Wednesday, September 18, 2024
More
    હોમપેજદેશનિવેદનોના કારણે વિવાદોમાં રહેતા શાયર મુનવ્વર રાણાનું 71 વર્ષની વયે નિધન, કિડની,...

    નિવેદનોના કારણે વિવાદોમાં રહેતા શાયર મુનવ્વર રાણાનું 71 વર્ષની વયે નિધન, કિડની, લિવર, હાર્ટ..બધું ફેલ: રામ મંદિરના ચુકાદા પર કરી હતી અત્યંત અભદ્ર ટિપ્પણી

    ઉત્તર પ્રદેશમાં ફરીવાર યોગી આદિત્યનાથની સરકાર બનતા પહેલાં તેમણે કહ્યું હતું કે, જો યોગી સરકાર ફરી આવશે તો તેઓ યુપી છોડી દેશે. જોકે, એવું કંઈ થયું નહીં. પરંતુ જ્યારે 2022માં યોગી સરકાર પરત આવી ત્યારે રાણાની તબિયત બગડવાના સમાચાર ચોક્કસથી મીડિયામાં આવ્યા હતા.

    - Advertisement -

    પોતાના નિવેદનોના કારણે અવારનવાર વિવાદમાં રહેતા શાયર મુનવ્વર રાણાનું 71 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા. તેમની સારવાર PIGમાં ચાલી રહી હતી. તેમને ત્યાં ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે (14 જાન્યુઆરી, 2024) રાત્રે 11:30 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા.

    મળતી માહિતી મુજબ, મુનવ્વર રાણા છેલ્લા બે વર્ષથી કિડનીની બિમારીથી પીડિત હતા. ત્યારથી તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું હતું. આ સાથે તેમને લીવરની બીમારી સીઓપીડી પણ હતી. 9 જાન્યુઆરીએ જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ત્યારે તેમને PGIમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 14 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોએ મીડિયાને જણાવ્યું કે, મુનવ્વર કિડનીની બીમારીથી પીડિત તો હતા જ. પરંતુ જ્યારે તેમને 9 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમને સીઓપીડીની સાથે હૃદયની તકલીફ પણ હતી, જેના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની તબિયત સુધર્યા બાદ તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા પરંતુ તેઓ લાંબા સમય સુધી વેન્ટિલેટર વગર રહી શક્યા ન હતા. ફરીથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જે દરમિયાન મુનવ્વર રાણાનું નિધન થયું હતું.

    ઘણા મુદ્દાઓ પર આપ્યા હતા આપત્તિજનક નિવેદનો

    નોંધનીય છે કે, મુનવ્વર રાણાને ઘણા સાહિત્યિક પુરસ્કારો મળ્યા હતા. પરંતુ લાંબા સમયથી તે વિવાદોને કારણે ચર્ચામાં રહેતા હતા. તેમણે રામ મંદિરનો ચુકાદો આપનાર ન્યાયાધીશ વિશે કહ્યું હતું કે, “ભારતના ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈ જેટલી ઓછી કિંમતે વેચાયા, તેટલામાં હિન્દુસ્તાનની એક રં# પણ નથી વેચાતી.”

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં ફરીવાર યોગી આદિત્યનાથની સરકાર બનતા પહેલાં તેમણે કહ્યું હતું કે, જો યોગી સરકાર ફરી આવશે તો તેઓ યુપી છોડી દેશે. જોકે, એવું કંઈ થયું નહીં. પરંતુ જ્યારે 2022માં યોગી સરકાર પરત આવી ત્યારે રાણાની તબિયત બગડવાના સમાચાર ચોક્કસથી મીડિયામાં આવ્યા હતા.

    તે જ રીતે તેમની પુત્રીનું કોંગ્રેસ જોઈન કરવું, ચૂંટણી લડવી અને મતદાનમાં નોટાથી પણ ઓછા મત મળ્યા બાદ રાણાની ખૂબ જ ફજેતી થઈ હતી. તેમના પુત્રે પણ મિલકતની લાલચમાં પોતાની ઉપર જ ખોટું ફાયરિંગ કરાવ્યું, ત્યારે પણ મુનવ્વર રાણાનું નામ ઊછળ્યું હતું.

    આ ઉપરાંત રાણાએ ફ્રાન્સમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો જ્યાં એક કાર્ટૂન બતાવ્યા બાદ શિક્ષક પર હુમલો થયો હતો. રાણાએ આતંકવાદીનો બચાવ કરતા કહ્યું હતું કે, જો કોઈ તેના માતા-પિતાનું આવું કાર્ટૂન બનાવશે તો તે ચોક્કસ તેને મારી નાખશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં