Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટછોટા હસન સાથે પ્રેમનું ઈનામ માથામાં બંદૂકની ગોળીઃ નામ બદલી બાંધ્યો હતો...

    છોટા હસન સાથે પ્રેમનું ઈનામ માથામાં બંદૂકની ગોળીઃ નામ બદલી બાંધ્યો હતો પ્રેમ સબંધ, પોલીસ કોન્સ્ટેબલ પ્રભાની હત્યામાં ચોંકાવનારા ખુલાસા

    પ્રતિમા કુમારીએ પોલીસ પર પણ આરોપ મુક્ત કહ્યું હતું કે તેની બહેને પોલીસમાં અરજી કરી હતી, પરંતુ પોલીસે આ વાતને જરાય ધ્યાન પર લીધી ન હતી.

    - Advertisement -

    બિહારમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી. ગત બુધવારના રોજ છોટે હસન નામના વ્યક્તિએ તેના સાથીઓ સાથે મળીને પોલીસ કોન્સ્ટેબલ પ્રભા ભારતીની ગોળી મારી હત્યા કરી મૂકી હતી. હવે આ વાતમાં નવા નવા ખુલાસો થઇ રહ્યા છે. 

    એક મીડિયા રીપોર્ટ અનુસાર પોલીસ કોન્સ્ટેબલ પ્રભા ભારતી અને છોટે હસન બંને એક બીજાના પ્રેમમાં હતા પરંતુ આ બાબતે ચોકાવનારી બાબત એ સામે આવી છે કે છોટા હસને પોતાની ઓળખ છુપાવીને પ્રેમ સંબંધ બાંધ્ય હતા. આ પ્રેમ સંબધ દરમિયાન છોટે હસને કેટલાક ફોટા અને વિડીઓ ઉતારી દીધા હતા. જયારે પ્રભાને સાચી ઓળખ ખ્યાલ આવતા તેણે પ્રેમ સંબંધનો અંત લાવ્યો હતો. ત્યારથી જ છોટા હસન તેની પાછળ પડ્યો હતો. વારંવાર હેરાન કરતો હતો અને લગ્ન નહિ કરે તો જાનથી મારી નાખવાની તથા વિડીઓ વાયરલ કરવાની ધમકી આપતો હતો. 

    આ મામલે કોન્સ્ટેબલ પ્રભા ભારતીની બહેન પ્રતિમા કુમારીએ મીડિયા સામે ખુલાસા કર્યા હતા કે મારી બહેન ઘણા સમયથી ટેન્શનમાં હતી. છોટા હસને તેની ઓળખ છુપાવીને તેની બહેન સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા. પ્રેમ સંબંધનો અંત લાવ્યા બાદ પણ તે હેરાન કરતો હતો. પ્રતિમા કુમારીએ પોલીસ પર પણ આરોપ મુક્ત કહ્યું હતું કે તેની બહેને પોલીસમાં અરજી કરી હતી, પરંતુ પોલીસે આ વાતને જરાય ધ્યાન પર લીધી ન હતી. જયારે પોલીસે આ બાબતે ખુલાસો આપ્યો હતો કે અરજીના આધારે તેઓ બે વાર છોટે હસનના ઘરે ગયા હતા, પરંતુ તે ત્યાંથી ફરાર હતો. 

    - Advertisement -

    આ આખા મામલામાં કટિહાર પોલીસ એસપી જીતેન્દ્ર કુમારે નિવેદન આપી જણાવ્યું છે કે પોલીસે આ હત્યા કેસના મુખ્ય આરોપી મોહમ્મદ છોટુ ઉર્ફે હસન અરશદ, મોહમ્મદ કાદિર, પ્રિયુસ, મોનુ, મોહમ્મદ દાનિશ, મોહમ્મદ સજ્જાદ, દિગ્ગજ યાદવ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. તેમાંથી, પોલીસ મોહમ્મદ કાદિરને ફાલકા બ્લોકના મોરસંડામાંથી મોડી રાત્રે કસ્ટડીમાં લીધા બાદ પૂછપરછ કરી રહી છે. જો કે હત્યાનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી. 

    નામ બદલીને હિંદુ યુવતીઓને પ્રેમ સંબંધમાં ફસાવવી આ કોઈ પહેલો મામલો નથી આવા અસંખ્ય મામલો અગાઉ પણ સામે આવ્યા જ છે. આ બાબતે હિંદુ સંગઠનો સમયે સમયે પોતાની ચિંતા જાહેર કરતા રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં