Monday, June 17, 2024
More
    હોમપેજદેશપૈસા ન મળવાનો અર્થ એ નથી કે ભ્રષ્ટાચાર થયો નથીઃ દિલ્હી દારૂ...

    પૈસા ન મળવાનો અર્થ એ નથી કે ભ્રષ્ટાચાર થયો નથીઃ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાને હાઈકોર્ટે ના આપી રાહત, કહ્યું- સત્તાનો કર્યો ભારે દુરૂપયોગ

    કોર્ટે કહ્યું કે દારૂની નીતિ આર્થિક લાભ માટે બનાવવામાં આવી હતી જે આ ગુનાની ગંભીરતા વધારે છે.

    - Advertisement -

    દિલ્હી હાઈકોર્ટે દારૂ કૌભાંડ કેસની સુનાવણી કરતા કહ્યું કે, કોઈની પાસે રોકડ મળી નથી, તેનો અર્થ એ નથી કે ભ્રષ્ટાચાર થયો નથી. કોર્ટે કહ્યું કે હવે આ ગુનો કરવા માટે નવી તરકીબો અપનાવવામાં આવી રહી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

    હાઈકોર્ટે કહ્યું કે, “મની લોન્ડરિંગના કેસમાં એક વ્યક્તિ પાસેથી રોકડની વસૂલાત જરૂરી નથી કે જ્યાં અનેક લોકો ષડયંત્રનો ભાગ હોય.” કોર્ટે કહ્યું કે દારૂ કૌભાંડના કેસમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપો છે જે દેશના સામાજિક-આર્થિક માળખા પર ભાર મૂકે છે અને સરકારી સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ ઘટાડે છે.

    હાઈકોર્ટે કહ્યું કે દિલ્હીની દારૂની નીતિએ નાના અને મધ્યમ દુકાનદારોને વેચાણમાંથી બાકાત રાખ્યા છે અને તમામ સત્તા એવા લોકોને આપી છે જેમની પાસે પૈસા અને પહોંચ છે અને જેમણે પોતાનું એક કાર્ટેલ બનાવ્યું છે. કોર્ટે કહ્યું કે દારૂની નીતિ આર્થિક લાભ માટે બનાવવામાં આવી હતી જે આ ગુનાની ગંભીરતા વધારે છે.

    - Advertisement -

    સિસોદિયાએ બે ફોન તોડ્યા, પુરાવા કર્યા નષ્ટ- હાઇકોર્ટ

    કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયાનું વર્તન લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે વિશ્વાસઘાત છે. કોર્ટે કહ્યું કે સિસોદિયાએ એવું દેખાડ્યું કે દિલ્હીની દારૂની નીતિ બધાને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવી હતી, જ્યારે વાસ્તવમાં તે થોડા લોકોને ફાયદો કરાવવાની નીતિ હતી. કોર્ટે એમ પણ કહ્યું કે સિસોદિયાએ બે ફોન તોડી નાખ્યા અને મહત્વપૂર્ણ પુરાવાનો નાશ કર્યો.

    મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કરતા તેમણે કહ્યું કે તેઓ હજુ સુધી એ સ્થાપિત કરી શક્યા નથી કે તેમને શા માટે જામીન આપવામાં આવે. કોર્ટે તેને જામીન આપવાનો પણ ઇનકાર કર્યો હતો. સિસોદિયા સતત અલગ-અલગ કોર્ટમાં જામીન માટે અરજી કરી રહ્યા છે.

    2023ની શરૂઆતમાં થઈ હતી ધરપકડ

    નોંધનીય છે કે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ફેબ્રુઆરી 2023માં દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ દિલ્હીના આબકારી મંત્રી હતા. આ અંતર્ગત દારૂની નીતિ બનાવવામાં આવી હતી જેમાં એજન્સીઓએ ગેરરીતિના આક્ષેપો કર્યા છે. એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે આ નવી નીતિ મોટા દારૂના વેપારીઓની તરફેણ કરે છે અને તેમની પાસેથી મળેલા નાણાંનો ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉપયોગ કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં