Friday, April 19, 2024
More
  હોમપેજદેશકોંગ્રેસ શાસનકાળથી રાજસ્થાનમાં ચાલુ હતી ગૌમાંસની હોમ ડિલીવરી: ભાજપની સરકાર બનતા જ...

  કોંગ્રેસ શાસનકાળથી રાજસ્થાનમાં ચાલુ હતી ગૌમાંસની હોમ ડિલીવરી: ભાજપની સરકાર બનતા જ થઈ મોટી કાર્યવાહી, આખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફરજમુક્ત-4 સસ્પેન્ડ

  રાજસ્થાન સરકારના નિર્દેશો બાદ IGએ હેડ કોન્સ્ટેબલ રઘુવીરની સાથે ASI જ્ઞાનચંદ, બીટ કોન્સ્ટેબલ સ્વયં પ્રકાશ અને રવિકાંતને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સ્ટેશન ઈન્ચાર્જ દિનેશ મીણા સહિત બાસ પોલીસ સ્ટેશનના 38 કર્મચારીઓના આખા સ્ટાફને ફરજમુક્ત કરી દેવામાં આવ્યો છે.

  - Advertisement -

  રાજસ્થાનમાં કોંગ્રેસ શાસનથી ગૌમાંસનું વેચાણ કરવાનું આખું રેકેટ ચાલી રહ્યું હતું. રાજસ્થાનમાં આવેલા અલવરમાં આખેઆખી ગૌમાંસની માર્કેટ અંગેનો પર્દાફાશ થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ માર્કેટમાં દર મહિને લગભગ 600 ગાયોની કતલ કરવામાં આવી રહી હતી. લગભગ 50 ગામડાઓ સુધી એક વોટ્સએપ ગ્રુપ દ્વારા ગૌમાંસની હોમ ડિલિવરી કરવામાં આવી રહી હતી. લગભગ 300 જેટલી દુકાનોમાં પણ ગૌમાંસ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. જ્યારે હવે ભાજપ સરકાર આવતાની સાથે જ આ આખા બજાર વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિલીભગત બદલ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓએ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના આખા સ્ટાફને ફરજમુક્ત કરી દેવામાં આવ્યો છે.

  રાજસ્થાનમાં ભાજપની સરકાર આવ્યા બાદથી જ ગૌતસ્કરો સામે એક પછી એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજસ્થાનમાં ભાજપ સરકારે આ અંગે ચૂંટણી દરમિયાન વાયદો કર્યો હતો. જે હવે તે પૂર્ણ કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ પોલીસે અલવરના જંગલોમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી મોટી સંખ્યામાં ગૌતસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને બાકીના આખા સ્ટાફને ફરજમુક્ત કરી દેવામાં આવ્યો છે.

  શું હતી સમગ્ર ઘટના?

  બીફ માર્કેટનો ખુલાસો દૈનિક ભાસ્કરના પત્રકાર રાજકુમાર જૈન અને રાધેશ્યામ તિવારીએ પોતાના ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં ગૌમાંસની આખી માર્કેટ ચાલી રહી છે. રોજ 20 ગાયો કાપીને હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. તેમાં પોલીસ મિલીભગત હોવાની વાત પણ કહેવામાં આવી હતી. આ ખુલાસા બાદ જ્યારે પોલીસે દરોડા પાડ્યા તો કેટલાક ગૌતસ્કરો ફરાર થઈ ગયા હતા. તેમના વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે જ ઘટનાસ્થળ પરથી ઘણી ગાયોની ચામડી અને હાડકાઓ મળી આવ્યા હતા.

  - Advertisement -

  દૈનિક ભાસ્કરે રવિવારે (18 ફેબ્રુઆરી 2024) અલવરના બાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા આ બીફ માર્કેટનો પર્દાફાશ કર્યો હતો. ઘટસ્ફોટમાં, એવા વિડીયો પ્રકાશમાં આવ્યા હતા જેમાં બિરસંગપુર નજીક રૂંધ ગીડવાડાની કોતરોમાં ગાયોને નિર્દયતાથી મારી નાખવામાં આવી રહી હતી અને ચામડી કાપવામાં આવી રહી હતી. માંસનો ઓર્ડર વોટ્સએપ પર લેવામાં આવતો હતો અને ઘરે સપ્લાય કરવામાં આવતો હતો. આ માર્કેટમાં સેંકડો ખરીદદારો પણ આવતા હતા. આ બીફ માર્કેટ લગભગ 10 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. કોંગ્રેસ સરકારના શાસન સમયથી આ માર્કેટ ચાલી રહી હતી.

  રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, બીફ માર્કેટની માહિતી હોવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી કરતી નહોતી. આ ખુલાસા બાદ ભજનલાલ સરકારે સંજ્ઞાન લીધું હતું. જયપુર રેન્જ IG ઉમેશ ચંદ્ર દત્તના નેતૃત્વમાં બાસ વિસ્તારની કોતરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ગૌહત્યા થતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે ગૌહત્યાની આ માહિતી સાચી ઠરી હતી. પોલીસને જોઈને કેટલાક ગૌતસ્કરો પોતાના વાહનો મુકીને ફરાર થઈ ગયા હતા.

  ભાજપ સરકારે કરી સખત કાર્યવાહી

  રાજસ્થાન સરકારના નિર્દેશો બાદ IGએ હેડ કોન્સ્ટેબલ રઘુવીરની સાથે ASI જ્ઞાનચંદ, બીટ કોન્સ્ટેબલ સ્વયં પ્રકાશ અને રવિકાંતને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સ્ટેશન ઈન્ચાર્જ દિનેશ મીણા સહિત બાસ પોલીસ સ્ટેશનના 38 કર્મચારીઓના આખા સ્ટાફને ફરજમુક્ત કરી દેવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, અલવરના 60 કિલોમીટર વિસ્તારમાં ઘણી જગ્યાએ બીફ બિરયાની વેચાઈ રહી હતી. ગાયોના માંસ, હાડકાં અને ચામડીનું વેચાણ કરીને ગૌતસ્કરો દર મહિને ₹4 લાખની કમાણી કરતા હતા.

  હવે બીફ માર્કેટ ચલાવનારાઓની ઓળખ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૌહત્યાની FIRમાં અત્યાર સુધીમાં 25 આરોપીઓના વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીફ માર્કેટમાંથી મળી આવેલી લગભગ 1 ડઝન બાઇક અને 1 પીકઅપ જીપને જપ્ત કરી લેવામાં આવી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં