Thursday, November 7, 2024
More
    હોમપેજદેશદેશભરમાં 46 સ્થળોએ રોજગાર મેળા: વડાપ્રધાન મોદી 50 હજારથી વધુ યુવાનોને એનાયત...

    દેશભરમાં 46 સ્થળોએ રોજગાર મેળા: વડાપ્રધાન મોદી 50 હજારથી વધુ યુવાનોને એનાયત કરશે નિયુક્તિ પત્ર

    ઉલ્લેખનીય છે કે 28 ઓગસ્ટ, 2023ના રોજ પણ PM નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 51 હજાર લોકોને નિયુક્તિ પત્ર એનાયત કર્યા હતા. આ રોજગાર મેળો દેશના 45 અલગ-અલગ સ્થળો પર એકસાથે યોજવામાં આવ્યો હતો.

    - Advertisement -

    દેશભરમાં મંગળવારે (26 સપ્ટેમ્બરે) રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50 હજારથી વધારે નવનિયુક્ત કેન્ડિડેટ્સને નિયુક્તિ પત્ર અર્પણ કરશે. આ મેળો રોજગાર પૂરો પાડવાની PM મોદીની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. ભારતના 50 હજારથી પણ વધુ યુવાનોને તેમની મહેનતના ફળ સ્વરૂપે નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવશે. અત્યાર સુધી આવા આઠ રોજગાર મેળા યોજાઈ ગયા છે અને આ તેમનું નવમું સંસ્કરણ છે.

    26 સપ્ટેમ્બર, 2023 (મંગળવાર)ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત 51,000 કેન્ડિડેટ્સને નિયુક્તિ પત્ર અર્પણ કરવા જઈ રહ્યા છે. PM મોદી મંગળવારે (26, સપ્ટેમ્બરે) સવારે 10.30 કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિયુક્તિ પત્ર એનાયત કરશે. આ અવસર પર PM મોદી નવનિયુક્ત કેન્ડિડેટ્સને સંબોધિત પણ કરશે. રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાશે.

    46 સ્થળોએ યોજાશે રોજગાર મેળો

    રોજગાર મેળો દેશના અલગ-અલગ એવા 46 સ્થળો પર આયોજિત કરવામાં આવશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ભરતી થઈ રહી છે. દેશભરમાંથી નવી ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારો ભારતીય પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, પરમાણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો તથા વિભાગોમાં પોતાની ફરજ બજાવશે.

    - Advertisement -

    આ પહેલાં પણ યોજાયો હતો રોજગાર મેળો

    ઉલ્લેખનીય છે કે 28 ઓગસ્ટ, 2023ના રોજ પણ PM નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 51 હજાર લોકોને નિયુક્તિ પત્ર એનાયત કર્યા હતા. આ રોજગાર મેળો દેશના 45 અલગ-અલગ સ્થળો પર એકસાથે યોજવામાં આવ્યો હતો.

    આ રોજગાર મેળા દ્વારા કેન્દ્રની મોદી સરકારે સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સીસ માટે કર્મચારીઓની નિમણૂક કરી હતી. જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સશસ્ત્ર સીમા બળ (SSB), આસામ રાઈફલ્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF), ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) અને દિલ્હી પોલીસ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. નવા જોડાનારા કર્મચારીઓને કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર વગેરે જેવી જનરલ ડ્યુટી અને નોન જનરલ ડ્યુટી કેડર પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં