Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદ્વારકા: આસિફે સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો, જાનથી મારી...

    દ્વારકા: આસિફે સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો, જાનથી મારી નાંખવાની ધમકી આપી, તેના પરિજનોની પણ સંડોવણી- કેસ દાખલ

    જ્યારે આસિફના પરિજનોને આ બાબતની જાણ થઇ તો તેમણે સગીરાને જ ધમકાવી હતી અને ગર્ભ પડાવવા માટે તેને અલગ-અલગ હોસ્પિટલમાં પણ લઇ ગયા હતા.

    - Advertisement -

    દ્વારકામાં એક હિંદુ સગીરા બળાત્કારનો ભોગ બની છે. તેના ગામના જ આસિફ બેતારા નામના શખ્સે અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સબંધો બાંધતાં સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ મામલે મીઠાપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપીના પરિજનો સામે પણ ગુનામાં મદદગારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો દેવભૂમિ દ્વારકાના મીઠાપુરના આરંભડા ગામનો છે. અહીં રહેતી એક સગીરા પર ગામના જ આસિફ બેતારાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને જેના કારણે પીડિતાને ગર્ભ રહી ગયો હતો. ફરિયાદ અનુસાર, આરોપીએ પીડિતાને કોઈને પણ જાણ કરવા પર જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 

    આરોપ છે કે જ્યારે આસિફના પરિજનોને આ બાબતની જાણ થઇ તો તેમણે સગીરાને જ ધમકાવી હતી અને ગર્ભ પડાવવા માટે તેને અલગ-અલગ હોસ્પિટલમાં પણ લઇ ગયા હતા. તેમજ જો તે કોઈને આ બાબતની જાણ કરશે તો તેને અને તેના ભાઈને જાનથી મારી નાંખશે તેવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સગીરાએ તેના પરિજનોને આ બાબતની જાણ કરતાં તેમણે પોલીસ મથકે જઈને ફરિયાદ કરી હતી. જેના આધારે મીઠાપુર પોલીસે આરોપી આસિફ બેતારા, સતાર બેતારા, નૂરજહાં બેતારા અને ફાતિમા સામે IPCની કલમ 376, 506(2), 114 અને GPAની કલમ હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી તો પીડિતાને જામનગની જી. જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. 

    ખંભાળિયાની હિંદુ યુવતી ભોગ બની હતી

    ગત જાન્યુઆરીમાં દ્વારકાના ખંભાળિયામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં અલ્તાફ નામના વ્યક્તિની ધરપકડ થઇ હતી. અલ્તાફે હિંદુ યુવતી સાથે પ્રેમસબંધો બાંધ્યા બાદ હિંદુ બનીને લગ્ન કરવાની લાલચ આપીને અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના કારણે પીડિતા ગર્ભવતી બની ગયા બાદ તેને તરછોડી દીધી હતી. આ કેસમાં પણ આરોપીની માતા, બહેન અને ભાણેજ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીડીતાએ જણાવ્યું હતું કે લગ્ન કરવાનો ઇનકાર કરતાં તે અલ્તાફના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં તેની માતા મેરૂન, બહેન મુમતાઝ અને ભાણેજ સોફિયાએ તેને બીભત્સ શબ્દો કહી ઘરમાંથી કાઢી મૂકી હતી અને ફરી વખત આવવા પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં