કર્ણાટક વિધાનસભામાં લગાવવામાં આવેલ વીર સાવરકરના ફોટા પર કોંગ્રેસે ઉત્પાત ઉભો કરી દીધો છે, કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા અને અન્ય નેતાઓએ વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા, કર્ણાટક વિધાનસભામાં સાવરકરના ફોટા પર ચાલી રહેલા વિવાદ પર ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે વિધાનસભામાં સ્વાતંત્ર્ય સેનાનીનો નહિ તો શું દેશના દુશ્મન એવા દાઉદ ઈબ્રાહીમનો ફોટો લગાવવામાં આવે?
અહેવાલો અનુસાર સોમવારે (19 ડીસેમ્બર 2022)ના રોજ કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી બસરાજ બોમ્મઈ દ્વારા શિયાળુ સત્રની શરૂઆત પહેલા ગૃહમાં એમ.કે ગાંધી, બસવન્ના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉ.બી.આર આંબેડકર, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ અને વીર સાવરકર જેવી વીભુતીઓના ફોટાનું અનાવરણ કર્યું હતું, આ તમામ મહાનુભાવોના ફોટા વચ્ચે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરનો ફોટો જોઇને કોંગ્રેસના નેતાઓ ભડક્યા હતા અને ગૃહમાં હોબાળો મચાવીને કાર્યવાહીને અટકાવી દીધી હતી. કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા અને સહયોગીઓ વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરીને સાવરકરના ફોટા લગાવવાના વિરોધમાં ધરણા પર બેસી ગયા હતા.
Belagavi | VD Savarkar’s portrait unveiled in Karnataka Assembly hall. Congress MLAs have staged a protest with LoP Siddaramaiah writing to Speaker to install portraits of personalities like Valmiki, Basavanna, Kanaka Dasa, BR Ambedkar, Sardar Vallabhbhai Patel and many others. pic.twitter.com/Esgdl8bdgP
— ANI (@ANI) December 19, 2022
‘તો શું દાઉદનો ફોટો લગાવવો?’: ભાજપનો વળતો પ્રહાર
કર્ણાટક વિધાનસભામાં સાવરકરના ફોટો મુકવા પર થયેલા વિવાદ અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, કોંગ્રેસની નીતિઓને લઈને તેમણે કહ્યું હતું કે, “સાવરકરનો ફોટો મુકવા બદલ તમને દુ:ખ થયું. સિદ્ધારમૈયાને પૂછો કે શું તેઓ દાઉદ ઈબ્રાહિમનો ફોટો લગાવવા માંગે છે? તેમની સમસ્યા તુષ્ટિકરણની રાજનીતિ છે. જેના કારણે દેશ આજે આ સ્થિતિમાં પહોંચી ગયો છે.”
‘You want poster of Dawood Ibrahim?’: BJP slams Congress for protesting Savarkar’s portrait in Karnataka Assembly.
— TIMES NOW (@TimesNow) December 19, 2022
Read More: https://t.co/PU1ki7ePw2 pic.twitter.com/BcD2wVyI9c
આ પહેલા ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ સવાર્કારનું અપમાન કર્યું હતું
આ પ્રથમ વાર નથી કે કોંગ્રેસે વીર સાવરકર પર રાજનીતિ ન કરી હોય, આ પહેલા ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પુર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વીર સાવરકરને લઈને વિવાદિત ટીપ્પણી કરી હતી, જેમાં રાહુલે સાવરકરને ‘અંગ્રેજ સરકારના સહયોગી’ ગણાવ્યા હતા અને તેમની પાસેથી પેન્શન લેતા હોવાનો દાવો કર્યો હતો.
सावरकर जी ने अंग्रेजों की मदद की। उन्होंने अंग्रेजों को चिट्ठी लिखकर कहा – सर, मैं आपका नौकर रहना चाहता हूं।
— Congress (@INCIndia) November 17, 2022
– श्री @rahulgandhi pic.twitter.com/1sKszyDXR0
પોતાના નિવેદનમાં રાહુલે એક કાગળ બતાવીને તેને સાવરકરનો પત્ર હોવાનો દાવો કરીને તેની છેલ્લી પંક્તિ વાંચી સંભળાવી. તેમણે પહેલા અંગ્રેજીમાં વાંચ્યું અને પછી હિન્દીમાં ભાષાંતર કરીને કહ્યું, “સાહેબ, હું તમારો નોકર બનવા માંગુ છું.” બાદમાં કહ્યું, “આ હું નથી કહેતો, સાવરકરજીએ લખ્યું છે. જો ફડણવીસજી જોવા માંગતા હોય તો તેઓ પણ જોઈ શકે છે. વિનાયક દામોદર સાવરકરજીએ અંગ્રેજોને મદદ કરી હતી.” આ ઘટના બાદ સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે રાહુલ ગાંધીની ધરપકડની માંગ સાથે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી હતી.