આ પછી પોલીસે કાર્યવાહી કરી અને ઘણા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

  ઑપઇન્ડિયાએ આ મામલામાં નોંધાયેલી FIR મેળવી લીધી છે. આ FIR 19 ફેબ્રુઆરી 2024ના રોજ નોંધવામાં આવી હતી. રાજસ્થાન ગૌવંશ પશુ (કતલનો પ્રતિબંધ અને કામચલાઉ સ્થળાંતર અથવા નિકાસનું નિયમન) અધિનિયમ-1995ની કલમ 3, 4, 5, 8 અને 9 હેઠળ FIR નોંધવામાં આવી છે. ગૌહત્યા અને ગૌમાંસ વેચાણના કેસમાં 22 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

  ગૌમાંસના વેચાણ અને ગૌવંશની કતલ કરવાના કેસમાં તમામ આરોપીઓ મુસ્લિમ છે. આ કેસમાં પોલીસે રતિ ખાન, સાહુન, મોસમ, હારૂન, ઈબ્બાર, અલીમ, અસલમ, કામિલ, સદ્દામ, ખાલિદ, ફકરુ, મોર્મલ, ખલ્લી, રહીસ, સલીમ, મન્નન, ખાલિદ, કાસમ, હબ્બી, અસલમ, કય્યૂમ સહિત 22 લોકોને આરોપી બનાવ્યા છે. આ તમામ કિશનગઢ બાસ વિસ્તારના મિર્ઝાપુર અને બરસંગપુરના રહેવાસી છે.

  - Advertisement -

  FIR અનુસાર જાણો, શું હતી સમગ્ર ઘટના

  FIR અનુસાર, DSP દિનેશ કુમાર અને તેમની ટીમે 18 ફેબ્રુઆરીના રોજ ગેરકાયદે બીફ માર્કેટ અંગે દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. તેમની સાથે લગભગ 20 લોકોની ટીમ હતી. આ ટીમે મિર્ઝાપુર અને ગામ બરસંગપુર વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ ખાસ કરીને એવા લોકો પર નજર રાખી રહી હતી કે જેઓ અગાઉ ગૌહત્યા અને ગૌતસ્કરીમાં સંડોવાયેલા હતા.

  માહિતીના આધારે, રાજસ્થાન પોલીસની ટીમ સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ મિર્ઝાપુરના જંગલ વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં પોલીસે ચાર ગાયોને એક જગ્યાએ બાંધેલી જોઈ હતી. આ ગાયો પાસે લગભગ 18-19 લોકો ઉભા હતા. તેઓ આ ગાયોને કતલ કરવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસને જોતા જ તે બધા ગામડા તરફ ભાગી ગયા હતા. જેમાંથી કેટલાકની પોલીસે ઓળખ કરી લીધી છે.

  ત્યાં મળી આવેલી ગાયોની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ ગૌતસ્કરો દ્વારા બે ગાયોને ઉંડા ઘા કરવામાં આવ્યા હતા, જ્યારે બે ગાય સામાન્ય હાલતમાં મળી આવી હતી. થોડા અંતરે એક ગાય મૃત હાલતમાં મળી આવી હતી, જેની ચામડી કાઢી નાખવામાં આવી હતી. પોલીસે જીવતી મળી આવેલી ચાર ગાયોને ગૌશાળામાં મોકલી આપી છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે, અગાઉ કતલ કરવામાં આવેલી કેટલીક ગાયોના અવશેષો પણ ત્યાંથી મળી આવ્યા હતા.

  આ બધા તથ્યોને આધારે એ સ્પષ્ટ થાય છે કે, અહીં લાંબા સમયથી ગૌહત્યાનો ધંધો ચાલતો હતો. આ અંગેની માહિતી ઉચ્ચ અધિકારીઓને પણ આપવામાં આવી છે. પોલીસે આ મામલે સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી છે. FIRમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ગૌતસ્કરો સામે કેસ નોંધવામાં આવ્યો છે તેઓ અગાઉ પણ આ જ કામ કરતા હતા અને ભૂતકાળમાં પણ તેમની સામે કેસ નોંધાયેલા છે.

  આખી બીફ માર્કેટનો થયો હતો પર્દાફાશ

  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજસ્થાનમાં આવેલા અલવરમાં આખેઆખી બીફ માર્કેટ અંગેનો પર્દાફાશ થયો હતો. આ માર્કેટમાં દર મહિને લગભગ 600 ગાયોની કતલ કરવામાં આવી રહી હતી. લગભગ 50 ગામડાઓ સુધી એક વોટ્સએપ ગ્રુપ દ્વારા ગૌમાંસની હોમ ડિલિવરી કરવામાં આવી રહી હતી. લગભગ 300 જેટલી દુકાનોમાં પણ ગૌમાંસ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. આ મામલે રાજસ્થાનની ભાજપ સરકારે સખત કાર્યવાહી હાથ ધરી હતી. સરકારના આદેશ બાદ ગૌતસ્કરો સાથે મિલીભગત 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જ્યારે પોલીસ સ્ટેશનના આખા સ્ટાફને ફરજમુક્ત કરી દેવામાં આવ્યો હતો.

  દૈનિક ભાસ્કરે રવિવારે (18 ફેબ્રુઆરી 2024) અલવરના બાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા આ બીફ માર્કેટનો પર્દાફાશ કર્યો હતો. ઘટસ્ફોટમાં, એવા વિડીયો પ્રકાશમાં આવ્યા હતા જેમાં બિરસંગપુર નજીક રૂંધ ગીડવાડાની કોતરોમાં ગાયોને નિર્દયતાથી મારી નાખવામાં આવી રહી હતી અને ચામડી કાપવામાં આવી રહી હતી. માંસનો ઓર્ડર વોટ્સએપ પર ઓર્ડર આવતો હતો અને ઘરે સપ્લાય કરવામાં આવતો હતો. આ માર્કેટમાં સેંકડો ખરીદદારો પણ આવતા હતા. આ બીફ માર્કેટ લગભગ 10 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. કોંગ્રેસ સરકારના શાસન સમયથી આ માર્કેટ ચાલી રહી હતી.

  રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, બીફ માર્કેટની માહિતી હોવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી કરતી નહોતી. આ ખુલાસા બાદ ભજનલાલ સરકારે સંજ્ઞાન લીધું હતું. જયપુર રેન્જ IG ઉમેશ ચંદ્ર દત્તના નેતૃત્વમાં બાસ વિસ્તારની કોતરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ગૌહત્યા થતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે ગૌહત્યાની આ માહિતી સાચી ઠરી હતી. પોલીસને જોઈને કેટલાક ગૌતસ્કરો પોતાના વાહનો મુકીને ફરાર થઈ ગયા હતા. જ્યારે હવે રાજસ્થાનમાં ચાલી રહેલી આ બીફ માર્કેટ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં