Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણલોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ થશે કંગાળ?: જૂનાગઢના આખા ખોરાસા ગામે ભાજપનો ભગવો...

    લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ થશે કંગાળ?: જૂનાગઢના આખા ખોરાસા ગામે ભાજપનો ભગવો ધારણ કર્યો, દાંતા તાલુકાના 500થી વધુ વિપક્ષી કાર્યકરોએ કર્યા કેસરિયા

    તમામ ઘટનાઓ જોતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ વહેતી થઈ છે કે, લોકસભા ચૂંટણી પહેલાં જ AAP-કોંગ્રેસની, તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસની હાલત કંગાળ થઈ શકે છે. કારણે કે, દરેક વખતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં રાજકીય પક્ષો પણ પોતાનો વિસ્તાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ગુજરાતમાં કોંગ્રેસ અને AAPનું ગઠબંધન હોવા છતાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. એવી રાજકીય અટકળો વહેતી થઈ છે કે, લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ કંગાળ થઈ રહી છે. રાજ્યના વિપક્ષમાંથી સતત રાજીનામાં પડી રહ્યા છે અને બીજી તરફ તે લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. હવે જાણવા મળી રહ્યું છે કે, જૂનાગઢના આખા ખોરાસા ગામે ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. આ પહેલાં મહેસાણાનું આખું તરભ ગામ પણ ભાજપમાં જોડાયું હતું. જે બાદ આ બીજી ઘટના છે. આ સાથે બનાસકાંઠાના દાંતા તાલુકાના 500થી બધુ કોંગ્રેસીની કાર્યકર્તાઓ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

    લોકસભા ચૂંટણી પહેલાં જ ગુજરાત કોંગ્રેસ કંગાળ થવાના આરે છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના નેતૃત્વમાં આખા ખોરાસા ગામે ભાજપનો ખેસ પહેરી લીધો છે. આ સાથે જ ખોરાસા ગામમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. પહેલાં અનેક લોકો કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, પરંતુ હવે તમામ લોકોએ સામૂહિક ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ગામના યુવાનોથી લઈને વૃદ્ધોએ પણ ભાજપમાં સામેલ થઈ ગામની એકતા દર્શાવી છે.

    આ સાથે જ બીજી ઘટના બનાસકાંઠાના દાંતાની છે. દાંતા તાલુકાના અલગ-અલગ ગામોના લગભગ 500થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દીધા છે અને ભાજપમાં સામેલ થઈ ગયા છે. જેમાં દાંતા કોંગ્રેસ ઉપપ્રમુખ, સેવાદળ પ્રમુખ, યુથ પ્રમુખ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત થરાદ, વાવ, ડીસા, પાલનપુર, ધાનેરા જેવા સ્થળોએ પણ કોંગ્રેસમાં ગાબડું પડી ગયું છે.

    - Advertisement -

    બીજી તરફ, રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઉમેદવારી પરત ખેંચવાની માંગણી સાથે સમાજના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે તે જ પરિસ્થિતિમાં બનાસકાંઠાના દિગ્ગજ રાજપૂત સમાજના આગેવાન ભાજપમાં જોડાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના આગેવાન અને કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી ડી.ડી. રાજપૂતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી લીધો.

    આ તમામ ઘટનાઓ જોતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ વહેતી થઈ છે કે, લોકસભા ચૂંટણી પહેલાં જ AAP-કોંગ્રેસની, તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસની હાલત કંગાળ થઈ શકે છે. કારણે કે, દરેક વખતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે. જ્યારે બીજી તરફ ભાજપનો વ્યાપ સતત વધી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં