Thursday, May 2, 2024
More
    હોમપેજદેશઅરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી EDની ટીમ: દિલ્હી પોલીસના અધિકારીઓ પણ હાજર, પૂછપરછ...

    અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી EDની ટીમ: દિલ્હી પોલીસના અધિકારીઓ પણ હાજર, પૂછપરછ પણ થઈ શકે; પાર્ટીને ધરપકડનો ડર

    આ પહેલાં ગુરવારે (21 માર્ચ, 2024) દિલ્હી હાઈકોર્ટે ધરપકડથી સુરક્ષા આપવાની અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરતી વખતે કોઇ પણ રાહત આપવાની ના પાડી દીધી હતી.

    - Advertisement -

    કેન્દ્રીય તપાસ એજન્સી EDની એક ટીમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે. હાઈકોર્ટે તેમને ધરપકડ સામે રાહત આપવાનો ઇનકાર કર્યા બાદ સાંજે એજન્સીના અધિકારીઓ દિલ્હી સીએમના ઘરે પહોંચ્યા હતા. તેમની સાથે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. 

    EDની કેજરીવાલના ઘરની મુલાકાત પાછળનો ઉદ્દેશ્ય હજુ જાણવા મળ્યો નથી. ક્યાંક જણાવવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ તેમને 10મુ સમન્સ પાઠવવા માટે પહોંચ્યા છે. જ્યારે અમુક રિપોર્ટ્સમાં જણાવાય રહ્યું છે કે એજન્સી તેમના ઘરની તપાસ કરી રહી છે. કેજરીવાલની પણ પૂછપરછ કરવામાં આવી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

    અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે કે નહીં તે હજુ સુધી જાણવા મળ્યું નથી. દરમ્યાન, દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ કેજરીવાલના ઘરે પહોંચી ગયા છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે મુખ્યમંત્રીજીની ધરપકડ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે.

    - Advertisement -

    આ પહેલાં ગુરવારે (21 માર્ચ, 2024) દિલ્હી હાઈકોર્ટે ધરપકડથી સુરક્ષા આપવાની અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરતી વખતે કોઇ પણ રાહત આપવાની ના પાડી દીધી હતી. વાસ્તવમાં કેજરીવાલે હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તેમની વિરુદ્ધ કોઇ કડક પગલાં લેવામાં ન આવે તેવી માંગ કરી હતી. જેની ઉપર દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરી હતી. 

    હાઈકોર્ટે કેજરીવાલને પૂછ્યું હતું કે આખરે શા માટે તેઓ એજન્સી સામે હાજર થઈ રહ્યા નથી. જેના જવાબમાં દિલ્હી સીએમ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે તેમને આશંકા છે કે ક્યાંક એજન્સી તેમની ધરપકડ ન કરી લે. જો તેનાથી સુરક્ષા આપવામાં આવશે તો તેઓ હાજર થશે. બીજી તરફ કોર્ટે એજન્સીને પ્રશ્ન કર્યા હતા કે કેજરીવાલને સમન્સ પાઠવવાનાં તેમની પાસે શું કારણો છે. પછીથી એજન્સીએ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. 

    બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે કેજરીવાલને કોઇ પણ પ્રકારની રાહત આપવાની ના પાડી દીધી હતી. બીજી તરફ EDને જવાબ દાખલ કરવા માટે 22 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. 

    નોંધનીય છે કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસની તપાસ કરતી એજન્સી ED અત્યાર સુધી કેજરીવાલને 9 વખત સમન પાઠવી ચૂકી છે, પરંતુ તેઓ એક પણ વખત હાજર થયા નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં