દેશની રાજધાની દિલ્લીથી દરેક માતા પિતા માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ દિલ્લી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીનીનો શાકીબે બળાત્કાર કર્યો, ત્યાર બાદ તેના પર ધર્મપરિવર્તન માટેનું દબાણ ઊભું કર્યાનો ચોકવાનારી ઘટના સામે આવી છે.
દિલ્લી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થીનીનો આરોપ છે કે તેના મિત્રોથી પરિચયમાં આવેલા શાકીબે બળાત્કાર કર્યો, જેનો તેણે વિડીયો ઉતાર્યો, પછીથી તેને ધર્મપરિવર્તન નહી કરે તો વીડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકીઓ આપી હતી.
વધુમાં બાળકીએ કહ્યું હતું કે “મારા પર લગ્ન કરવાનું પણ દબાણ બનાવવામાં આવ્યું હતું, તે પહેલા આ વીડીયો દ્વારા બ્લેકમેઈલ કરીને બે વાર બળાત્કાર કર્યો હતો.” જો કે બાળકી તેની વાત ન માની તો શાકીબે તેના મિત્રો સાથે મળીને તેના ઘર પર પત્થર મારો કર્યો હતો અને ઈંડા ફેંક્યા હતા.
વાતની ગંભીરતા પામતા માતા પિતાએ દબાણ પૂર્વક પુછપરછ કરતાં આખી વાત સામે આવી હતી. પિતાએ કોલ કરી પોલીસને જાણ કરી હતી. જહાંગીરપુરી પોલીસ સ્ટેશનમાં આ બાબતેને લઈને આઈપીસી કલમ 328/376 અને 06 પોસ્કો એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આરોપીને શોધી રહી છે.
પોલીસ અધિકારીએ આ વાતની સંપૂર્ણ પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર સોમવારની રાતના પીસીઆર કોલ મળ્યો હતો. પિડીતા બાળકી સગીર વયની છે અને દિલ્લી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. પિડીતાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું તે મૂજબ થોડા સમય પૂર્વે કેટલાક મિત્રોના માધ્યમથી જહાંગીરપુરીમાં રહેતો શાકીબ સંપર્કમાં આવ્યો હતો. સતત વાતચીત કરવાથી એકબીજાના નજીક આવ્યા હતા. ત્યાર બાદ એક વાર શાકીબે તેને પોતાના ઘરે બોલવી હતી જ્યાં કોઈ હતું નહી. શાકીબે સગીરાને જયુસ પીવડાવ્યો, ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે હોશ આવ્યો ત્યારે ખ્યાલ થયો કે શાકીબે તેનો બળાત્કાર કર્યો છે. એટલું જ નહી પરંતુ તેણે આ દુષ્કૃત્યનો વીડીયો પણ બનાવી મુક્યો હતો. પીડીતા પોલીસને આપેલ વધારાની જાણકારી અનુસાર આરોપી તે વીડીયો અને ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપતો રહેતો હતો. તે ધમકી વાપરીને બે વાર બળાત્કાર પણ કરી ચુક્યો હતો. સાથે સાથે તેણે લગ્ન કરવા અને ધર્મપરિવર્તન કરવા માટે પણ દબાણ કર્યું હતું.