Friday, October 4, 2024
More
    હોમપેજરાજકારણધરપકડથી બચવા હાઈકોર્ટ ગયા હતા અરવિંદ કેજરીવાલ, પણ ફરી સાંપડી નિરાશા: ન...

    ધરપકડથી બચવા હાઈકોર્ટ ગયા હતા અરવિંદ કેજરીવાલ, પણ ફરી સાંપડી નિરાશા: ન મળી કોઈ રાહત, 9 સમન્સ બાદ પણ ED સામે હાજર નથી થયા દિલ્હી સીએમ

    સુનાવણીમાં હાઈકોર્ટે એજન્સી EDને પૂછ્યું હતું કે તેઓ કયા આધારે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવી રહ્યા છે અને સમન્સ પાઠવવા પાછળ શું કારણો છે. ત્યારબાદ EDએ એ જ દિવસે કોર્ટને તમામ માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ કોર્ટે રાહત ન આપવાનો નિર્ણય લીધો.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તાજેતરમાં તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને ધરપકડ સામે વચગાળાની રાહત માંગી હતી, પરંતુ ત્યાંથી નિરાશા મળી છે. કોર્ટે કેજરીવાલને કોઇ પણ પ્રકારની રાહત આપવાની ના પાડી દીધી છે અને EDને આ મામલે જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. મામલાની આગામી સુનાવણી 22 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. 

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસની તપાસ કરતી એજન્સી ED લગભગ નવેક વખત કેજરીવાલને સમન્સ પાઠવી ચૂકી છે, પરંતુ તેઓ હાજર થઈ રહ્યા નથી. આ મામલે એજન્સી કોર્ટમાં પણ પહોંચી હતી, જે મામલે કેજરીવાલે પ્રત્યક્ષરૂપે હાજર રહીને જામીન લેવા પડ્યા હતા. પછી પણ એજન્સીએ નવું સમન પાઠવતાં કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને પોતાની વિરૂદ્ધ કોઇ કડક પગલાં ન લેવાય તે માટે વચગાળાની રાહત આપવા માંગ કરી હતી. 

    બુધવારે (20 માર્ચ) સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને પૂછ્યું હતું કે આખરે શા માટે તેઓ એજન્સી સમક્ષ હાજર થઈ રહ્યા નથી? જેના જવાબમાં કેજરીવાલ તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે તેમને ડર છે કે હાજર થવા પર ધરપકડ થઈ શકે છે અને જો કોઇ કડક પગલાં ન લેવાની બાંહેધરી આપવામાં આવે કે કોર્ટ રક્ષણ આપે તો હાજર થવા માટે તૈયાર છે.

    - Advertisement -

    ગુરુવારે બીજા દિવસની સુનાવણીમાં હાઈકોર્ટે એજન્સી EDને પૂછ્યું હતું કે તેઓ કયા આધારે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવી રહ્યા છે અને સમન્સ પાઠવવા પાછળ શું કારણો છે. ત્યારબાદ EDએ એ જ દિવસે કોર્ટને તમામ માહિતી પૂરી પાડી હતી. એજન્સીએ જણાવ્યું કે તેઓ કેજરીવાલને અધિકારિક વ્યક્તિ તરીકે (CM તરીકે) નહીં પરંતુ વ્યક્તિગતરૂપે બોલાવી રહ્યા છે અને તેમની પાસે તેના પર્યાપ્ત કારણો છે. એજન્સીએ કેજરીવાલની અરજીનો વિરોધ કરીને કહ્યું કે, તેઓ કાયદાથી પર નથી. જે કાયદો સામાન્ય વ્યક્તિઓને લાગુ પડે છે તે જ અન્યોને પણ લાગુ પડે છે, પછી તેઓ મુખ્યમંત્રી પણ કેમ ન હોય. 

    બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે કહ્યું કે, “અમે બંને પક્ષોને સાંભળ્યા છે. જોકે, આ તબક્કે કોઇ પણ આદેશ પસાર કરી રહ્યા નથી.” કોર્ટે EDને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે અને આગલી સુનાવણીની તારીખ 22 એપ્રિલ મુકરર કરી છે. દરમ્યાન, ED જો ઇચ્છે તો કેજરીવાલની ધરપકડ કરી શકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં