Tuesday, March 19, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘Fact Check’:ખરેખર હોળીના દિવસે 35,000 ફરિયાદો દિલ્લી પોલીસને મળી?, હોળી તહેવારને બદનામ...

    ‘Fact Check’:ખરેખર હોળીના દિવસે 35,000 ફરિયાદો દિલ્લી પોલીસને મળી?, હોળી તહેવારને બદનામ કરવા માટે ઝાકિર-શોરાબ દ્વારા કરાયેલા દાવાઓમાં કેટલી છે સત્યતા?

    સૌ પ્રથમ આ દાવો અલી સોહરાબ નામના વ્યક્તિએ ટ્વીટર પર કર્યો હતો. ત્યારબાદ અન્ય લોકોએ તેની કોપી કરી હતી. અલી પહેલા પણ ફેક ન્યુઝ ફેલાવવા બાબતે જેલમાં જઈ આવ્યો છે.

    - Advertisement -

    હિંદુ તહેવારોને બદનામ કરવું તે ભારતમાં નવું નથી. વારે તહેવારે અલગ અલગ કુતર્કો અને અફવાઓથી હિંદુ તહેવારોને બદનામ કરવામાં આવે છે. આવો જ એક દાવો આ હોળીના તહેવાર નિમિતે સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હોળીના દિવસે 35,000 ફરિયાદો દિલ્લી પોલીસને મળી છે. જેમાં હત્યાઓ સુધીના દાવાઓ પણ કરવામાં આવી છે. આ દાવાની સત્યતા ઑપઇન્ડિયાએ ચકાસી છે. 

    આ મામલાની શરૂઆત વસીમ અકરમ ત્યાગી નામના ટ્વીટર યુઝરે કરેલી ટ્વીટથી થાય છે. જેમાં તેણે દાવો કર્યો હતો કે “દિલ્હીમાં હોળીના દિવસે 35,000 કેસ નોંધાયા છે. 250 લોકોની હત્યાઓ પણ થઇ છે. હોળીની આડમાં પુરુષોએ મહિલાઓ પર પોતાની જાતીય કુંઠા કાઢી હોય તેવા લાખો કેસ તો નોંધાયા નથી. બાકીનું બરાબર છે. રામરાજ ચાલી રહ્યું છે.આપણને વિશ્વગુરુ બન્યાને 9 વર્ષ થઈ ગયા છે.”  જો કે હવે આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી છે.

    ટ્વીટનો એસએસ, જે પાછળથી ડીલીટ કરવામાં આવ્યો છે.

    આ દાવોની સત્યતા તપાસવા માટે અમે પ્રયત્ન કર્યો તો અમને આવી ઘણી ટ્વીટો જોવા મળી હતી. છતાં પણ આ ચર્ચાની શરૂઆત ક્યાંથી થઇ તે જાણવા માટે વધુ પ્રયત્નો કર્યા, જેમાં જાણવા મળ્યું કે Ali Sorab નામના યુઝરે તારીખ 8 માર્ચના રોજ ટ્વીટ કરીને દાવો કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે “બંધારણીય લોકશાહીમાં હોળીના દિવસે એવું તે શું થાય છે કે એકલા રાજધાનીમાં જ આ દિવસે હત્યા, બળાત્કાર, મહિલાઓનું શોષણ, મહિલાઓની છેડતી સહિતના તમામ પ્રકારના ગંભીર ગુનાહિત કેસોની સંખ્યા 35000 થી વધુ હોય છે? આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે દેશભરમાં હોળી પર કેટલા ગુના થયા હશે.”

    - Advertisement -

    અબ્દુલ હસીબ રઝા ખાન નામના યુઝરે ટ્વીટ કર્યું, “બંધારણીય લોકશાહીમાં હોળીના દિવસે શું થાય છે કે હત્યા, બળાત્કાર, મહિલાઓની છેડતી સહિતના તમામ પ્રકારના ગંભીર અપરાધિક મામલા એકલા રાજધાનીમાં હોળીના દિવસે 35000થી વધુ છે. ??? બળાત્કારીના સમર્થનમાં રેલી નીકળશે ત્યારે આવું જ થશે.

    એવી જ રીતે, રહીમ ગડા નામના એક યુઝરે લખ્યું, “દેશની રાજધાનીમાં હોળીના દિવસે એવું શું થાય છે કે રાજધાનીમાં જ હોળીના દિવસે હત્યા, બળાત્કાર, મહિલાઓની છેડતી જેવા તમામ પ્રકારના ગંભીર અપરાધિક કેસોની સંખ્યા 35000થી વધુ છે? ? જો બળાત્કારીના સમર્થનમાં રેલી નીકળશે તો આવું થશે.”

    અમે જેટલી પણ ટ્વીટ તપાસ કરી તેમાં અલી સોરાબ નામના ટ્વીટર યુઝરે લખેલી માહિતી જ ટ્વીટ કરવામાં આવી હતી.  પરંતુ ખરેખર આ સમાચાર આવ્યા ક્યાંથી તેની ઊંડાણપૂર્વક તપાસ કરતા અમને Inshort પરથી એક ન્યુઝ મળ્યા જેમાં આ 35,000 મામલાઓ નોધાયા હોય તેવું કહેવાયું હતું, પરંતુ આ સમાચાર સાત વર્ષ જુના હતા. તેને ઈરાદાપૂર્વક હમણા પ્રસારિત કરવામાં આવ્યા હતા.

    સાત વર્ષ જુના સમાચાર

    અમે એક જ સ્ત્રોતથી સંતુષ્ટ હતા નહીં માટે બીજો સ્ત્રોત શોધતા માલુમ પડ્યું કે પોલીસે ત્યારે જણાવ્યું હતું કે રોજ 24,000 જેટલા મામલાઓ નોધાય જ છે, પરંતુ હોળીના દિવસે 35,000 કેસો નોધાયા હતા. પણ તેમાં મોટા ભાગના કાર્યવાહી યોગ્ય હતા નહીં. 

    આમ ઑપઇન્ડિયા દ્વારા તપાસ કરતા આ સમાચાર સમ્પૂર્ણ તથ્યહીન અને ખોટા સાબિત થયા છે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં