Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘પૂર્વ CM ગેહલોતને હતી જાણ છતાં ન આપી સુરક્ષા’: ગોગામેડીના પત્નીએ લગાવ્યા...

    ‘પૂર્વ CM ગેહલોતને હતી જાણ છતાં ન આપી સુરક્ષા’: ગોગામેડીના પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, FIRમાં ઉલ્લેખ

    શીલા શેખાવત દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં પંજાબ પોલીસ, ATSનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. FIRમાં તેમણે જણાવ્યું હતું કે હત્યાકાંડ થયો એના થોડા મહિના અગાઉ પંજાબ પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસને હત્યાકાંડના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી.

    - Advertisement -

    રાજસ્થાનમાં કરણી સેના અધ્યક્ષની હત્યાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. રાજસ્થાન પૂર્વ CM અશોક ગેહલોતનું નામ કેસ સાથે સંકળાતા મામલો વધુ ગંભીર બન્યો છે. કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીના પત્ની શીલા શેખાવતે જયપુરના શ્યામનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોધાવી છે. FIRમાં પૂર્વ CM અશોક ગેહલોત પર આરોપ લગાવ્યો છે કે ઘટના ઘટી એ પહેલાંથી પૂર્વ CM અશોક ગેહલોત અને પોલીસ પ્રશાસન પાસે સુરક્ષા માંગી હતી. પરંતુ હત્યાકાંડના કાવતરાની પૂર્વ જાણ હોવા છતા પૂર્વ મુખ્યમંત્રી ગેહલોત અને DGP ઉમેશ મિશ્રા દ્વારા જાણીજોઈને કોઈ પણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

    પૂર્વ CM અશોક ગેહલોત અને DGP જવાબદાર: શીલા શેખાવત

    શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંઘ ગોગામેડીની એમના જ નિવાસસ્થાને 17 ગોળી મારી હત્યા કરવામાં આવતા રાજસ્થાનમાં ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જેમાં હવે તેમના પત્ની શીલા શેખાવત દ્વારા પૂર્વ CM અશોક ગેહલોત અને DGP ઉમેશ મિશ્રાને આ માટે જવાબદાર ઠેરવતા મામલો બીચકયો છે. શીલા શેખાવતે ફરિયાદમાં આરોપ લગાવ્યા છે કે તેમણે પોલીસ પ્રશાસન અને પૂર્વ CM અશોક ગેહલોત પાસે 3 વાર સુરક્ષાની માંગ કરી હતી. કાવતરાની જાણકારી અને સુરક્ષાની માંગ સાથે 24 ફેબ્રુઆરી અને 25 ફેબ્રુઆરીના રોજ પ્રશાસનને આ વિષયે પત્રો લખવામાં આવ્યા હતા. પરંતુ તેઓએ આ બાબતે કોઈ ધ્યાન આપ્યું ન હતું.

    ફરિયાદમાં પંજાબ પોલીસનો ઉલ્લેખ

    શીલા શેખાવત દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં પંજાબ પોલીસ, ATSનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. FIRમાં તેમણે જણાવ્યું હતું કે હત્યાકાંડ થયો એના થોડા મહિના અગાઉ પંજાબ પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસને હત્યાકાંડના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી.

    - Advertisement -

    નોંધનીય છે કે સમગ્ર હત્યાકાંડનું આયોજન પંજાબની ભટિંડા જેલમાં થયું હતું. જેલમાં બંધ આરોપી સંપત નેહરાએ હત્યાકાંડનો પ્લાન તૈયાર કર્યો હતો. સંપત નેહરા લોરેન્સ બિસ્નોઈ ગેંગનો વ્યક્તિ છે. કાવતરાની જાણ થતા જ પંજાબ પોલીસ દ્વારા પત્રો લખી રાજસ્થાન પોલીસને જાણકારી અપાઈ હતી. પત્રોના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યા છે.

    બે આરોપીઓની ધરપકડ, બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ

    સમગ્ર ઘટનામાં અત્યાર સુધી રાજસ્થાન પોલીસ દ્વારા 2 ઓરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે રોહિત રાઠોડની રાજસ્થાનના મકરાણા ગામમાંથી ધરપકડ કરી છે જ્યારે નીતિન ફૌજીની હરિયાણાના મહેન્દ્ર ગઢમાંથી ધરપકડ કરવામાં આવી છે.

    આ સાથે આ ઘટનામાં 2 પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શ્યામનગર પોલસ સ્ટેશનના SHO અને બીટ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં