Thursday, April 25, 2024
More
    હોમપેજદેશખેડૂતોની આવક 2-ગણી વધી, SBI દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ FY18ની સરખામણીમાં...

    ખેડૂતોની આવક 2-ગણી વધી, SBI દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ FY18ની સરખામણીમાં FY22માં ખેડૂતોની આવક બમણી થઈ

    - Advertisement -

    ખેડૂતોની આવક 2-ગણી વધી, કેટલાક રાજ્યોમાં અમુક પાક માટે નાણાકીય વર્ષ 2021-22માં ખેડૂતોની આવક FY18ની સરખામણીમાં FY22મમાં બમણી થઈ છે. જેમ કે મહારાષ્ટ્રમાં સોયાબીન અને કર્ણાટકમાં કપાસ જેવી ખેતીની આવક ડબલ થઇ છે. SBIના સરવે રીપોર્ટ મુજબ અન્ય તમામ કેસોમાં આવક 1.3થી1.7 ગણી વધી છે. તેમાં ઉમેર્યું હતું કે બિન-રોકડીયા પાકો ઉગાડતા ખેડૂતોની સરખામણીમાં રોકડિયા પાક ઉગાડતા ખેડૂતોની આવકમાં વધારો નોંધાયો છે.

    ટાઈમ્સ ઓફ ઇન્ડીયાના અહેવાલ મુજબ SBI રિસર્ચએ રવિવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવ્યું હતું કે “હાલના સમયગાળા દરમિયાન કૃષિ આવક સાથે સંલગ્ન મોટા ભાગના રાજ્યોમાં સંલગ્ન/બિન-ખેતી આવકમાં 1.4 -1.8 ગણો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 77માં રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ મુજબ ખેડૂતોની આવકના સ્ત્રોત બિન-રોકડીયા પાક સિવાય વધુને વધુ વૈવિધ્યસભર બન્યા છે.”

    અન્ય એક મીડિયા અહેવાલ મુજબ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) બજાર સાથે જોડાયેલા ભાવો સાથે વધુને વધુ સંરેખિત અને 2014 થી 1.5-2.3 ગણો વધીને ખેડૂતોને વધુ સારા ભાવો મળે તે સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક છે, બહુવિધ પાકની જાતો માટે ફ્લોર પ્રાઇસ બેન્ચમાર્ક ખેડૂતોને ધીમે ધીમે પાકની અન્ય એવી જાતો તરફ ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેથી વધુ સારી ઉપજ/મૂલ્ય મેળવી શકે.

    - Advertisement -

    “KCC” (કિસાન ક્રેડિટ કાર્ડ) યોજના દ્વારા સંસ્થા પાસેથી વ્યાજના સબસિડીવાળા દરે ઔપચારિક ધિરાણ પદ્ધતિના દાયરામાં મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકાર દ્વારા સતત સુધારાઓ થઇ રહ્યા છે.

    SBIએ જણાવ્યું હતું કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ, જે જાન્યુઆરી 2018 માં શરૂ કરવામાં આવ્યો હતો, તેનો હેતુ સમગ્ર દેશમાં 124 સૌથી ઓછા વિકસિત જિલ્લાઓમાં ઝડપથી અને અસરકારક રીતે પરિવર્તન કરવાનો છે. “અમે માનીએ છીએ કે SHG ધિરાણના સંદર્ભમાં ઓછામાં ઓછા 4 વર્ષના સમયગાળામાં આ કાર્યક્રમને મોટી સફળતા મળી છે.

    અહેવાલો મુજબ એસબીઆઈએ જણાવ્યું હતું કે તેનો અભ્યાસ તમામ રાજ્યોમાં એસબીઆઈ એગ્રી પોર્ટફોલિયોના પ્રાથમિક ડેટા પર આધારિત છે જેમાં કૃષિ સઘન શાખાઓમાંથી વિવિધ પાકોના ડેટા છે જે છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોની આવકમાં થયેલા ફેરફારનું વિશ્લેષણ કરે છે.

    અંતમાં તેમણે ઉમેર્યું હતું કે “સૈદ્ધાંતિક રીતે, અમે ખેડૂતોના તમામ વર્ગો, મોટાથી નાના અને સીમાંત વર્ગો માટે FY18 થી FY22 સુધીની આવકમાં ફેરફારનો અંદાજ કાઢવા માટે સારી રીતે ફેલાયેલા, સારી રીતે રજૂ કરેલા અને સંભવિત નમૂનાનો ઉપયોગ કર્યો છે. “ટી-ટેસ્ટ” અને “F-Test” તેમજ “લોરેન્ઝ કર્વ” નો ઉપયોગ કરીને સરેરાશ આવકમાં વધારો અને અસમાનતામાં ઘટાડાનો ઉપયોગ કરીને અમારા આંકડાકીય અનુમાન અમારા મુખ્ય તારણોને સાચા સાબિત કરે છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં