Tuesday, May 7, 2024
More
    હોમપેજગુજરાતદ્વારકા જગત મંદિરમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર લાગ્યો પ્રતિબંધ: દેવસ્થાન...

    દ્વારકા જગત મંદિરમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર લાગ્યો પ્રતિબંધ: દેવસ્થાન સમિતિ દ્વારા લેવાયો નિર્ણય, મંદિર બહાર લાગ્યું બેનર

    ગુજરાતના બનાસકાંઠાના અંબાજી મંદિર, શામળાજી મંદિર અને ગિરનારના અંબાજી માતાના મંદિરમાં પણ આ રીતે ટૂંકા વસ્ત્રો પહેરી દર્શને આવતા ભાવિકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેટલાક મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા ભક્તો માટે ધોતી, લૂંગી અને સાડી જેવી વ્યવસ્થા પણ કરેલી હોય છે.

    - Advertisement -

    હિંદુ ધર્મના પ્રમુખ તીર્થસ્થળ એવા ગુજરાતના દ્વારકાધીશ જગત મંદિરમાં ટૂંકા કપડાં પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ત્યારે હવે દર્શનાર્થે આવતા દરેક ભક્તો માટે ટૂંકા કપડાં પહેરીને પ્રવેશ ના આપવા માટેનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લાગુ કરાયો છે. દર્શનાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને શોભે અને મંદિરની ગરિમા જળવાઈ રહે તેવા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશવા માટેના મંદિર બહાર બેનર લગાવવામાં આવ્યા છે.

    અહેવાલો અનુસાર કરોડો લોકોની આસ્થાનું પ્રતીક દ્વારકાધીશ મંદિર બહાર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ત્રણેય ભાષાઓમાં અલગ-અલગ જગ્યાએ બેનર્સ લગાવવામાં આવ્યા છે. ભક્તોને ટૂંકા વસ્ત્રોના બદલે સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરી મંદિરમાં દર્શને આવવા પર ભક્તોને માહિતગાર કરાયા છે.

    ગુજરાતના બનાસકાંઠાના અંબાજી મંદિર, શામળાજી મંદિર અને ગિરનારના અંબાજી માતાના મંદિરમાં પણ આ રીતે ટૂંકા વસ્ત્રો પહેરી દર્શને આવતા ભાવિકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેટલાક મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરી આવતા ભક્તો માટે ધોતી, લૂંગી અને સાડી જેવી વ્યવસ્થા પણ કરેલી હોય છે. ગુજરાત બહાર પણ ઘણા પ્રસિદ્ધ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરી દર્શને આવતા ભક્તો માટે પ્રતિબંધ લગાવાયો છે.

    - Advertisement -

    નોંધનીય છે કે દેશના અનેક મંદિરોમાં શ્રદ્ધાળુઓને 80% શરીર ઢાંકીને દર્શને આવવા સૂચના અપાતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી સમાજનું યુવધન પાશ્ચાત્ય સંસ્કૃતિવાળા પહેરવેશના મોહમાં ભ્રમિત થઈ જતા ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય રહે તે હેતુસર મંદિરોમાં અમુક પોશાક પહેરી ન આવવા માટે નિયમો ઘડવામાં આવતા હોય છે. લોકોના મત મુજબ આવા નિર્ણયો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતતા દર્શાવે છે.

    જમ્મુ અને જયપુરના મંદિરોમાં પણ ટૂંકા વસ્ત્રો પર લગાવાયો છે પ્રતિબંધ

    આ પહેલા જમ્મુ અને જયપુરનાં બે મંદિરોમાં શ્રદ્ધાળુઓને ટૂંકાં કપડાં પહેરીને ન આવવા માટે અપીલ કરવામાં આવી હતી. જમ્મુમાં સ્થિત એક મંદિરના પૂજારીએ અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે પહેરવેશને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. ભક્તોને મંદિરની અંદર માથું ઢાંકીને આવવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે ટૂંકાં કપડાં પહેરીને મંદિરમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

    જમ્મુના બાવે વાલી માતા મંદિરે ભક્તોને તેમના માથું ઢાંકવા અને પરિસરની અંદર શોર્ટ્સ, કેપ્રી પેન્ટ વગેરે પહેરવાથી દૂર રહેવા વિનંતી કરી હતી. મંદિર બહાર નોટિસમાં લખ્યું હતું કે, ‘મંદિરની ગરિમા જાળવવામાં અમારો સાથ આપો અને અનુશાસનનું પાલન કરો’. આ સાથે નોટિસમાં શ્રદ્ધાળુઓને હાફ પેન્ટ, બર્મુડા, શોર્ટ્સ, મિનીસ્કર્ટ, નાઈટ સૂટ, ફાટેલા જીન્સ અને કેપ્રી પેન્ટ વગેરે પહેરીને ન આવવા માટે કહેવામાં આવ્યું હતું.

    રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા મહાદેવ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ માટે ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો છે અને ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ, નાઈટ સૂટ અને મિની સ્કર્ટ પહેરવાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં