Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ફાટેલા જીન્સ પહેરીને આવનારા બહારથી દર્શન કરે, અંદર મર્યાદિત કપડાંમાં જ આવવું':...

    ‘ફાટેલા જીન્સ પહેરીને આવનારા બહારથી દર્શન કરે, અંદર મર્યાદિત કપડાંમાં જ આવવું’: જયપુરના મહાદેવ મંદિરમાં પ્રશાસનની અપીલ, જમ્મુમાં પણ માથું ઢાંકીને આવવા જણાવાયું

    જમ્મુના બાવે વાલી માતા મંદિરે ભક્તોને તેમના માથું ઢાંકવા અને પરિસરની અંદર શોર્ટ્સ, કેપ્રી પેન્ટ વગેરે પહેરવાથી દૂર રહેવા વિનંતી કરી છે.

    - Advertisement -

    જમ્મુ અને જયપુરનાં બે મંદિરોમાં શ્રદ્ધાળુઓને ટૂંકાં કપડાં પહેરીને ન આવવા માટે અપીલ કરવામાં આવી છે. જમ્મુમાં સ્થિત એક મંદિરના પૂજારીએ અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે પહેરવેશને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. ભક્તોને મંદિરની અંદર માથું ઢાંકીને આવવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે ટૂંકાં કપડાં પહેરીને મંદિરમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

    જમ્મુના બાવે વાલી માતા મંદિરે ભક્તોને તેમના માથું ઢાંકવા અને પરિસરની અંદર શોર્ટ્સ, કેપ્રી પેન્ટ વગેરે પહેરવાથી દૂર રહેવા વિનંતી કરી છે. મંદિરના મહંત બિટ્ટાએ કહ્યું, “અમે લોકોને શોર્ટ્સ પહેરીને ન આવવાની અપીલ કરી રહ્યા છીએ અને અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભક્તોએ સારાં કપડાં પહેરવાં જોઈએ અને મંદિરની અંદર માથું ઢાંકવું જોઈએ.”

    જમ્મુ શહેરના બાહુ કિલ્લા વિસ્તારમાં સ્થિત આ કાલી માતાના મંદિરના ગેટ પર આ મામલે એક નોટિસ ચોંટાડવામાં આવી છે. નોટિસમાં લખ્યું છે કે, ‘મંદિરની ગરિમા જાળવવામાં અમારો સાથ આપો અને અનુશાસનનું પાલન કરો’. આ સાથે નોટિસમાં શ્રદ્ધાળુઓને હાફ પેન્ટ, બર્મુડા, શોર્ટ્સ, મિનીસ્કર્ટ, નાઈટ સૂટ, ફાટેલા જીન્સ અને કેપ્રી પેન્ટ વગેરે પહેરીને ન આવવા માટે કહેવામાં આવ્યું છે.

    - Advertisement -

    પૂજારી મહંત બિટ્ટાએ કહ્યું કે આ કોઈ આદેશ નથી, પરંતુ સલાહ છે. તેમણે કહ્યું કે લોકોએ મંદિરને પિકનિક સ્પોટ બનાવી દીધું છે. તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મંદિરમાં આવનારા તમામ ભક્તોને અનુશાસન જાળવવા વિનંતી કરવામાં આવી છે. મહંતે ઉમેર્યું કે, ભક્તો નીકર અથવા કેપ્રી પહેરીને આવી રહ્યા છે. મહિલાઓ માથું ઢાંક્યા વિના ખુલ્લા વાળ સાથે પહોંચી રહી છે. આવા ભક્તો માટે મંદિર પરિસરમાં મહિલાઓ માટે ધોતી, રૂમાલ અને ચૂંદડી રાખવામાં આવી છે. આ બધું ધાર્મિક સ્થળોની ગરિમા અને અનુશાસન જાળવવા માટે કરવામાં આવ્યું છે.”

    મંદિરના આ નિર્ણયને ભક્તોએ આવકાર્યો છે. ઉત્તર પ્રદેશથી આવેલા એક શ્રદ્ધાળુ ધનંજયે કહ્યું, “હિંદુ સંસ્કારોના પુનરુત્થાન માટે આ એક સારું પગલું છે.” ભક્ત મનમીત કૌરે કહ્યું, “હું નિર્ણયનું સ્વાગત કરું છું. આ આદેશનો સંપૂર્ણ અમલ થવો જોઈએ.”જમ્મુ અને કાશ્મીરના રાજવી પરિવાર સાથે જોડાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. કરણ સિંહે મંદિરોમાં ભક્તો માટે ‘ડ્રેસ કોડ’ લાગુ કરવાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે આ પવિત્ર સ્થળોની મુલાકાત લેનારા લોકોએ યોગ્ય કપડાં પહેરવા જોઈએ.

    રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ઝારખંડ મહાદેવ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ માટે ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો છે અને ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ, નાઈટ સૂટ અને મિની સ્કર્ટ પહેરવાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એક ભક્તે કહ્યું, “આ એક સારો નિર્ણય છે અને આનાથી સનાતન સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે.”

    ઝારખંડના મહાદેવ મંદિરમાં પણ સૂચના લખવામાં આવી છે કે, તમામ સ્ત્રી અને પુરૂષ ભક્તોએ યોગ્ય વસ્ત્રો પહેરીને આવવું જોઈએ. નાનાં કપડાં-હાફ પેન્ટ, બર્મુડા, મિની સ્કર્ટ, નાઈટ સૂટ, ફાટેલા જીન્સ, ફ્રોક વગેરે જેવાં ટૂંકા કપડાં પહેરીને આવનાર દર્શનાર્થીઓએ બહારથી જ મુલાકાત લેવી તેમ જણાવવામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં