Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ PM મોદીનો ફોટો ફાડવાના કેસમાં દોષિત જાહેર: નવસારીની...

    કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ PM મોદીનો ફોટો ફાડવાના કેસમાં દોષિત જાહેર: નવસારીની કૃષિ યુનિવર્સિટીના VCની ચેમ્બરમાં કરી હતી ધમાલ; નાણાંકીય દંડ ફટકારાયો

    નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા પોતાની ઓફિસમાં ઘૂસી હલ્લાબોલ કરવાને લઈને ચાર કોંગ્રેસી કાર્યકરો પિયુષ ઢીમ્મર, અનંત પટેલ(ધારાસભ્ય વાંસદા), યશ દેસાઈ, પાર્થિવ રાજ સિંહ વિરુદ્ધ જલાલપોરના પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.

    - Advertisement -

    2017માં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિની ઓફિસમાં ઘૂસીને વિરોધ કરવાના અને પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો ફાડવાના કેસમાં કોર્ટે વાંસદાના કોંગ્રેસ MLA અનંત પટેલ (Anant Patel MLA) દોષિત જાહેર કર્યા છે. સાથે જ તેમને 99 રૂપિયાનો દંડ પણ કરાયો છે.

    અહેવાલો મુજબ વર્ષ 2017માં કૃષિ યુનિવર્સિટીમાં ધારાસભ્ય અનંત પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ફાડ્યો હતો. આ મામલે નવસારી સેશન્સ કોર્ટમાં કેસ ચાલતો હતો.

    કોર્ટે અનંત પટેલ સહિત અન્ય ચાર લોકોને દોષી જાહેર કર્યા છે. જેમાં પિયુષ ઢીમ્મર, યશ દેસાઈ અને પાર્થિવરાજ સિંહના નામે સામેલ છે.  અનંત પટેલને IPC 447માં દોષી ઠેરવી સાદી કેદની સજા ન કરી કોર્ટે માત્ર 99 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    - Advertisement -

    કૃષિ યુનિવર્સિટીના VCની કેબિનમાં કરી હતી તોડફોડ

    મૂળ વાત 2017ની છે. ત્યારે નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓને વનવિભાગમાં પ્લેસમેન્ટ ના મળતા તેઓ હડતાલ ઉપર ઉતર્યા હતા. તેમના સમર્થનમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત યુથ કોંગ્રેસના કાર્યકરો પણ કૃષિ યુનિવર્સિટી પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં VCની ચેમ્બરમાં પહોંચી હલ્લાબોલ કરવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ફાડી નાખતા જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

    નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા પોતાની ઓફિસમાં ઘૂસી હલ્લાબોલ કરવાને લઈને ચાર કોંગ્રેસી કાર્યકરો પિયુષ ઢીમ્મર, અનંત પટેલ(ધારાસભ્ય વાંસદા), યશ દેસાઈ, પાર્થિવ રાજ સિંહ વિરુદ્ધ જલાલપોરના પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.

    હવે આ કેસમાં છ વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં ત્રણ માસ સુધીની સજાની જોગવાઈ સાથે 500 રૂપિયા સુધીનો દંડ છે. પરંતુ કોર્ટે ચારેય કોંગ્રેસી કાર્યકરો સહીત અનંત પટેલને IPC 447માં દોષી ઠેરવી સાદી કેદની સજા ન કરી માત્ર 99 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    અનંત પટેલ સિવાય તમામ કોંગ્રેસી ધારાસભ્યોને કરવામાં આવ્યા છે સસ્પેન્ડ

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી ૨હી છે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. આ સંદર્ભે, બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત વિધાનસભામાં પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારબાદ 17 માંથી 16 ધારાસભ્યોને 29 માર્ચ સુધી સસ્પેન્ડ ક૨વામાં આવ્યા હતા.

    ઇમરાન ખેડાવાલા અને ગેનીબેન ઠાકોર સહિત મુખ્ય વિરોધ પક્ષના કેટલાક ધારાસભ્યોને માર્શલ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા કારણ કે તેઓ પોડિયમની સામે બેસી ગયા હતા અને સ્પીકર શંકર ચૌધરીની વારંવારની અપીલ છતાં તેઓ તેમની બેઠકો પર પાછા ફર્યા ન હતા. અનંત પટેલ સિવાય કોંગ્રેસના બાકીના 16 ધારાસભ્યો સોમવારે ગૃહમાં હાજર હતા.

    કોંગ્રેસ MLA અનંત પટેલ ગૃહમાં ગેરહાજર હોવાને કારણે વિધાનસભામાં સસ્પેન્સનથી બચી ગયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં