નેશનલ હેરાલ્ડ કેસમાં છેલ્લા ત્રણ દિવસથી ED પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. દરમ્યાન, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી રેણુકા ચૌધરીનો પોલીસકર્મી સાથે ગેરવર્તન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રદર્શન દરમિયાન રેણુકા ચૌધરીએ પોલીસકર્મીનો કોલર પકડી લીધો હતો.
#WATCH | Telangana: Congress leader Renuka Chowdhury holds a Policeman by his collar while being taken away by other Police personnel during the party’s protest in Hyderabad over ED summons to Rahul Gandhi. pic.twitter.com/PBqU7769LE
— ANI (@ANI) June 16, 2022
હૈદરાબાદમાં પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન તેઓ પોલીસકર્મીનો કોલર પકડતાં જોવા મળે છે. જે ઘટના બાદ 7 થી 8 મહિલા પોલીસકર્મીઓએ મળીને તેમને કાબૂમાં રાખ્યાં હતાં. આ ઘટના બાદથી ઇન્ટરનેટ યુઝરોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
બીજી તરફ, પોલીસકર્મી ઉપર હુમલો કરવા મામલે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 353 હેઠળ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
#Breaking | Congress leader Renuka Chowdhury, who allegedly assaulted a cop during protest, booked under Section 353 of IPC#DeshNotDynasty pic.twitter.com/KeDmETYylA
— TIMES NOW (@TimesNow) June 16, 2022
રેણુકા ચૌધરીએ પોલીસકર્મીનો કોલર પકડ્યાનો વિડીયો વાયરલ થયા બાદ તેમની આ હરકતની ટીકા કરીને તેમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. એક યુઝરે ‘સરકારી કામમાં ખલેલ પહોંચાડવા અને ગુંડાગર્દી કરવા બદલ’ તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. એક યુઝરે માંગ કરી કે તેમની તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવવાં જોઈએ.
सरकारी कर्मचारी के काम में बाधा डालने और गुंडागर्दी के लिए इन्हें तत्काल गिरफ्तार करना चाहिए।
— Shiv Kumar Mishra (@ShivKum68455956) June 16, 2022
#BREAKING | Senior Congress leader and former Minister Renuka Chowdhury snatches collar of a Sub Inspector during a protest called by AICC over ED summons to Rahul Gandhi
— Republic (@republic) June 16, 2022
Watch – https://t.co/hBNv8QJ045 pic.twitter.com/BLbTvuXjks
અન્ય એક યુઝરે પ્રશ્ન કર્યો કે એક સામાન્ય નાગરિકની માફક શું તેમને પણ સરકારી કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા અને ફરજ પર હાજર કર્મચારી પર હુમલો કરવા બદલ સજા ન થઇ શકે?
Can she be punished like a common citizen for stopping a govt employee from doing his work, assualt on a govt emp on duty?
— his_XLNC🇮🇳❤ (@_XLNC) June 16, 2022
અન્ય એક યુઝરે પ્રિયંકા ગાંધીના નારા ‘લડકી હું, લડ સકતી હું’ને આધારે કટાક્ષ પણ કર્યો હતો.
Aurat hoon collar pakad skti hoon!!
— Fringe ब्राह्मण (@Bas1Bar) June 16, 2022
અર્પિતા નામની યુઝરે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પાસેથી બીજી કોઈ આશા પણ ન રાખી શકાય. જ્યારે એક યુઝરે લખ્યું હતું કે, કોંગ્રેસમાં સ્ત્રી હોય કે પુરુષ, ગુંડાગર્દી તેમના લોહીમાં હોય છે.
No Matter which gender they belongto.. goondaism is in congress blood..
— 🚩Sushma ಸುಷ್ಮಾ 🇮🇳 (@iamgowda_sushma) June 16, 2022
This is the culture of congress. Can’t expect anything better.
— Arpita Shaivya (@arpispeaks) June 16, 2022
ઉલ્લેખનીય છે કે ઇડીએ ગત 13 જૂનના રોજ પૂછપરછ માટે હાજર રહેવા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા હતા. જે બાદ રાહુલ ગાંધી ઇડી સમક્ષ હાજર થયા હતા. જોકે, તે પહેલાં અને પછી પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓએ દિલ્હીમાં ધમાલ મચાવી મૂકી હતી અને કાયદાકીય કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
રાહુલ ગાંધીની સતત ત્રણ દિવસ પૂછપરછ ચાલી હતી. ઉપરાંત, ઇડીએ તેમને શુક્રવારે પણ હાજર રહેવા માટે કહ્યું છે. જોકે, રાહુલ ગાંધીએ એજન્સીને પત્ર લખીને શુક્રવારની પૂછપરછ મોકૂફ રાખવા માટે વિનંતી કરી છે. રાહુલે તેમનાં માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સારવારનું કારણ આપ્યું છે. જોકે, ઇડીએ જણાવ્યું છે કે તેમને કોઈ મેઈલ મળ્યો નથી.
નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે (15 જૂન 2022) સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીની કલાકો સુધી પૂછપરછ કરી. આ દરમિયાન રાહુલે EDને જણાવ્યું હતું કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઈન્ડિયા લિમિટેડ (YIL) ના અધિગ્રહણ સંબંધિત તમામ નાણાકીય વ્યવહારો કોંગ્રેસના પૂર્વ ખજાનચી મોતીલાલ વોહરા જ જોતા હતા.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રાહુલ ગાંધીએ યંગ ઈન્ડિયા લિમિટેડ દ્વારા લેવામાં આવેલી લોન અંગે કોઈ જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. EDએ અત્યાર સુધી અનેક સત્રોમાં રાહુલની લગભગ 30 કલાક પૂછપરછ કરી છે.