કોંગ્રેસનાં વિવાદાસ્પદ નેતા દિગ્વિજયસિંહ ફરીથી વિવાદમાં આવ્યા છે. કાયમ દેશની સુરક્ષા બાબતે સવાલો ઉઠાવનારા દિગ્વિજયસિંહે સર્જીકલ સ્ટ્રાઈક પર પ્રશ્ન ઉઠાવ્યો છે. એટલું જ નહીં તેમણે ભાજપના રાજમા જ હિંદુઓ સુરક્ષિત નથી તેમ પણ કહી દીધું છે.
દિગ્વિજયસિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે આજકાલ ભારત જોડો યાત્રા દ્વારા ભારતભ્રમણ કરી રહ્યાં છે. હાલમાં આ યાત્રા કાશ્મીરમાં છે અને કાશ્મીરમાં પહોંચતાની સાથેજ કોઈ ખાસ દર્શકદીર્ઘાને સંબોધન કરતાં હોય એ રીતે દિગ્વિજયસિંહે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ કરી દીધો હતો અને કાયમની જેમ વિવાદને જન્મ આપ્યો હતો.. તેમણે કહ્યું હતું કે સરકારે દાવો કર્યો કે સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે અને કહે છે કે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યાં છે પરંતુ તેના કોઈજ પુરાવા આપવામાં આવ્યા નથી.
#WATCH | J&K: They (Centre) talk about surgical strikes and that they have killed so many of them but there is no proof: Congress leader Digvijaya Singh pic.twitter.com/3ovyecOpT9
— ANI (@ANI) January 23, 2023
આટલે જ ન અટકતાં કાશ્મીરમાં હોવાને લીધે દિગ્વિજયે કલમ 370 હટાવવાનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 370મી કલમ હટવાથી રાજ્યમાં આતંકવાદમાં બિલકુલ ઘટાડો થયો નથી. દિગ્વિજયસિંહ આ નિવેદન હાલમાં રાજૌરી જીલ્લામાં આવેલા ડાંગરી ગામમાં થયેલા આતંકવાદી હુમલાઓના પીડિતોને મળતી વખતે આપ્યું હતું. આ સમયે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ પણ દિગ્વિજયસિંહ સાથે હતાં.
'इस्लामिक शासन में हिंदू खतरे में नहीं थे'- दिग्विजय सिंह (नेता, कांग्रेस)#DigvijayaSingh #BharatJodoYatra #newsindia @digvijaya_28 @bharatjodo pic.twitter.com/QoKIoVnadX
— News India (@newsindia24x7_) January 23, 2023
હિંદુ ધર્મ વિષે ચર્ચા કરતાં દિગ્વિજયસિંહે કહ્યું હતું કે હિંદુઓ ઇસ્લામી શાસન હેઠળ પણ ખતરામાં ન હતાં પરંતુ ભાજપની સરકારમાં જ તેઓ ખતરામાં આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. જ્યારે એક ટીવી ચેનલના પત્રકાર દિગ્વિજયસિંહે સર્જીકલ સ્ટ્રાઈક બાબતે કરેલા નિવેદન વિષે ભારત જોડો યાત્રામાં ચાલતાં ચાલતાં પ્રશ્ન કર્યો હતો ત્યારે જયરામ રમેશ આ બંનેની વચ્ચે આવી ગયા હતાં અને પત્રકારને મુદ્દા પર રહો એમ કહ્યું હતું.
Reporter pushed away by @Jairam_Ramesh when he asked about Digvijaya singh insults our Army, This is how Congress covering the blunder made by Digvijaya. pic.twitter.com/YhDJX6ZM14
— Lala (@FabulasGuy) January 23, 2023
અત્રે એ નોંધનીય છે કે કલમ 370 હટી ગયા પછી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં ઘટ જરૂર જોવા મળી છે. પરંતુ આજ સુધી કોંગ્રેસનો એક પણ વરિષ્ઠ નેતા આવા કોઇપણ હુમલા બાદ પીડિતોની મુલાકાતે આવ્યો નથી. પરંતુ ભારત જોડો યાત્રા કાશ્મીરમાં છે એટલે દિગ્વિજયસિંહ અને જયરામ રમેશ જેવા નેતાઓએ રાજૌરીના હાલનાં આતંકવાદી હુમલાના પીડિતોની મુલાકાત લેવાનું કદાચ યોગ્ય સમજ્યું હશે.
દિગ્વિજયસિંહ એવા એક માત્ર નેતા નથી જેમણે ભારતીય જવાનોના શૌર્ય પર પ્રશ્ન કર્યો હોય. વિપક્ષના અસંખ્ય નેતાઓ જેમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે જેમણે આ શૌર્ય પર પ્રશ્નાર્થ ઉભા કર્યા હોય.
આશ્ચર્યની વાત એ છે કે દિગ્વિજયસિંહે સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ એ સમયે કર્યો હતો જ્યારે દેશ આજે શૌર્ય દિવસ મનાવી રહ્યો છે જે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પણ છે.