દિલ્હી ખાતે એક IT સેક્ટરમાં કામ કરતી એક હિંદુ મહિલાએ મોહમ્મદ ઈમરાન નામના શખ્સ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાએ કહ્યું કે, ઈમરાન દ્વારા આપવામાં આવેલી જાનથી મારી નાખવાની ધમકીને કારણે તેણે તેના પતિ સાથે છૂટાછેડા પણ લીધા હતા. દિલ્હી પોલીસે આ મામલે 29 નવેમ્બર, 2022ના રોજ ફરિયાદ નોંધી હતી.
પીડિતાએ જણાવ્યું તે ખૂબ જ ડરેલી છે અને કહ્યું છે કે હજુ સુધી ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી. આ ઘટનાની ફરિયાદ દિલ્હી પોલીસના મેદાન ગઢી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે ઈમરાન સાથે તેની મિત્રતા 11 વર્ષ જૂની હતી. કોચિંગ ક્લાસિસમાં બંને નોઈડા ખાતે મળ્યા હતા. વર્ષ 2018માં તેના લગ્ન અભિષેક નામના યુવક સાથે થયા હતા. આ દરમિયાન ઈમરાને તેની સાથે મિત્રતા જાળવી રાખી હતી. થોડા સમય પછી પીડિતાના પતિ અભિષેકને બિહારમાં નોકરી મળી અને ઈમરાને તેની સાથે સબંધો વધુ ગાઢ બનાવવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા.
હિંદુ મહિલાએ આરોપ લગાવતાં કહ્યું કે ત્યારપછી ઈમરાન તેને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો, તે ખૂબ જ ડરવા લાગી હતી, ઈમરાન કહેતો કે મહિલા તેના પતિને છોડી દે અને તેની સાથે નિકાહ કરી લે અને જો તે એમ નહિ કરે તો તેની જાનથી મારી નાંખશે.
12 જૂન 2021ના રોજ ઈમરાન દિલ્હીના છતરપુરમાં મહિલાના ઘરે આવ્યો હતો. અહીં તેણે પીડિતાની સંમતિ વિના બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે મહિલાએ રડતાં-રડતાં તેનો વિરોધ કર્યો તો તેણે તેની સાથે નિકાહ કરવાનું અને તેને પોતાની પત્ની બનાવવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન ઈમરાન તેના ઘરે લગભગ 4 દિવસ રોકાયો હતો.
હિંદુ મહિલાએ આરોપ લગાવ્યો કે તેણે ઈમરાનના દબાણ અને ડરના કારણે સપ્ટેમબર 2021માં છૂટાછેડાની અરજી દિલ્લીની સાકેત કોર્ટમાં આપી હતી. આ દરમિયાન પણ ઈમરાન પીડિતાને કુતુબ મિનાર વિસ્તારમાં મળવા માટે બોલાવતો રહ્યો. ડિસેમ્બર 2021માં ઈમરાનથી કંટાળી અને ડરી પીડિતા તેનું ઘર દિલ્હી છતરપુરથી બદલીને પાલમ વિહાર વિસ્તારમાં રહેવા જતી રહી. પણ ઈમરાને આ ઘર પણ મળી શોધી કાઢ્યું અને અહીં આવીને પણ તેણે મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાના કહેવા પ્રમાણે ત્યાં પણ આ સિલસિલો ચાલુ રહ્યો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આ દરમિયાન મહિલાના તેના પતિથી છૂટાછેડા લેવાની કોર્ટમાં છેલ્લી તારીખ આવી ગઈ હતી. પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની પુષ્ટિ થતાં જ ઈમરાને તેને બ્લોક કરી દીધી હતી. ત્યારથી ઈમરાન તેને મળ્યો નહોતો. પીડિતાના કહેવા પ્રમાણે ઈમરાન મેરઠનો રહેવાસી છે. તે નોઈડાના સેક્ટર 59માં આવેલી આઈટી કંપની આર સિસ્ટમમાં કામ કરે છે. આરોપ છે કે એફઆઈઆર નોંધાયા બાદ પણ કંપનીએ તેમને નોકરીમાંથી કાઢ્યો ન હતો.
ઑપઇન્ડિયા સાથે વાત કરતા દિલ્હીથી લવ જેહાદ પીડિતાએ કહ્યું કે, પહેલાં એફઆઈઆરના નામે પોલીસે તેને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ઘણી દોડાવી, પછી કેસ નોંધાયાને 20 દિવસથી વધુ સમય વીતી જવા છતાં પણ તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિતાએ કહ્યું કે, ઈમરાન તેને ઘણીવાર બુરખો પહેરેલા ફોટા મોકલવાનું કહેતો હતો. પીડિતાએ એ પણ જણાવ્યું કે પહેલા તે હિંદુ-મુસ્લિમની વાતોમાં માનતી ન હતી, પરંતુ હવે તેને લાગે છે કે એક ગેંગ હિંદુ છોકરીઓને નિશાન બનાવી રહી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 376 (2) અને 506 હેઠળ કેસ નોંધ્યો છે.