Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાતઆજે સવારના 11 કલાકે બધાંના ફોન એક સાથે રણકી ઉઠશે: ડરવાની જરૂર...

    આજે સવારના 11 કલાકે બધાંના ફોન એક સાથે રણકી ઉઠશે: ડરવાની જરૂર નથી, માત્ર ટેસ્ટિંગ ઉદ્દેશ્ય માટે સરકાર મોકલશે ‘ઈમરજન્સી એલર્ટ’

    હવામાનની ગંભીર ચેતવણીથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ નાગરિકોને સરળ રીતે મોબાઈલના માધ્યમથી મોકલવા માટે આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જેનું 16 ઓક્ટોબરે (સોમવારે) ટેસ્ટિંગ થવા જઈ રહ્યું છે. આ કારણથી ગુજરાતીઓના મોબાઈલમાં એલર્ટ મેસેજ આવશે, જેનાથી ગભરાવાની જરૂર નથી.

    - Advertisement -

    રાજ્યમાં 16 ઓક્ટોબર 2023, સોમવારે સવારે 11.00 કલાકે બધા ગુજરાતીઓનો મોબાઈલ એકસાથે રણકશે. બધા મોબાઈલ પર એક ઈમરજન્સી એલર્ટનો મેસેજ આવશે. આ ઈમરજન્સી મેસેજ ‘Large scale Testing of Broadcast’ અંતર્ગત મોકલવામાં આવશે. સેલ બ્રૉડકાસ્ટ એલર્ટ સિસ્ટમ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી કે માનવસર્જિત આપત્તિની મહત્વપૂર્ણ જાણકારી મોકલવા માટેની એક સુવિધા છે. એટલા માટે જો મોબાઈલ પર આવો કોઈપણ મેસેજ આવે તો ડરવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આ માત્ર એક ટેસ્ટિંગ મેસેજ હશે. ગુજરાત સરકારે પણ આ વિશે માહિતી આપી છે.

    હવામાનની ગંભીર ચેતવણીથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ નાગરિકોને સરળ રીતે મોબાઈલના માધ્યમથી મોકલવા માટે આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જેનું 16 ઓક્ટોબરે (સોમવારે) ટેસ્ટિંગ થવા જઈ રહ્યું છે. આ કારણથી ગુજરાતીઓના મોબાઈલમાં એલર્ટ મેસેજ આવશે, જેનાથી ગભરાવાની જરૂર નથી.

    આ મેસેજ માત્ર સેમ્પલ ટેસ્ટિંગ માટે

    ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમથી આ મેસેજ મોકલવામાં આવશે. આ મેસેજ માત્ર સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. જેથી આ મેસેજને અવગણવો જરૂરી છે. આ મેસેજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઈમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવશે. કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલમાં મુકાશે. તેના ટેસ્ટિંગ માટે ઈમરજન્સી એલર્ટનો મસેજ મોકલવામાં આવશે. તેનાથી ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેવું સ્ટેટ (ગુજરાત) ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

    - Advertisement -

    શું લખ્યું હશે આ મેસેજમાં?

    આ મેસેજ હિન્દી અને અંગ્રેજી ભાષામાં આવી શકે છે. જેમાં લખવામાં આવ્યું હશે-

    ‘આ ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલો એક ટેસ્ટિંગ મેસેજ છે. જેને તમારા તરફથી કોઇ પ્રતિક્રિયાની જરૂર નથી, જેથી અવગણશો. આ મેસેજ ભારતભરમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલમાં મૂકવામાં આવનાર ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય આફત સમયે જાહેર સુરક્ષા અને સમયસરનાં એલર્ટ્સ આપવાનો છે.’

    ઉલ્લેખનીય છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં