Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમારો બાપ મુસલમાન હતો તેની ગેરેંટી લઉં છું, પણ માની ગેરેંટી નથી-...

    મારો બાપ મુસલમાન હતો તેની ગેરેંટી લઉં છું, પણ માની ગેરેંટી નથી- મુન્નવર રાણા,કહ્યું: અરબસ્તાનથી સૈનિકો પત્નીઓ લઈને નહોતા આવતા

    ઉર્દુ શાયર અને પોતાના વિચિત્ર નિવેદનો માટે જાણીતા મુનવ્વર રાણાએ તાજું નિવેદન આપીને વિવાદ સર્જી દીધો છે જેમાં તેમણે કહ્યું છે કે તેમની માતા મુસ્લિમ હતી કે નહીં તેની કોઈજ ગેરંટી નથી.

    - Advertisement -

    પોતાના વાહિયાત નિવેદનોને કારણે હંમેશા હેડલાઇન્સમાં રહેતા કવિ મુનવ્વર રાણાએ ફરી એકવાર વિચિત્ર નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે પોતાના નિવેદનમાં પોતાના માતા-પિતાનો ઉલ્લેખ કર્યો છે. વાસ્તવમાં એબીપી ન્યૂઝના એક રિપોર્ટરે મુનવ્વર રાણાને બીજેપીના પસમાંદા સંમેલન અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં રાણાએ કહ્યું હતું કે, મારા પિતા મુસ્લિમ હતા, હું તેની ખાતરી આપું છું. પરંતુ મારી માતા પણ મુસ્લિમ હતી, હું તેની ખાતરી આપતો નથી.” મતલબ કે મુન્નવર રાણાને તેમનો બાપ મુસ્લિમ હોવાની ખાતરી છે, પણ માની નહી.

    તેમણે કહ્યું કે પસમાંદા એટલે સમાજમાં પછાત લોકો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઇસ્લામમાં પસમાંદાનો કોઈ અર્થ જ નથી. મુનવ્વર રાણાનું માનવું છે કે અરબસ્તાનમાં કોઈને જાતી વ્યવસ્થા વિષે ખબર ન હતી, પણ જયારે તેઓ હિન્દુસ્તાન આવ્યાં ત્યારે તેઓ અહીના રંગે રંગાઈ ગયા.

    આ દરમિયાન તેણે કહ્યું, “હું ખૂબ પ્રામાણિકપણે કહું છું કે મારો બાપ મુસ્લિમ હતો, હું તેની ગેરેંટી આપું છું. પરંતુ મારી માતા પણ મુસ્લિમ હતી, તેની ગેરેંટી આપી શકતો નથી. કારણ કે, મારા પ્રથમ પિતા જે ભારત આવ્યા હતા, પછી ભલે તે સમરકંદ, આફ્રિકા, અરેબિયા કે ક્યાંયથી હોય, તેઓ સેના સાથે આવ્યા હતા અને સેના તેમની પત્નીઓને સાથે લઈ જતી નથી. આવી સ્થિતિમાં માતા પણ મુસ્લિમ હતી તેની ખાતરી આપી શકાય તેમ નથી.”

    - Advertisement -

    મુનવ્વર રાણા ભૂતકાળમાં પણ પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહ્યા છે. ભાજપ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રત્યે તેમનો દ્વેષ જગ જાહેર છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા તેમણે પલાયન રાગ આલાપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો રાજ્યમાં ફરી યોગી આદિત્યનાથની સરકાર બનશે તો તેઓ ભાગી જશે.

    મુનવ્વરે કહ્યું હતું કે, ‘મેં પહેલેથી જ કહ્યું હતું કે યોગી આવશે તો હું ભાગી જઈશ. આ સ્પષ્ટપણે નોંધવું જોઈએ.” તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની યોગી સરકારના કારણે મુસ્લિમોમાં એટલો ડર છે કે કોઈ બોલતું નથી. તેમણે કહ્યું, “મુસ્લિમોએ ડરથી તેમના ઘરમાં છરીઓ રાખવાનું પણ બંધ કરી દીધું છે, ખબર નહી યોગી ક્યારે તેમને જેલમાં બંધ કરાવી દે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં