Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપસમાંદા મુસ્લિમો વિશે આટલી વાતો થઇ રહી છે ત્યારે જાણીએ બજેટમાં લઘુમતી...

    પસમાંદા મુસ્લિમો વિશે આટલી વાતો થઇ રહી છે ત્યારે જાણીએ બજેટમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયને કેટલા રૂપિયા ફાળવાયા: ડાબેરીઓનાં રોદણાં વચ્ચે PMJYKથી થશે વિકાસ

    મદ્રેસાઓમાં આધુનિક વિષયોનો સમાવેશ, શિક્ષક તાલીમ અને લઘુમતી સંસ્થાઓમાં શાળાના માળખાગત સુવિધા વધારવા માટે બજેટમાં નાણાકીય સહાય તરીકે રૂ. 10 કરોડ ફાળવવામાં આવ્યા છે.

    - Advertisement -

    કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે (1 ફેબ્રુઆરી, 2023) તેમનું 5મું બજેટ અને ‘મોદી સરકાર 2.0’નું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ વ્યક્તિગત આવકવેરાની મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે મૂડી રોકાણ ખર્ચમાં 33 ટકાના જંગી વધારાથી રૂ. 10 લાખ કરોડ (1000000 કરોડ) સુધીની અનેક જાહેરાતો કરવામાં આવી હતી, આ સાથે જ ફાળવવામાં આવેલા બજેટમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયને 3 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે.

    લઘુમતી મામલાના મંત્રાલયને બુધવારે 2023-24ના કેન્દ્રીય બજેટમાં રૂ. 3097.60 કરોડ ફાળવવામાં આવ્યા છે , જે પાછલા નાણાકીય વર્ષના સુધારેલા આંકડા કરતાં રૂ. 484.94 કરોડ વધુ છે. 2023-24 માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં કેન્દ્રએ લઘુમતી કલ્યાણ મંત્રાલય માટે 3097.60 કરોડ રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઉપરાંત બજેટમાં અલગથી ફાળવવામાં આવેલા ફંડ દ્વારા PMJYKથી લઘુમતીઓને વિકાસ માટે કામ કરવામાં આવશે.

    Source: https://www.indiabudget.gov.in

    નાણાકીય વર્ષ 2022-23માં લઘુમતી બાબતોના મંત્રાલય માટે બજેટ અંદાજ 5020.50 કરોડ રૂપિયા હતો અને બાદમાં તેની ફાળવણીને સુધારીને 2612.66 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. મંત્રાલયને સૂચિત ફાળવણીમાંથી રૂ. 433 કરોડ પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે છે અને રૂ. 1065 કરોડ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે છે.

    - Advertisement -

    દેશભરમાં લઘુમતી અને કારીગર સમુદાયોની કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વ તાલીમ જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરતી એમઓએમએની કૌશલ્યવર્ધક પહેલ પ્રધાનમંત્રી વિરાસત સંવર્ધન (પીએમ વિકાસ) યોજનાને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ. 540 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ પાસમાંદા મુસ્લિમોમાં તેની લોકપ્રિયતા વધારી રહી છે.

    આ સિવાય બજેટમાં વડાપ્રધાનના પબ્લિક ડેવલપમેન્ટ પ્રોગ્રામ (PMJYK) માટે 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે એક સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એમસીએ) છે, જેનો ઉદ્દેશ ચિન્હિત કરેલા લઘુમતી બહુલ ધરાવતા વિસ્તારોમાં રહેલી ખામીઓને દૂર કરીને તે વિસ્તારનો વિકાસ કરવાનો છે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ માટે બહુ-ક્ષેત્રીય વિકાસ કાર્યક્રમ (એમએસડીપી)નું પુનર્ગઠન અને નવીનીકરણ કરવામાં આવ્યું છે.

    મદ્રેસાઓમાં આધુનિક વિષયોનો સમાવેશ, શિક્ષક તાલીમ અને લઘુમતી સંસ્થાઓમાં શાળાના માળખાગત સુવિધા વધારવા માટે બજેટમાં નાણાકીય સહાય તરીકે રૂ. 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2022-2023માં ‘મદરેસાઓ અને લઘુમતીઓ માટેની શિક્ષણ યોજના’ માટે 60 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જ્યારે તેના એક વર્ષ પહેલાં કેન્દ્રએ તેના પર 161.53 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે સરકાર સતત લઘુમતી બાબતોના મંત્રાલયને ભંડોળ પૂરું પાડતી હોવા છતાં વામપંથી મીડિયા લઘુમતીઓ માટે ભંડોળમાં કાપ મૂકવાના રોદણાં રડતું રહે છે. વાસ્તવમાં આવું બિલકુલ નથી. નોંધનીય છે કે કેન્દ્રએ ગયા વર્ષે લઘુમતી બાબતો માટે 5,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેમાંથી મોટો હિસ્સો (2,300 કરોડ રૂપિયા) બિનઉપયોગી રહ્યો હતો. આ વર્ષે કેન્દ્રએ ભૂતકાળના કાર્યોમાંથી બોધપાઠ લીધો હતો અને રૂ. 3097ની ફાળવણી કરી હતી, જે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 2612.66 કરોડ (સંશોધિત અનુમાન) કરતાં લગભગ 18 ટકા વધારે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં