Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ'અધિકારીઓની હત્યા કરવાના ઈરાદે ટોળાએ કર્યો હતો હુમલો, મચાવી હતી લૂંટફાટ': બંગાળમાં...

    ‘અધિકારીઓની હત્યા કરવાના ઈરાદે ટોળાએ કર્યો હતો હુમલો, મચાવી હતી લૂંટફાટ’: બંગાળમાં TMC નેતાના ઘરે રેડ દરમિયાન થયેલા હુમલા મામલે EDએ દાખલ કરાવી ફરિયાદ

    EDએ કહ્યું, “હિંસક ટોળાએ અધિકારીઓના મોબાઈલ ફોન, લેપટોપ, પર્સ અને રોકડ રકમ લૂંટી લીધી હતી. આ અંગે દોષિતો સામે પ્રાથમિક કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે."

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના 24 પરગણામાં કેન્દ્રીય તપાસ એજન્સી ED પર થયેલા ચકચારી હુમલામાં અધિકારીઓ ગંભીર રૂપે ઘાયલ થયા છે. સાથે તેમના મોબાઈલ, લેપટોપ, પર્સ સહિત અન્ય સામાન પણ ટોળાએ લૂંટી લીધો હતો. આ મામલ હવે EDએ હુમલો કરનાર ટોળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. એજન્સીએ કહ્યું કે, લગભગ એક હજાર લોકોનાં ટોળાએ મારી નાખવાના ઈરાદે અધિકારીઓ પર હુમલો કર્યો હતો.

    આ અંગે શુક્રવારના (5 જાન્યુઆરી, 2024) રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટેના અધિકારીએ નિવેદન આપતાં જણાવ્યું કે, એજન્સીના અધિકારીઓ જ્યારે રાશન કૌભાંડ મામલે TMC નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે ગયા ત્યારે તેમના પર 800થી 1000ના ટોળાએ અચાનક જીવલેણ હુમલો કરી દીધો. આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

    જેમાં પહેલી FIR TMC નેતા શાહજહાં શેખ દ્વારા દાખલ કરવામાં આવી, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે ED કોઈ નોટિસ વગર જ દરોડા પાડવા તેના નિવાસસ્થાને પહોંચી હતી. જ્યારે બીજી FIR સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ED અધિકારીઓ અને મીડિયાકર્મીઓ પર હુમલા મામલે દાખલ કરી છે અને ત્રીજી FIR EDએ TMC નેતા શાહજહાં શેખ વિરુદ્ધ દાખલ કરાવી છે.

    - Advertisement -

    અધિકારીઓ પર થયેલા ગંભીર હુમલા અંગે EDએ જણાવ્યું કે, “ઇડી અધિકારીઓની કાર્યવાહી દરમિયાન સ્થાનિક ટોળાએ તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો. હિંસક ટોળાએ અધિકારીઓની હત્યા કરવાના ઈરાદે હુમલો કર્યો હતો. જેમાં ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમની હાલ હોસ્પિટલમા સારવાર ચાલી રહી છે. હુમલો એટલો ગંભીર હતો કે, અધિકારીઓ પોતાનો જીવ બચાવવા આમતેમ ભાગી રહ્યા હતા. ટોળું એટલું હિંસક બન્યું હતું કે અધિકારીઓએ ચાલુ કાર્યવાહી બંધ કરવી પડી. તેઓ આટલેથી ન અટકતાં અધિકારીઓનો પીછો પણ કર્યો જેથી તેમને કાર્યવાહી કરતા અટકાવી શકાય.”

    માનવામાં આવી રહ્યું કે EDની કાર્યવાહી અટકાવવા TMC નેતા શાહજહાં શેખ અને તેના પરિવાર દ્વારા ટોળાને ઉશ્કેરવામાં આવ્યું હતું. જે પછી ટોળાએ અધિકારીઓ સાથે ઝપાઝપી અને લૂંટફાટ કરી હતી. આ અંગે EDએ કહ્યું, “હિંસક ટોળાએ અધિકારીઓના મોબાઈલ ફોન, લેપટોપ, પર્સ અને રોકડ રકમ લૂંટી લીધી હતી. આ અંગે દોષિતો સામે પ્રાથમિક કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.”

    ઘટનાક્રમ વિશે જણાવતાં EDએ કહ્યું, “જ્યારે EDની ટીમ TMC નેતાના ઘરે દરોડા માટે પહોંચી ત્યારે તેમનું ઘર બંધ હતું. મોબાઈલ લોકેશનથી શાહજહાં શેખ અંદર હોવાની માહિતી મળતાં CRPF ટુકડીની મદદથી અધિકારીઓએ દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો, જે દરમિયાન અચાનક 800થી 1000નું ટોળું અચાનક ધસી આવ્યું અને અધિકારીઓ ઉપર હુમલો કરી દીધો. ટોળાએ લાકડી, પથ્થર વગેરેનો ઉપયોગ હુમલામાં કર્યો હતો. પથ્થરમારો કરતા અધિકારીઓ ધાયલ થયા હતા, ઉપરાંત વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. ફરજ પર હાજર CRPFના 27 જેટલા કર્મચારીઓ ઉપર લાકડીથી હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં પુરુષો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં સામેલ હતી.” અંતે હુમલાની ગંભીરતા વિશે કહેતા EDએ ઉમેર્યું કે, “આ એક ભયાનક ઘટના હતી, સાથે ખૂબ ચિંતાજનક અને નિંદનીય પણ છે. એક સભ્ય સરકારે આવી બર્બરતા થતી રોકવી જોઈએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં