Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઘરમાં CCTV લગાવવા આવેલા શાહરૂખે નામ બદલી યુવતી સાથે મિત્રતા કરી, પોલ...

    ઘરમાં CCTV લગાવવા આવેલા શાહરૂખે નામ બદલી યુવતી સાથે મિત્રતા કરી, પોલ ખુલતાં કહ્યું- ‘કહ્યું નહીં કરે તો દુમકાની યુવતી જેવા હાલ કરીશ’: બનાવટી આધારકાર્ડ પણ જપ્ત

    ઉત્તરાખંડમાં એક મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે નામ બદલીને મિત્રતા કરી હતી અને પોલ ખુલી ગયા બાદ ઝારખંડનો દુમકા કાંડ દોહરાવવાની ધમકી આપી હતી.

    - Advertisement -

    હવે લવ જેહાદનું સત્ય દેશભરમાંથી ખુલ્લેઆમ સામે આવી રહ્યું છે. ઉત્તરાખંડના રુદ્રપુરમાં ઘરમાં CCTV લગાવવા આવેલા શાહરૂખે પોતાની ઓળખ છુપાવીને યુવતી સાથે મિત્રતા કરી હતી, જે બાદ પોતાની ઓળખ છતી થતા યુવતીએ તેનો વિરોધ કર્યો તો શાહરૂખે યુવતીને જીવતી સળગાવવાની ધમકી આપી હતી.

    અહેવાલો મુજબ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના રૂદ્રપુરમાં પોલીસે 24 વર્ષીય શાહરૂખની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 2 બનાવટી આધાર કાર્ડ પણ કબજે કર્યા છે. નોંધપાત્ર છે કે ઝારખંડના દુમકા જિલ્લાની સગીર વિદ્યાર્થીનીને શાહરૂખ નામનો વ્યક્તિ મિત્રતા માટે દબાણ કરતો હતો. યુવતીએ વાત ન માની તો તેના પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે ગદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના ભાઈ સાથે રહે છે. તેના માતા-પિતા ગુજરી ગયા છે. એક વર્ષ પહેલા તેના ભાઈએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. તે દરમિયાન કેમેરા લગાવવા આવેલા શાહરૂખે પોતાનો પરિચય ગદરપુરના રાજકુમાર તરીકે આપ્યો હતો.

    - Advertisement -

    આ પછી તેણે યુવતી સાથે પોતાની ઓળખ વધારવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે બંને ફોન પર વાત કરવા લાગ્યાં. બાદમાં જાણવા મળ્યું હતું કે કેમેરા લગાવવા આવેલા આરોપી શાહરૂખે ઘરના કેમેરા પોતાના મોબાઈલ સાથે પણ જોડી દીધા હતા.

    થોડા સમય પછી યુવતીને ખબર પડી કે તેનું સાચું નામ રાજકુમાર નહીં પરંતુ શાહરૂખ છે. યુવતીએ એમ પણ જણાવ્યું કે તે લવ જેહાદ ગેંગનો સભ્ય છે અને તેણે ભૂતકાળમાં ઘણી હિન્દુ યુવતીઓના જીવન બરબાદ કર્યાં છે. આ પછી તેણે શાહરૂખનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

    એક મીડિયા અહેવાલ મુજબ પીડિતાનું કહેવું છે કે જ્યારે તેણે આરોપી સાથે વાત કરવાનું બંધ કરી દીધું તો શાહરૂખે તેને બ્લેકમેલ કરીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું અને તેની પાછળ ગયો. બાદમાં તેણે ઝારખંડના દુમકાની યુવતીની જેમ પરિણામ ભોગવવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. શાહરૂખે પીડિત યુવતીને જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી.

    યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે શાહરૂખ તેને ધમકી આપી રહ્યો હતો કે જો તે તેને મળવા નહીં આવે તો તે ઘરે આવીને તેને મારી નાખશે. આ પછી, જ્યારે યુવતી બુધવારે (7 સપ્ટેમ્બર, 2022) તેના નિર્ધારિત સમય અનુસાર 9 વાગ્યે ગાબા ચોક પર આવી, ત્યારે શાહરૂખે તેની છેડતી કરવાનું શરૂ કર્યું અને સાથે જવાનું દબાણ પણ શરૂ કર્યું. યુવતીનું કહેવું છે કે જ્યારે તેણે વિરોધ કરીને બુમાબુમ કરી તો શાહરૂખ ત્યાંથી ભાગી ગયો હતો.

    ઉધમ સિંહ નગર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) મંજુનાથ ટીસીએ જણાવ્યું કે પોલીસ ટીમે આરોપી શાહરૂખની કાશીપુર રોડથી ધરપકડ કરી છે. પીડિતાની ફરિયાદ પર પોલીસે શાહરૂખ વિરુદ્ધ આઈપીસીની કલમ 153A, 323, 354, 354A, 354D, 417, 420, 504, 506 અને 386 હેઠળ FIR નોંધી છે. જે બાદ તેની ધરપકડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં