Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીના મંત્રીના ઘરે EDના દરોડા: હવાલા વ્યવહારોના સંબંધમાં સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલા...

    દિલ્હીના મંત્રીના ઘરે EDના દરોડા: હવાલા વ્યવહારોના સંબંધમાં સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલા રહેઠાણ અને અન્ય સ્થળો પર દરોડા, જાણો વિગતો

    સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા દાખલ કરવામાં આવેલી આ એફઆઈઆરના આધારે ઈડીએ આપ નેતા વિરુદ્ધ ફોજદારી કેસ નોંધ્યો હતો

    - Advertisement -

    6 જૂનના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલા રહેઠાણ અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન વહેલી સવારે શરૂ થયું હતું અને આ અહેવાલ પ્રકાશિત થાય ત્યાં સુધી ચાલુ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જૈન હાલમાં કોલકાતાની એક કંપની સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં 9 જૂન સુધી EDની કસ્ટડીમાં છે.

    જૈનની ઈડીએ 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી હતી. તેમને 31 મેના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા EDની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતા. અગાઉ, ટ્રાયલ કોર્ટે પૂછપરછ દરમિયાન વકીલની હાજરીની મંજૂરી આપી હતી. વકીલને થોડા અંતરે હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યાંથી તે કંઈ સાંભળી ન શકે પરંતુ શું થઈ રહ્યું છે તે જોઈ શકે. જો કે દિલ્હી હાઈકોર્ટે આ આદેશ પર સ્ટે આપ્યો હતો.

    નિર્દેશને પડકારતી EDની અરજી પર ન્યાયાધીશે આદેશ અનામત રાખ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે મંત્રી વિરુદ્ધ કોઈ એફઆઈઆર અથવા ફરિયાદ ન હોવાથી જૈન પોતાના નિવેદનના રેકોર્ડિંગ દરમિયાન હાજર વકીલના અધિકારનો દાવો કરી શકે નહીં.

    - Advertisement -

    સત્યેન્દ્ર જૈન સામેનો કેસ

    ઓગસ્ટ 2017માં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં FIR દાખલ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા દાખલ કરવામાં આવેલી આ એફઆઈઆરના આધારે ઈડીએ આપ નેતા વિરુદ્ધ ફોજદારી કેસ નોંધ્યો હતો જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જૈન ચાર કંપનીઓ દ્વારા પ્રાપ્ત ભંડોળના સ્ત્રોતનો ખુલાસો કરી શક્યા નથી જેમાં તેઓ એક શેરધારક હતા. કંપનીઓએ 2010 થી 2014 સુધીમાં રૂ. 16.39 કરોડની મની લોન્ડરિંગ કરી હોવાના અહેવાલ છે.

    નવેમ્બર 2019 માં, ગૃહ મંત્રાલયે અપ્રમાણસર સંપત્તિ અને મની લોન્ડરિંગ સંબંધિત કેસોમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી.

    આ વર્ષે એપ્રિલમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કામચલાઉ રીતે અકિંચન ડેવલપર્સ પ્રા. લિ., ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ અને અન્યોની રૂ. 4.81 કરોડની માલિકીની પ્રોપર્ટી પીએમએલએ, 2002 હેઠળ અટેચ કરી હતી. આ કાર્યવાહી AAP મંત્રી સત્યેન્દ્ર જૈન, તેમની પત્ની પૂનમ જૈન અને અન્યો વિરુદ્ધ નોંધાયેલા અપ્રમાણસર સંપત્તિ અને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં