Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકહાની મેં ટ્વિસ્ટ: એકનાથ શિંદે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરતા...

    કહાની મેં ટ્વિસ્ટ: એકનાથ શિંદે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરતા દેવેન્દ્ર ફડણવીસ

    મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે બનશે તેવી જાહેરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રના રાજકારણનું તોફાન તો અટકી ગયું છે પરંતુ હજી પણ તેના આફ્ટરશોક્સ આવવા હજી પણ ચાલુ જ છે. થોડા સમય અગાઉ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના શિંદે જૂથના નેતા એકનાથ શિંદે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજુ કર્યો હતો. આ મુલાકાત બાદ ફડણવીસ અને શિંદેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આં પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડવીસે જાહેર કર્યું હતું કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે.

    દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ સરકારમાં સામેલ નહીં થાય. આજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે ફક્ત એકનાથ શિંદે જ શપથ લેશે. બાદમાં થોડા દિવસ બાદ શિંદે જૂથના યોગ્ય અને અનુભવી વિધાનસભ્યો તેમજ ભાજપના તેમજ સમર્થક પાર્ટીઓ અને અપક્ષોના યોગ્ય અને અનુભવી વિધાનસભ્યો શપથ લેશે અને વિવિધ મંત્રીપદ ધારણ કરશે.

    ત્યારબાદ એકનાથ શિંદેએ પત્રકારોને અત્યારસુધી જે કોઇપણ ઘટનાક્રમ બન્યો હતો તેનો ચિતાર આપ્યો હતો અને તેમણે શા માટે વિદ્રોહ કર્યો હતો તેના કારણો જણાવ્યા હતા. ત્યારબાદ તેમણે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ તેમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે અઢી વર્ષ સુધી વિકાસના જે કાર્યો અટક્યા છે તેની પુનઃ શરૂઆત થશે. એકનાથ શિંદેએ તેમને સમર્થન આપનાર 39 શિવસેના ધારાસભ્યોનો પણ આભાર માન્યો હતો.

    - Advertisement -

    ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીઓ દરમ્યાન ક્રોસ વોટીંગ થયું હતું અને કોંગ્રેસનો એક ઉમેદવાર હારી ગયો હતો અને ભાજપનો એક વધારાનો ઉમેદવાર જીતી ગયો હતો. ત્યારબાદ હજી મહા વિકાસ આઘાડીના નેતાઓ કશું સમજે તે પહેલાં જ કેટલાક વિધાનસભ્યોને પોતાની સાથે લઈને એકનાથ શિંદે સુરત પહોંચ્યા હતા અને બીજા દિવસે સવારે એક ચાર્ટર્ડ પ્લેન દ્વારા તેઓ ગુવાહાટી નીકળી ગયા હતા.

    ત્યારબાદ શિંદે સાથે જોડાનાર શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા સતત વધતી રહી અને છેવટે એ સંખ્યા 40 થઇ અને બીજા અપક્ષ ધારાસભ્યો એમ કુલ 50 ધારાસભ્યો તેમની સાથે થઇ ગયા હતા. પોતાની પાસે સંખ્યાબળ ઓછું હોવાની ખબર પડતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે રાજીનામું આપી દીધું હતું.

    આજે આ તમામ ઘટનાઓને મોટો ટ્વિસ્ટ આપતાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેનું નામ દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું હતું. આજે સાંજે સાડાસાત વાગ્યે ફક્ત એકનાથ શિંદે જ રાજભવન ખાતે શપથ લેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં