Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખંભાળિયા: અલ્તાફે યુવતીને હિંદુ બનીને લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત શારીરિક...

    ખંભાળિયા: અલ્તાફે યુવતીને હિંદુ બનીને લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત શારીરિક સબંધો બાંધ્યા, ગર્ભવતી બનાવી તરછોડી દીધી, ગુનો દાખલ

    યુવક મુસ્લિમ હોવાના કારણે બંને વચ્ચે લગ્ન ન થઇ શકે તેમ કહેતાં આરોપીએ યુવતીને ધર્મપરિવર્તન કરીને હિંદુ બની જવાની અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેને વિશ્વાસમાં લીધી હતી.

    - Advertisement -

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યા બાદ, હિંદુ બની જઈને લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી મૂકવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે આરોપી અલ્તાફ, તેની માતા, બહેન અને ભાણેજ સામે ખંભાળિયા પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે.

    ઘટનાની વધુ વિગતો એવી છે કે, ખંભાળિયા નગરમાં રહેતા અલ્તાફ મીન્સારિયા નામના એક ઈસમે જામનગરમાં રહેતી 31 વર્ષીય હિંદુ યુવતી સાથે પરિચય કેળવીને મિત્રતા કરી હતી. એપ્રિલ 2021માંથી શરૂ થયેલી આ મિત્રતા પછીથી પ્રેમસંબંધોમાં પરિણમી હતી. 

    યુવક મુસ્લિમ હોવાના કારણે બંને વચ્ચે લગ્ન ન થઇ શકે તેમ કહેતાં આરોપીએ યુવતીને ધર્મપરિવર્તન કરીને હિંદુ બની જવાની અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેને વિશ્વાસમાં લીધી હતી.

    - Advertisement -

    યુવતીને લગ્નની લાલચ આપ્યા બાદ બે વર્ષ દરમિયાન અવારનવાર તેને રાજકોટ અને જામનગર લઇ જઈને આરોપીએ અનેક વખત શારીરિક સબંધો બાંધ્યા હતા. જેના કારણે યુવતી ગર્ભવતી બની ગઈ હતી. ત્યારપછી આરોપી અલ્તાફે પોતે તેની સાથે સબંધો રાખવા નથી માંગતો તેમ કહીને તેને તરછોડી દીધી હતી. 

    આરોપીના ઘરે જતાં તેની માતા-બહેને ગાળો આપી ધમકી આપી 

    આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરતાં પીડિતા અલ્તાફના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં આરોપીની માતા મેરૂન, બહેન મુમતાઝ અને ભાણેજ સોફિયાએ તેને બીભત્સ શબ્દો કહી ઘરમાંથી કાઢી મૂકી હતી અને ફરી વખત આવવા પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

    સમાધાન કર્યા બાદ ફરી તરછોડી દીધી 

    જોકે, પછીથી આરોપીએ ફરીથી હિંદુ બનીને લગ્ન કરવાની વાત કરીને સમાધાન કરી લીધું હતું અને બંને સાથે રહેવા માંડ્યાં હતાં. પરંતુ ત્યારબાદ યુવતીના ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ પામતાં તેનું અબોર્શન કરાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ફરી પીડિતાને તરછોડી દીધી હતી. 

    આ મામલે પીડિત યુવતીએ ખંભાળિયા પોલીસ મથકે અલ્તાફ, મેરૂન, મુમતાઝ અને સોફિયા સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આઇપીસીની કલમ 376(N) (દુષ્કર્મ), 323 (જાણીજોઈને નુકસાન પહોંચાડવું), 504 (શાંતિભંગ કરવાના ઇરાદેથી અપમાન), 506(2) (ગુનાહિત ધમકી) અને 114 (ગુના સમયે દુષ્પ્રેરક તરીકે ઉપસ્થિતિ) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં