Saturday, October 12, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ16 વીઘા જમીન વેચી, સંબંધીઓ પાસેથી ઉધાર લીધા, રામ મંદિરને દાન કર્યા...

    16 વીઘા જમીન વેચી, સંબંધીઓ પાસેથી ઉધાર લીધા, રામ મંદિરને દાન કર્યા ₹1 કરોડ: હવે પ્રાણપ્રતિષ્ઠાના સાક્ષી બનશે ‘પ્રથમ દાનદાતા’ સિયારામ ગુપ્તા

    સિયારામ ગુપ્તાએ સંકલ્પ લીધો હતો કે, તેઓ રામ મંદિરના નિર્માણ માટે ₹1 કરોડનું દાન આપશે. આ માટે ભંડોળ ઊભું કરવા તેમણે પોતાની 16 વીઘા જમીન વેચી દીધી હતી. જોકે, આટલું પણ પૂરતું ન હતું તેથી તેમણે તેમના સંબંધીઓ પાસેથી ₹15 લાખ ઉછીના લીધા હતા.

    - Advertisement -

    અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિર માટે પ્રથમ દાનદાતાને પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી સિયારામે કોર્ટના નિર્ણય પહેલાં જ રામ મંદિરને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. હવે તેઓ મંદિરના નિર્માણ માટે પ્રથમ દાનદાતા તરીકે જાણીતા છે. માહિતી અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર્તા સિયારામ ગુપ્તાએ ઓક્ટોબર 2018મા શ્રીરામ મંદિરના નિર્માણ માટે ₹1 કરોડ આપ્યા હતા. તેમણે આ રકમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાશી પ્રાંતને આપી હતી. તેમના રેકોર્ડ મુજબ તેઓ પ્રથમ દાનદાતા બન્યા છે.

    જમીન વેચી, સંબંધીઓ પાસેથી ઉધાર લઈને એકત્રિત કર્યું ભંડોળ

    સિયારામ ગુપ્તાએ સંકલ્પ લીધો હતો કે, તેઓ રામ મંદિરના નિર્માણ માટે ₹1 કરોડનું દાન આપશે. આ માટે ભંડોળ ઊભું કરવા તેમણે પોતાની 16 વીઘા જમીન વેચી દીધી હતી. જોકે, આટલું પણ પૂરતું ન હતું તેથી તેમણે તેમના સંબંધીઓ પાસેથી ₹15 લાખ ઉછીના લીધા હતા. આ રીતે, તેમણે ₹1 કરોડ પૂર્ણ કરીને 20 નવેમ્બર, 2018ના રોજ રામ મંદિરને દાન કર્યા હતા. ત્યારથી તેઓ પ્રથમ દાનદાતા બન્યા હતા. જોકે, શ્રીરામ મંદિર માટે દેશની સુપ્રીમ કોર્ટનો નિર્ણય એક વર્ષ પછી 9 નવેમ્બર 2019ના રોજ આવ્યો હતો. સિયારામ ગુપ્તા આ પછી તે દાન આપીને ભૂલી ગયા હતા અને તેનો પ્રચાર-પ્રસાર પણ નહોતો કર્યો. તેમનું કહેવું છે કે, તેમને તે વિષયનો પ્રચાર કરવાનો કોઈ ઈરાદો નથી.

    રામ મંદિર તરફથી મળ્યું આમંત્રણ

    હવે જ્યારે 22 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તે પહેલાં સિયારામ ગુપ્તાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રેકોર્ડ મુજબ તેઓ મંદિરના પ્રથમ દાનદાતા છે. સિયારામ ગુપ્તા પ્રભુ શ્રીરામના અનન્ય ભક્ત છે. તેમણે પ્રતાપગઢમાં પ્રયાગરાજ રોડ પર એક મંદિરનું નિર્માણ કરાવ્યું છે અને ત્યાં જ રહીને તેઓ પૂજા-અર્ચના કરે છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામ મંદિરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. જેમાં 6000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આમંત્રિત લોકોમાં જૂના કારસેવકો, કારોબારી, પત્રકારો, નેતાઓ અને વિશિષ્ઠ લોકો સામેલ છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થશે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં