Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાશ્મીર જઈને PMO અધિકારી તરીકે રોફ જમાવનાર કિરણ પટેલ હવે પોલીસ કસ્ટડીમાં,...

    કાશ્મીર જઈને PMO અધિકારી તરીકે રોફ જમાવનાર કિરણ પટેલ હવે પોલીસ કસ્ટડીમાં, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

    ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે સુનાવણીને અંતે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે તેને 15 એપ્રિલે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    - Advertisement -

    કાશ્મીર જઈને પોતે PMOમાં ઊંચા હોદ્દા પર હોવાનું કહીને જલસા કરી આવનાર કિરણ પટેલ સામે અમદાવાદમાં છેતરપિંડીનો કેસ નોંધાયા બાદ ગુજરાત પોલીસે કાશ્મીર જઈને તેની કસ્ટડી મેળવી હતી. આજે સવારે તેને અમદાવાદ લાવવામાં આવ્યા બાદ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

    કાશ્મીરથી કિરણ પટેલને લઈને નીકળેલી પોલીસ શનિવારે (8 એપ્રિલ, 2023) વહેલી સવારે અમદાવાદ આવી પહોંચી હતી. અહીં પહોંચીને યોગ્ય કાર્યવાહી બાદ અધિકારીક રીતે કિરણ પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ તેને અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

    ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે સુનાવણીને અંતે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે તેને 15 એપ્રિલે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાં સુધી તે પોલીસની કસ્ટડીમાં રહેશે. 

    - Advertisement -

    સરકારી વકીલે કિરણના રિમાન્ડ માંગતાં કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપી સામે નરોડા અને કાશ્મીર સહિતના સ્થળોએ પણ ગુના નોંધાયેલા છે તેમજ આમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે મામલે પણ તપાસ જરૂરી છે. એમ પણ કહેવામાં આવ્યું કે તેણે બેંકમાં બેલેન્સ ન હોવા છતાં 50 લાખના ચાર ચેક આપ્યા હતા. આ કેસના મૂળ સુધી જવા માટે રિમાન્ડ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

    કરોડોનો બંગલો પચાવી પાડવા મામલે નોંધાઈ હતી FIR

    કિરણ પટેલ સામે એક રિનોવેશનના નામે કરોડોનો બંગલો પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે. તેણે PMO અધિકારીની ઓળખ આપીને જગદીશ ચાવડા નામના વ્યક્તિનો બંગલો રિનોવેશન માટે રાખ્યો હતો અને 30થી 35 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ જગદીશભાઈ પરિવાર સાથે અન્યત્ર રહેવા માટે જતા રહ્યા હતા. થોડા સમય બાદ ઘર પાસેથી પસાર થતી વખતે તેમણે બહાર કિરણ પટેલના નામની નેમપ્લેટ જોઈ હતી. ત્યારબાદ તેમને એક નોટિસ પણ મળી હતી, જેમાં કિરણે ઘર પર દાવો માંડ્યો હતો.

    આ મામલે જગદીશ ચાવડાની ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કિરણ અને તેની પત્ની માલિની સામે એક FIR દાખલ કરી હતી. આ કેસમાં માલિનીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે પરંતુ કિરણ પટેલ અન્ય એક કેસમાં કાશ્મીર હોવાના કારણે ગુજરાત પોલીસે ત્યાં જઈને તેનું ટ્રાન્સફર વોરન્ટ મેળવ્યું હતું. 

    કાશ્મીરમાં જઈને PMO અધિકારીની ઓળખ આપીને સુરક્ષા, સુવિધાઓ મેળવ્યા હતા 

    ઠગ કિરણ પટેલ બે સાથીઓને લઈને કાશ્મીર પહોંચ્યો હતો અને જ્યાં તેણે પોતે PMOમાં અધિકારી હોવાના ઉઠાં ભણાવીને ઝેડ પ્લસ સુરક્ષા મેળવી હતી તેમજ ફાઈવ સ્ટાર હોટેલમાં સુવિધાઓ ભોગવી હતી. તેણે PMO અધિકારીના ફર્જી કાર્ડ પણ બનાવી લીધા હતા. જોકે, કાશ્મીર પોલીસને શંકા જતાં તેને પકડી લેવામાં આવ્યો હતો. 

    કાશ્મીરમાં ધરપકડ બાદ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદમાં પણ કેસ નોંધાતાં તેને અહીં લાવવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં