Friday, November 22, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘ડર અચ્છા હૈ! રાહુલ ગાંધીએ વીર સાવરકર પરની તમામ ટ્વીટ્સ ડિલીટ કરી...

    ‘ડર અચ્છા હૈ! રાહુલ ગાંધીએ વીર સાવરકર પરની તમામ ટ્વીટ્સ ડિલીટ કરી નાખી’- સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ દાવો, ચાલો જાણીએ તેની વાસ્તવિકતા શું છે?

    સોશિયલ મીડિયા પર અમુક લોકો દાવો કરી રહ્યા છે કે રાહુલ ગાંધીએ ટીકાઓ અને વિપક્ષી એકતામાં તિરાડ પડ્યા બાદ વીર સાવરકર પરની તમામ ટ્વીટ્સ ડિલીટ કરી નાખી છે. આ દાવા સાથેના સ્ક્રીનશોટ્સ પણ ફરી રહ્યા છે.

    - Advertisement -

    પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની કાનૂની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. ‘બધા ચોર મોદી કેમ હોય છે?’ વાળી ટિપ્પણી બદલ બે વર્ષની સજા બાદ સંસદની સદસ્યતા પણ ગુમાવી દેનારા રાહુલ વળી નવી મુસીબતમાં ફસાઈ ગયા છે. રાહુલ ગાંધીએ વીર સાવરકર પર કરેલી ટિપ્પણી બદલ સાવરકરના પૌત્રએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને ચેતવણી આપી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર એવો દાવો થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગેની ટ્વીટ્સ ડિલીટ કરી નાખી છે. ચાલો જાણીએ આ વાયરલ દાવા પાછળની વાસ્તવિકતા શું છે.

    મહારાષ્ટ્રમાં પાર્ટી પ્રત્યે ફૂટી રહ્યો છે ગુસ્સો

    આ પહેલી વખત નથી કે જ્યારે રાહુલ ગાંધીએ વિનાયક દામોદર સાવરકરનું અપમાન કર્યું હોય. રાહુલ અને તેની પાર્ટી ઘણાં વર્ષોથી આવું કરતી આવી છે. આ વાતથી તેમના જ ગઠબંધન સાથી ઉદ્ધવ ઠાકરેએ વાંધો દર્શાવ્યો છે. મહારાષ્ટ્રમાં પાર્ટી પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે, પરંતુ ત્યાંના કોંગ્રેસ નેતા ગાંધી પરિવારની ખુશામતખોરી કરવામાં આ વિશે કંઈપણ બોલવાનું ટાળી રહ્યા છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગેની ટ્વીટ્સ ડિલીટ કર્યાનો દાવો

    સોશિયલ મીડિયા પર અમુક લોકો દાવો કરી રહ્યા છે કે રાહુલ ગાંધીએ ટીકાઓ અને વિપક્ષી એકતામાં તિરાડ પડ્યા બાદ વીર સાવરકર પરની તમામ ટ્વીટ્સ ડિલીટ કરી નાખી છે. આ દાવા સાથેના સ્ક્રીનશોટ્સ પણ ફરી રહ્યા છે. એન્જિનિયર રાજેશ સિંહ નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, “અરે ચમચાઓ! શું થયું? રાહુલ બાબાની હવા નીકળી ગઈ. વીર સાવરકર પરની તમામ ટ્વીટ્સ ડિલીટ કરી નાખી. આ ભય સારો લાગ્યો.” કેટલાક અન્ય યુઝરે પણ આવા દાવા કર્યા.

    ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીને બે વર્ષની સજા, લોકસભામાંથી બરતરફ કર્યા બાદ તેમને લુટિયંસ દિલ્હીના તુઘલક રોડ સ્થિત એ બંગલો પણ ખાલી કરાવવામાં આવ્યો છે, જ્યાં તેઓ 19 વર્ષોથી રહે છે.

    દીપ મણિ ત્રિપાઠી નામના યુઝરે લખ્યું કે, “રાહુલ ગાંધી દ્વારા વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણી પર, કેસ નોંધાવવાની ચર્ચા બાદ રાહુલ ગાંધીએ સાવરકર પરની ટ્વીટ ડિલીટ કરી નાખી છે. ડર અચ્છા હૈ.”

    વિનોદ કુમાર જાંગિડ નમન યુઝરે લખ્યું કે, “વીર સાવરકર વિરુદ્ધ સતત અપમાનજનક અને પાયાવિહોણા નિવેદનો બદલ સાવરકર જીના પૌત્ર દ્વારા રાહુલને એફઆઈઆરની ધમકી મળ્યા બાદ, કથિત રીતે રાહુલ ગાંધીએ વીર સાવરકર પર પોતાની તમામ ટ્વીટ્સ ડિલીટ કરી નાખી છે.”

    શું રાહુલ ગાંધીએ ખરેખર ટ્વીટ્સ ડિલીટ કરી નાખી છે?

    જ્યારે અમે ઓનલાઈન તપાસ કરી તો જાણવા મળ્યું કે રાહુલ ગાંધીએ આ દરમિયાન કે પાછલા દિવસોમાં કોઈ ટ્વીટ ડિલીટ નથી કરી. એટલે વીર સાવરકર પરની ટ્વીટ્સ ડિલીટ કર્યાની વાત ખોટી છે, અફવા છે. રાહુલ ગાંધીની ‘Cashed Tweets’માં પણ એવી કોઈ ટ્વીટ નથી દેખાતી જેને ડિલીટ કરવામાં આવી હોય. એવું બની શકે છે કે વીર સાવરકર પર તેમણે ટ્વીટ કરી જ ન હોય, કેમકે, તેમણે આવા નિવેદનો મોટાભાગે પ્રેસ કોન્ફરન્સ, રેલીઓમાં આપ્યા છે અને પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી એ પોસ્ટ કરવામાં આવ્યું છે.

    જવાહરલાલ નહેરુના પરિવારથી જોડાયેલા રાહુલ ગાંધીએ વીર સાવરકરની ટીકા કરવા બદલ શરમ આવવી જોઈએ. કેમકે, નહેરુ જ્યારે પહેલી વખત જેલ ગયા હતા ત્યારે તેમને બહાર કાઢવા માટે પિતા મોતીલાલે રાત-દિવસ એક કરી નાખ્યા હતા. નહેરુ લગભગ 12 દિવસ જેલમાં ટકી શક્યા. જ્યારે વીર સાવરકરે સતત 11 વર્ષ કાળા પાણીની સજા ભોગવી, જ્યાં તેમને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. એ પછી તેમને ઘરમાં નજરકેદ પણ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં