Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે કેસમાં કેજરીવાલની ધરપકડ, તેમાં હવે દિલ્હી સરકારના વધુ એક મંત્રીને EDનું...

    જે કેસમાં કેજરીવાલની ધરપકડ, તેમાં હવે દિલ્હી સરકારના વધુ એક મંત્રીને EDનું તેડું: પૂછપરછ માટે હાજર રહેવા નિર્દેશ

    કૈલાશ ગેહલોત તે ગ્રુપનો ભાગ હતા, જેણે દારૂ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને તે ડ્રાફ્ટ સાઉથના ગ્રુપને લીક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત AAP નેતા પર સાઉથના દારૂના વેપારી વિજય નાયરને તેમનું સરકારી નિવાસસ્થાન આપવાનો પણ આરોપ છે.

    - Advertisement -

    દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી (AAP)ની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ EDએ અમુક AAP નેતાઓનાં ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. તેવામાં હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) દિલ્હીના AAP સરકારમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને સમન મોકલ્યું છે. એજન્સીએ તેમને લિકર પોલિસી કૌભાંડ મામલે જ પૂછપરછ માટે બોલાવ્યા છે.

    EDએ શનિવારે (30 માર્ચ, 2024) દિલ્હીની AAP સરકારના મંત્રી કૈલાશ ગેહલોતને સમન પાઠવ્યું હતું. એજન્સીનું કહેવું છે કે, કૈલાશ ગેહલોત તે ગ્રુપનો ભાગ હતા, જેણે એક્સાઈઝ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને આ ડ્રાફ્ટ સાઉથના ગ્રુપને લીક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત AAP નેતા પર પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ અને લિકર પૉલિસી વિજય નાયરને તેમનું સરકારી નિવાસસ્થાન આપવાનો પણ આરોપ છે. EDએ અગાઉ એવું પણ કહ્યું હતું કે, તે સમયગાળા દરમિયાન કૈલાશ ગેહલોતે ઘણીવાર પોતાનો મોબાઈલ નંબર પણ બદલ્યો હતો. આ આરોપોને ધ્યાને રાખીને EDએ શનિવારે (30 માર્ચ) AAP નેતાને પૂછપરછ માટે બોલાવ્યા છે.

    નોંધનીય છે કે, કૈલાશ ગેહલોત નફઝગઢથી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારમાં તેઓ પરિવહન, ગૃહ અને કાયદા વિભાગ સંભાળે છે. આ પહેલાં દિલ્હી CM અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ હવે તેમના મંત્રીને પૂછપરછ માટે હાજર થવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

    - Advertisement -

    કેજરીવાલ EDની કસ્ટડીમાં

    ઉલ્લેખનીય છે કે, દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે EDએ પહેલાં જ AAP સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. એજન્સીએ તેમને હાજર થવા માટે સતત 9 સમન્સ મોકલ્યાં હતાં. તેઓ એકપણ વાર હાજર ન થતાં આખરે 21 માર્ચના રોજ ED તેમના નિવાસસ્થાન પર પહોંચી હતી અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ કોર્ટે તેમને EDની કસ્ટડીમાં મોકલ્યા હતા. જ્યારે ગુરુવારે (28 માર્ચ) કોર્ટે તેમની કસ્ટડી 1 એપ્રિલ સુધી લંબાવી દીધી છે.

    આ કેસ અંતર્ગત જ CBIએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. તેઓ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટ તેમના જામીન ફગાવી ચૂકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં