Sunday, May 5, 2024
More
    હોમપેજદેશશ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 4000 સંતો, અનેક વિશિષ્ટ અતિથિઓ પહોંચશે અયોધ્યા: ઉંમર...

    શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 4000 સંતો, અનેક વિશિષ્ટ અતિથિઓ પહોંચશે અયોધ્યા: ઉંમર અને સ્વાસ્થ્યના કારણે નહીં પહોંચે અડવાણી-જોશી, જાણો વધુ

    આ કાર્યક્રમમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રમુખ વ્યક્તિઓ પણ હાજર રહેશે જેમાં બૌધગુરુ દલાઈ લામાં, જૈન મુની રવીન્દ્રચાર્ય, શીખોના પ્રમુખ ગુરુદ્વારોના સંતો સાથે રામદેવ તથા માતા આનંદમયી જેવા દેશના પ્રમુખ સંતો હાજર રહેવાના છે.

    - Advertisement -

    અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ દેશ માટે ઉત્સવ સમાન બની રહેવાનો છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. સાથે સમગ્ર દેશમાંથી હજારો સાધુ-સંતો પણ આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે. શ્રી રામ જન્મભૂમિતીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દેશના 6000થી વધુ સાધુ-સંતો અને વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહોત્સવ માટે અમદાવાદથી ખાસ રથયાત્રા અયોધ્યા સુધી કાઢવામાં આવશે.

    પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે અમદાવાદનું રામચરિત માનસ ટ્રસ્ટ- ન્યુ રાણીપ, ગુજરાતમાંથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢવાનું છે. 1990ના દશકની યાદ અપાવતી એક બીજી રથયાત્રા ગુજરાતથી નીકળી અયોધ્યામાં પહોચશે. આ રથયાત્રા કાર્યક્રમમાં બે દિવસ પહેલાં અયોધ્યા પહોંચશે. આ યાત્રાની પ્રેરણા 1990માં લાલકૃષ્ણ અડવાણી દ્વારા કાઢવામાં આવેલી સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રાથી લેવામાં આવી છે.

    અડવાણી-જોશીની જોડી નહીં પહોંચે અયોધ્યા

    નોંધનીય છે કે રામમંદિર આંદોલનને લોકો સુધી પહોંચાડનાર ભાજપાના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી આ કાર્યક્રમમાં ભાગ નહિ લઈ શકે. હાલ લાલકૃષ્ણ અડવાણીની ઉંમર 96 વર્ષ અને મુરલી મનોહર જોશીની ઉંમર 90 વર્ષ છે. વૃદ્ધ અવસ્થાના કારણે બંને મહત્વના વ્યક્તિઓ કાર્યક્રમમાં ભાગ નહિ લઇ શકે.

    - Advertisement -

    શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે ઉંમરના કારણે બંને વરિષ્ઠ નેતાઓને અનુરોધ કરવામાં આવ્યો જેમાં તેઓ અંતે સંમત થયા હતા. આ પહેલા તેઓ કાર્યક્રમમાં આવવાની હઠ લઈને બેઠા હતા. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા બંને વડીલ નેતાઓને કાર્યક્રમમાં હાજર ન રહેવા વિનંતી કરવામાં આવી હતી. આ પહેલાં સ્વાસ્થ્યને ધ્યાને રાખીને લાલકૃષ્ણ અડવાણીના જન્મદિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે એમના નિવાસસ્થાને ગયા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

    22 જાન્યુઆરીના અયોધ્યામાં થવા જઈ રહેલાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી સાથે ઉત્તર પ્રદેશના CM આદિત્યનાથ યોગી અને અન્ય મોટી હસ્તીઓ સામેલ થવાની છે. ટ્રસ્ટના મહાસચિવે કહ્યું કે કાર્યક્રમ માટે કુલ 6200 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાંથી 4000 જેટલા સાધુ -સંતોનો સમાવેશ થાય છે. જયારે બીજા 2200થી વધુ વિશેષ વ્યક્તિઓ છે. મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે કાર્યક્રમમાં રામભદ્રાચાર્ય, રામાનંદાચાર્ય અને બીજા 6 દર્શનના શંકરાચાર્યો પધારવાના છે. આ સાથે રામાનંદ સંપ્રદાયના સંતો પણ હાજર રહેવાના છે.

    આ કાર્યક્રમમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રમુખ વ્યક્તિઓ પણ હાજર રહેશે જેમાં બૌધગુરુ દલાઈ લામાં, જૈન મુની રવીન્દ્રચાર્ય, શીખોના પ્રમુખ ગુરુદ્વારોના સંતો સાથે રામદેવ તથા માતા આનંદમયી જેવા દેશના પ્રમુખ સંતો હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને આર્ટ ઓફ લિવીંગના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરમાં થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરી 2024થી જ શરૂ થઇ જવાનો છે. જેમાં 16થી 22 જાન્સુયુઆરી સુધી વિદ્વાન પંડિતો દ્વારા વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવશે.

    પત્રકારોને પણ વિશેષ આમંત્રણ

    નોંધનીય છે કે આ કાર્યક્રમમાં એ પત્રકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જેઓ 1984 થયેલા બાબરી વિધ્વંસના મામલે રીપોર્ટીંગ કરી રહ્યા હતા. આ સાથે સમાજના અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ, ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકોને પણ બોલાવવામાં આવ્યા છે. બાબરી મસ્જિદના વિધ્વંસની ઘટના વખતે હાજર પોલીસકર્મીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે એ ઉપરાંત રામમંદિર માટે બલિદાન આપનાર લોકોના પરિવારને પણ ખાસ બોલવવામાં આવ્યા છે.

    ગુજરાતથી ફરી નીકળશે અયોધ્યાની રથયાત્રા

    અમદાવાદથી નીકળી અયોધ્યા પહોંચનાર રથયાત્રા 8 જાન્યુઆરી 2024ના રોજ નીકળી પ્રાણ પ્રતિસ્થાના બે દિવસ પહેલાં અયોધ્યા પહોંચશે. આ યાત્રા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને ઉત્તર પ્રદેશમાં થઇને નીકળશે. યાત્રાના અંતે રામ મંદિરમાં 51 લાખનું દાન કરવામાં આવશે. આ પહેલા 1990માં કાઢવામાં આવેલી રથયાત્રામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ દ્વારા લાલકૃષ્ણ અડવાણીને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં