Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધોળકાની દલિત સગીરા પર રેપ મામલે વિહિપ આક્રોશિત, આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની...

    ધોળકાની દલિત સગીરા પર રેપ મામલે વિહિપ આક્રોશિત, આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી: મહંમદ શકીલે બળજબરીથી ઘરમાં ઘૂસીને પીંખી હતી 

    આ મામલો ગત 10 જુલાઈ, 2023નો છે. ધોળકા પોલીસ મથકે પીડિત સગીરાના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે પોલીસે મહંમદ શકીલ સામે ગુનો દાખલ કર્યો હતો.

    - Advertisement -

    અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે થોડા દિવસ પહેલાં એક હિંદુ દલિત સગીરા સાથે એક મુસ્લિમ યુવકે બળાત્કાર કર્યાનો મામલો સામે આવ્યો હતો, જે મામલે મોહંમદ શકીલ નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે હવે વિશ્વ હિંદુ પરિષદ (VHP) પણ જાગી છે અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને કેસમાં કડક હાથે કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. 

    ધોળકા શહેરના આ કિસ્સા બાદ આક્રોશિત VHP કાર્યકર્તાઓએ ડેપ્યુટી કલેક્ટરને મળીને આવેદનપત્ર આપ્યું હતું અને 15 વર્ષીય દલિત સગીરા સાથે બળજબરીથી બળાત્કાર આચરવા બદલ આરોપી મહંમદ શકીલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી. 

    શું છે કેસ? 

    આ મામલો ગત 10 જુલાઈ, 2023નો છે. ધોળકા પોલીસ મથકે પીડિત સગીરાના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે પોલીસે મહંમદ શકીલ સામે ગુનો દાખલ કર્યો હતો. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    - Advertisement -

    ફરિયાદમાં પીડિત પિતાએ જણાવ્યું હતું કે, તેઓ તેમની એક 15 વર્ષીય પુત્રી સાથે રહે છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરીને ગુજરાન ચલાવે છે. પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને એક પુત્રી તેની સાથે રહે છે. તેમની સાથે રહેતી પુત્રીએ ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યા બાદ ભણતર અધૂરું છોડી દીધું હતું. ત્યારથી તે ઘરે જ રહીને નાનું-મોટું કામ કરે છે. 

    ફરિયાદ અનુસાર, ગત 10 જુલાઈએ સવારે 7 વાગ્યે તેઓ નોકરીએ જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં તેમના પાડોશીનો ફોન આવ્યો હતો અને ઘરે બોલાવ્યા હતા. ઘરે પહોંચીને જોતાં માણસોનું ટોળું એકઠું થયું હતું અને પુત્રી રડતી હતી. તેને પૂછતાં ગભરાયેલા સ્વરે કહ્યું હતું કે, સવા સાતેક વાગ્યાના અરસામાં તે ઘરમાં સૂતેલી હતી ત્યારે નજીકમાં રહેતો મહંમદ શકીલ તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને દરવાજા બંધ કરી દીધા હતા. ત્યારબાદ તે સગીરા પર ચડી ગયો હતો અને મોઢું દબાવીને ‘બૂમ પાડતી નહીં, નહીંતર તને પતાવી દઈશ’ તેવી ધમકી આપીને બળજબરીથી કપડાં ઉતારીને બળાત્કાર કર્યો હતો. 

    દરમ્યાન, સગીરાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તેમણે દરવાજો ખખડાવતાં શકીલ ભાગી ગયો હતો. આ મામલે પીડિત પિતાની ફરિયાદના આધારે પોલીસે મહંમદ શકીલ શબ્બીર ખલીફા સામે IPCની કલમ 376(3), 506(2) તેમજ પોક્સો અને ST/SC એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યાં પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં